બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Politics / ayodhya ram mandir bhoomipujan invitation card iqbal ansari rss chief mohan bagwat

PHOTOS / રામ મંદિર ભૂમિ પૂજનનું કાર્ડ પહેલીવાર આવ્યું સામે, PM મોદી ઉપરાંત વધું એક મહાનુભાવ છે વિશેષ અતિથિ

Dharmishtha

Last Updated: 02:40 PM, 4 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનું આમંત્રણ પત્ર સામે આવ્યું છે. જેમાં પક્ષકાર ઈકબાલ અંસારીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જ્યારે બપોરે 5 વાગે પીએમ મોદી પૂજનમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત આરએસએસના પ્રમુખ મોહન ભાગવત વિશેષ અતિથિ તરીકે ભાગ લેશે.

  • ટ્રસ્ટના અધ્યક્ષ  મહંત નૃત્ય ગાપાલ દાસે મોકલ્યુ આમંત્રણ પત્ર
  • આરએસએસ પ્રમુખ મોહન ભાગવત હશે કાર્યક્રમના વિશેષ અતિથિ
  •  પક્ષકાર ઈકબાલ અંસારીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ તરફથી આમંત્રણ લખવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભૂમિ પૂજન અને કાર્ય પ્રારંભ નરેન્દ્ર મોદીના કર કમલો દ્વારા થશે. વિશેષ અતિથિ તરીકે  આરએસએસના પ્રમુખ મોહન ભાગવત શોભા વધારશે.

કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે આ ક્રાર્યક્રમમાં ભૂમિ પૂજન 5 ઓગસ્ટન બપોરે 12.30 વાગે કેટલાક સિલેક્ટેડ લોકોની હાજરીમાં કરવામાં આવશે. 

નોંધનીય છે કે આ કાર્યક્રમમાં ઈકબાલ અંસારીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ ચોક્કસથી હાજરી આપશે. તેમને આ આમંત્રણ શ્રીરામની મરજીથી મળ્યું છે. અયોધ્યામાં ગંગા- જમુનાના સંસ્કાર યથાવત છે. હું હમેંશા મઠ - મંદિરોમાં જતો રહેતો હોવ છું. કાર્ડ મળ્યુ છે જેથી ચોક્કસ જઈશ. ઈકબાલ અંસારી પીએમ મોદીને રામ ચરિત માનસ અને રામનામાં ભેટ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir Bhoomi Pujan mohan bagwat અયોધ્યા મોહન ભાગવત રામ મંદિર ram mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ