બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ભારત / ayodhya ram mandir news voting for lord ram lalla idol temple trust to select best among three designs

આસ્થા / 3 મૂર્તિ, 3 કલાકાર અને 5 વર્ષના બાળ સ્વરૂપની દિવ્યતાની ઝલક, જાણો કેવી રીતે થશે રામલલાની મૂર્તિની પસંદગી?

Dinesh

Last Updated: 06:42 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ayodhya ram mandir news: ભગવાન રામલલાની પ્રાણપતિષ્ઠા માટે ત્રણ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે અને ત્રણેય અલગ-અલગ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે

  • 22 જાન્યુઆરીએ રામ લલ્લાનો અભિષેક થવા જઈ રહ્યો છે
  • રામલલાની પ્રાણપતિષ્ઠા માટે ત્રણ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે
  • ભગવાન રામલલાની ત્રણેએ મૂર્તિ 51 ઈંચ ઊંચની છે


અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાનો અભિષેક થવા જઈ રહ્યો છે. જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાન રામલલાની પ્રાણપતિષ્ઠા માટે ત્રણ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે અને ત્રણેય અલગ-અલગ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે. જેની સાથે સવાલ એ ઊભો થયો હતો કે રામલલાના અભિષેક માટે આ ત્રણમાંથી કઈ પ્રતિમાની પસંદગી કરવામાં આવે. જે માટે મતદાન પ્રક્રિયા કરાઈ છે અને કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેના આધારે ભગવાન રામલલાની મૂર્તિને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. રામ લલ્લાની મૂર્તિને આખરી ઓપ આપવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું છે, જેમાં ગર્ભગૃહમાં રામ લલ્લાની કઇ મૂર્તિ સ્થાપિત કરવી તે નક્કી ચર્ચા કરાશે જે બાદ ત્રણ દિવસમાં નિર્ણય લેવાશે.

Ram Mandirs life should not be compromised at all voice in Congress

ભગવાન રામલલાની ત્રણય મૂર્તિઓ બનાવાઈ 
ભગવાન રામલલાની 3 મૂર્તિઓ છે, દરેક 51 ઈંચ ઊંચની છે. આ ત્રણેય મૂર્તિઓ એક જ રીતે બનાવવામાં આવી છે, પરંતુ ત્રણેય અલગ-અલગ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે. તેમાંથી ભગવાન રામના ગર્ભગૃહ માટે રામલલાની મૂર્તિ પસંદ કરવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગાવાન રામ મંદિરનું ઉદ્ઘાટન થશે, જ્યારે રામલલાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. જેના માટેનો શુભ સમય પણ નક્કી કરવામાં આવ્યો છે.

વોટિંગ આધારે પસંદગી
પાપ્ત માહિતી મુજબ વિવિધ શિલ્પકારો દ્વારા બનાવેલી ત્રણેય ડિઝાઇન ટેબલ પર મૂકવામાં આવશે. જે મૂર્તિને સૌથી વધુ વોટ મેળવે તેને રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાના અભિષેક સમયે સ્થાપિત કરવાનો નિર્ણય કરાશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે રામલલાની મૂર્તિ 5 વર્ષની ઉમંરવાળી હશે. ભગવાન રામની પાંચ વર્ષની ઉંમરને પ્રતિબિંબિત કરતી રામ લલ્લાની 51 ઇંચ ઊંચની પ્રતિમાને ત્રણ ડિઝાઇનમાંથી પસંદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જે મૂર્તિ શ્રેષ્ઠ દિવ્યતા ધરાવે છે અને જેમાં 5 વર્ષના બાળકની નિર્દોષતાની ઝલક જોવા મળે છે જેની પસંદગી કરવામાં આવશે.

વાંચવા જેવું: રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા નગરીને મળશે રૂ. 16 હજાર કરોડની ભેટ, PM મોદીની મુલાકાત બનશે ઐતિહાસિક

તડામાર તૈયારીઓ
શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ ગુરુવારે ટોચના જિલ્લા અધિકારીઓ સાથે રામ જન્મભૂમિ પાથ અને સંકુલ પર ચાલી રહેલા નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રસ્તાવિત શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભવ્ય અભિષેક કાર્યક્રમ પહેલા સમગ્ર વિસ્તારના કાયાકલ્પની પ્રક્રિયા ચાલી રહી છે.  30મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યાની પ્રસ્તાવિત મુલાકાત પહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરને જોડતા તમામ મુખ્ય માર્ગો પર રામાયણ કાળના મહત્વના ચિત્રો આકર્ષક નિરૂપણ કરવાની દિશામાં યોગી સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહેલા પ્રયાસોને વેગ આપવામાં આવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ