બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / Ayodhya Ram Mandir sangharsh 1990 92 carsevak ashok raval dakshesh maheta

VTV EXCLUSIVE / 'ગભરામણ થાય એવી પરિસ્થિતિ હતી છતાંય..', એવાં 3 કાર સેવકો કે જેઓએ 'રામ મંદિર' પાછળ જિંદગી ખપાવી દીધી, જાણો સંઘર્ષ ગાથા

Vaidehi

Last Updated: 08:46 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1990-92માં રામમંદિર સંઘર્ષ સમયે અયોધ્યા પહોંચવું ખુબ અઘરું હતું તે સમયે નિડર એવા ગુજરાતનાં 2 લોકોએ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રામનામનાં ઉચ્ચારે કારસેવા પૂરી પાડી હતી.

  • અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમયે યાદ કરીએ રામમંદિર સંઘર્ષનો સમય
  • 1990-92માં અનેક લોકોએ રામમંદિર સંઘર્ષમાં બલિદાન આપ્યાં હતાં
  • આપણાં ગુજરાતનાં 2 ઘડવૈયાઓએ પણ સંઘર્ષ દરમિયાન સેવાઓ પૂરી પાડી હતી

Vtv Exclusive: રામમંદિરના સંઘર્ષનો અંત  આવ્યો છે, અને દેશભરના રામ ભક્તો હવે  અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પામનાર  અને આગમી ૨૨ જાન્યુઆરીએ  રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ દર્શન કરવાની આશાઓ સેવી રહ્યાં છે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના  પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે. દરેક દેશવાસી અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિર દર્શન માટે જેટલા આતુર છે અને તેટલા જ આતુર છે રામ મંદિરનાં નિર્માણનાં સંઘર્ષમાં જોડાયેલા રામ ભક્તો!  રામમંદિર માટેનો ઈતિહાસ ૫૦૦ વર્ષ જૂનો છે.  ૪ લાખ બલીદાન અને  ૭૬ યુદ્ધ બાદ હવે અયોધ્યામાં રામમંદિર તૈયાર થયું છે. સંઘર્ષ દરમિયાન આપણાં ગુજરાતનાં કેટલાક રામ ભક્તોએ પણ  સેવાઓ આપીને પોતાનું યોગદાન આપ્યું હતું. આવો જાણીએ આવા જ કેટલાક સેવાભાવી નિડર કારસેવકો વિશે...

રામમંદિર સંઘર્ષ સમય: દક્ષેશ મહેતા

નિડર દક્ષેશ મહેતા
રામમંદિર સંઘર્ષ માટે ૧૯૯૦ અને ૧૯૯૨માં  બે કાર્યક્રમોમાં કારસેવા હિંદુ સંગઠને આપી હતી. જેમાં ૧૯૯૦ અને ૧૯૯૨ની કાર સેવામાં અમદવાદના ઈશનપુર વોડના તત્કાલીન કોર્પોરેટર દક્ષેશ મહેતા પણ જોડાયા હતા. કાર સેવા પ્રસંગની વાત યાદ કરતાં આજે પણ  દક્ષેશભાઈ રડી પડે છે. આંસુ લૂછતાં દક્ષેશભાઈ જણાવ્યું હતું કે, અયોધ્યામાં પરીન્દા ભી પર ન માર શકે તેવી સ્થિત હતી. અયોધ્યામાં પ્રવેશ ન મળે તેવી સ્થિતિ હતી. જેથી કારસેવકો અહીંથી ભોપાલ ગયાં જ્યાં તેઓ કોલસા ભરેલી ખાનગી ટ્રકમાં બેઠાં અને જેમતેમ કરીને ટ્રેન મારફતે કોઈનાં ડર વિના રામ નામ સાથે અયોધ્યા પહોંચ્યા.

દક્ષેશ મહેતા 

પરિવારની ચિંતા કર્યા વિના નિકળ્યાં જંગમાં
વિશ્વ હિંદુ પરિષદ અને પૂર્વ કોર્પોરેટર દક્ષેશ મહેતાએ જણાવ્યું કે તેઓ તે સમયે  સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના ઉમેદવાર હતાં તેમ છતાં તેઓ પરિવારની ચિંતા કર્યા વિના કે ચુંટણીમાં હાર-જીતની ચિંતા વિના  કાર સેવામાં માટે નીકળી પડ્યા હતા.તે સમય અંગે વાત કરતા દક્ષેશભાઈના પત્ની મીનલબેન જણાવે છે કે, ૧૯૯૦ બાબરી ધ્વ્શ માટે પ્રથમ કાર સેવા દરમિયાન અમને પોણા વર્ષનો દીકરો હતો. તેમ છતાં મારી સાસુએ રામ મંદિરના નિર્માણ માટે દક્ષેશને આશીર્વાદ આપ્યાં હતાં. આ બાદ દક્ષેશ ફરી ૧૯૯૨માં પણ સંઘર્ષમાં જોડાયા હતાં. આજે હવે ૫૦૦ વર્ષ બાદ નિજ મંદિરમાં રામ ભગવાન બિરાજી રહ્યાં છે જેનો આનંદ છે.

દક્ષેશભાઈને મળ્યું આમંત્રણ
હવે આવનાર રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યાદગાર બને તે માટે ટ્રસ્ટ અનેક કાર્યક્રમો ગોઠવી રહ્યું છે જેમાં કાર સેવામાં ગયેલા દક્ષેશભાઈને પણ રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનું આમંત્રણ મળ્યું છે. આમંત્રણ સ્વીકારી તેઓ દરેક ઘરે સંપર્ક કરીને રામ મંદિરનો ફોટો અને અક્ષત આપીને રામ મંદિરના સંઘર્ષને યાદ કરીને રામ ભગવાનના નિજ મંદિર પ્રવેશ પ્રસંગ યાદગાર બનાવી રહ્યાં છે.

સેવાભાવી  અશોક રાવલ 
અયોધ્યામાં રામ મંદિર માટે અનેક લોકોએ પોતાના જીવની આહુતિ આપી દીધી હતી તો ઘણાં લોકોએ પોતાની જિંદગી ખર્ચી નાખી. લાખોની સંખ્યામાં લોકોએ કાર સેવા કરી હતી.તો ઘણાં એવા પણ લોકો છે જેમણે પડદા પાછળ રહીને પણ મોટી જવાબદારી નિભાવી હતી. તેમાનાં એક એટલે કે અશોક રાવલ. અશોક રાવલ હાલમાં VHPના ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ અને સક્રિય વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર છે.અશોકભાઈએ  પણ રામ મંદિર માટે પોતાનું યોગદાન આપ્યું છે. 

અયોધ્યા સંઘર્ષથી લઈ ગોધરાકાંડનાં સાક્ષી છે અશોક રાવલ
અશોક  હાલમાં વીએચપીના ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ અને સક્રિય વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર છે. અશોકભાઈ પણ રામ મંદિર સંઘર્ષ કાળમાં સાથી રહ્યાં છે. તેઓ રામ મંદિર સંઘર્ષ ગાથાની વાત કરતા જણાવે છે કે, તેઓ ૧૯૯૦ ની કાર સેવા અને ૧૯૯૨ની કાર સેવામાં જોડાયા હતાં. તે સમયે ગુજરતમાં થયેલા ગોધરાકાંડનાં પણ તેઓ સાક્ષી રહ્યાં છે. અશોકભાઈ બે વખત રામમંદિર માટે ૧૯૯૦ અને ૧૯૯૨ની કાર સેવા સમયે ગુજરાતમાં સક્રિય હતા. તે સમયે તેઓ RSSમાં હતા અને કારસેવા માટે તેમણે એક વાહિની બનાવી હતી જેમાં મોટી સંખ્યામાં સંઘ અને વીએચપીના નેતાઓ અને કાર્યકર્તાઓને અયોધ્યા ખાતે મોકલ્યાં હતા. આ સેવા દરમિયાન તેમણે ગુજરાત તરફથી મેનેજમેન્ટ અને  ગુજરાતના એક-એક કાર્યકર્તાઓને અનેક સૂચનો સાથે અયોધ્યા પહોંચાડ્યાં હતાં.

સેવક અશોક રાવલ

અયોધ્યા પહોંચવું ખુબ અઘરું હતું
તેમણે જણાવ્યું કે એ સમયે અયોધ્યા પહોંચવું ખુબ અઘરું થઈ ગયું હતું. જયારે કાર સેવા શરૂ થઈ હતી ત્યારે કાર્યકર્તાઓ અયોધ્યા ન પહોંચી શકે તેના માટે ટ્રેનમાં ખાનગી કપડામાં પોલીસ કર્મચારીઓ હાજર રાખવામાં આવ્યા હતાં.ઘણા એવા કાર્યકર્તા હતાં જેમને અડધા રસ્તે જ પકડી પાડવામાં આવ્યાં હતા. આવા સંજોગોમાં ઘણાં કાર્યકર્તાઓ વૈકલ્પિક વ્યવસ્થા સાથે અયોધ્યા પહોંચ્યા હતા તેમજ ઘણાં એવા પણ કાર સેવક હતા જે ચાલીને કે નદીમાં કમર સુધીના પાણીમાંથી પસાર થઈને પણ અયોધ્યા પહોંચ્યા હતાં.આવા સંજોગોમાં તમામ કાર સેવકો સાથે સૂકો નાસ્તો રાખવો, ઓળખ છતી થઈ જાય તેની કાળજી રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યા હતા.  આ રીતે પડદા પાછળ રહીને પણ સેવા માટે તેમણે કાર સેવા કરી હતી.

વાંચવા જેવું: 22 જાન્યુઆરી નહીં, તો કયા સમયગાળા સુધીમાં રામ મંદિર સંપૂર્ણ બનીને તૈયાર થઇ જશે? જાણો આશિષ સોમપુરાના મુખે કહાની

નરેન્દ્રભાઈ પટેલ
ઘાટલોડિયા વિસ્તારમાં વસતા નરેન્દ્રભાઈ પટેલે પણ બન્ને કાર સેવામાં જોડાયા હતાં.નરેન્દ્રભાઈ પટેલ તે સમય ગાળામાં  RSS માં રાણીપ નગર  કાર્યવાહીની જવાબદારી સંભાળતા હતાં. ત્યારબાદ ઘાટલોડિયામાં  RSS માં બૌધિક પ્રમુખની જવાબદારી સંભાળી હતી. તે સમયગાળો એટલે કે 1990 નો સમયગાળો જે સમયે રામ મંદિર માટે પ્રથમ કારસેવા વિશ્વ હિન્દુ પરિષદની નેજા હેઠળ યોજાઈ હતી...તે સમયગાળામાં કારસેવા માટે vhp ની ભગિની સંસ્થાના  પ્રતિનિધિને જોડવા માટે આમંત્રણ પાઠવવા આવ્યું હતું. જેમાં નરેન્દ્ર ભાઈ પટેલ પણ પ્રથમ કાર સેવામાં ઘટલોડિયા વિસ્તારમાંથી સુકાન સંભાળ્યું. નરેન્દ્રભાઇ 20 લોકો સાથે પ્રથમ કાર સેવા માટે જોડાયા.1990માં યોજાયેલી કાર સેવા અંગે વાત કરતા  નરેન્દ્રભાઇ કહ્યું હતું કે, ગુજરાતમાંથી કાર્યકરો સાથે નીકળી અને ઉતરપ્રદેશના ચિત્રકૂટ પહોંચ્યા હતા, ચિત્રકૂટ પહોંચતાની સાથે ધરપકડ થઈ અને પોલીસે ડિટેઇન કર્યા બાદ શાળામાં પોલીસે રાખ્યા..રાત્રે યે શાળાનું તાળું તોડ્યું અને ત્યારબાદ અયોધ્યા તરફ કૂચ કરી અને એક વિક સુધી 200 કિમી સુધી ચાલ્યા અને સમાચાર મળ્યા કે કાર સેવા પૂર્ણ થઈ અને પરત ગુજરાત તરફ ફર્યા હતાં.

સફાઈ ઝુંબેશમાં પણ જોડાયા હતાં
નરેન્દ્રભાઈ ત્યારે બાદ વધુ એક કાર સેવામાં ૧૯૯૨માં પણ સક્રિય રહ્યા હતા. બીજી કાર સેવામાં નરેન્દ્રભાઈ અયોધ્યા સુધી પહોંચ્યા ત્યાં તેમણે બાબરી ધ્વંસ થયા બાદ અયોધ્યામાં આકાર લેનાર રામ મંદિરના પરિસરમાં સફાઈ ઝુંબેશ કરી અને ભગવાન રામની સ્થાપના કર્યા બાદ દર્શન કરીને બીજી યાત્રા પૂર્ણ કરીને પરત આવ્યાં હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ