ટેકનોલોજી /
Bluetooth ડિવાઇસ યુઝ કરનારાઓ ચેતી જજો! ગમે ત્યારે ડેટા ચોરાઈ શકે છે
Team VTV08:16 PM, 16 Nov 19
| Updated: 08:18 PM, 16 Nov 19
છેલ્લા કેટલાક સમયથી ફિટનેસ ટ્રેકર્સ, સ્માર્ટવોચ, સ્માર્ટ સ્પીકર્સ અને સ્માર્ટ હોમ્સ જેવા ગેજેટ્સ એકદમ લોકપ્રિય થઈ રહ્યાં છે. હવે એક નવા રિસર્ચમાં બહાર આવ્યું છે કે બ્લુટુથથી કનેકટ થતાં આવા તમામ ડિવાઇસ હેક થવાનું જોખમ વધારે છે. ખાસ કરીને લોએનર્જીવાળા બ્લૂટૂથ ડિવાઇસ આસાનીથી હેક થઇ શકે છે.
કમ્પ્યુટર અને કોમ્યુનિકેશન્સ સિક્યુરિટી અંગે લંડનમાં તાજેતરમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં આ બાબતની જાણકારી અપાઇ હતી. આ કોન્ફરન્સમાં અનેક નિષ્ણાતોએ નવી ટેકનોલોજી અને તેની સામેના ખતરા અંગે પોતાની વાત રજુ કરી હતી. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ મોબાઇલ એપ્લિકેશનથી બ્લૂટૂથ દ્વારા ડિવાઇસને પેર કરવામાં આવે છે,એટલ કે કનેકટ કરવામાં આવે ત્યારે ડિવાઇસ હેક થવાની શકયતા વધી જાય છે. ઉપકરણને હેક થવાનું જોખમ રહેલું છે. બ્લુટુથથી કનેકટેડ ડિવાઇસ જયારે ઓપરેટ કરાય ત્યારે હેકર્સનું કામ આસાન બની જાય છે.
ખાસ કરીને બ્લૂટૂથથી કનેક્ટ થયેલ સ્માર્ટ ડિવાઇસ પર હેકર્સની નજર હોય છે.અત્યારે સૌથી વધુ જેનો ઉપયોગ થાય છે તે ફિટનેસ ટ્રેકર્સ, સ્માર્ટ સ્પીકર્સ,સ્માર્ટ થર્મોસ્ટેટ,સ્માર્ટ હોમ્સને હેકર્સ નિશાન બનાવે છે.યુઝર્સના ડેટાનો મિસ યુઝ ઘણા વખતથી થતો આવ્યો છે. અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા કે સ્ટ્રીમિંગ સર્વિસનો વધુ પડતો ઉપયોગ તમારી પ્રાઇવેસીને જોખમમાં મૂકી શકે છે.
તાજેતરમાં કેટલાક સંશોધનમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે ઘણી વખત યુઝર્સ તેમની માહિતી હાઇડ કરવાનો પ્રયાસ કરે છે.તેમ છતાં યુઝર્સની પરમિશન વિના તેમનો ડેટા કલેકટ કરીને ફેસબુક, ગુગલ અને નેટફ્લિક્સ જેવી કંપનીઓ સાથે શેર કરવામાં આવે છે. ઇ-માર્કેટરના એનાલિસ્ટ રોસ બેનેસ કહે છે કે ઓનલાઇનના જમાનામાં હવે લોકોનું ધ્યાન આકર્ષિત કરવું મુશ્કેલ છે. આ માટે કંપનીઓને ઢગલો ડેટાની જરુર પડતી હોય છે..