બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Australian batter's stupidity: Beth Mooney lost wicket to Richa Ghosh's brilliant fielding, WATCH VIDEO

ક્રિકેટ / ઓસ્ટ્રેલિયન બેટરની મૂર્ખતા: રિચા ઘોષની શાનદાર ફિલ્ડીંગ શિકાર બની બેથ મૂની, જુઓ VIDEO

Megha

Last Updated: 01:35 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 180 રનની લીડ મેળવી ટીમ ઇન્ડિયાએ બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની સૌથી અનુભવી બેટ્સમેન રન આઉટ કરી

  • મહિલા ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ મેચમાં સ્થિતિ ઘણી મજબૂત કરી 
  • ભારતીય ટીમે પ્રથમ દાવમાં 406 રન બનાવી 180 રનની લીડ લીધી  
  • ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની સૌથી અનુભવી બેટ્સમેન રન આઉટ 

મહિલા ક્રિકેટમાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલીયા વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પોતાની સ્થિતિ ઘણી મજબૂત કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 219 રનમાં આઉટ કર્યા બાદ ભારતીય ટીમે પ્રથમ દાવમાં 406 રન બનાવ્યા હતા, જે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ સામે અત્યાર સુધીનો તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ છે. જ્યારે ભારતીય ટીમ 180 રનથી વધુની લીડ સાથે બોલિંગ કરવા ઉતરી ત્યારે તેને બેથ મૂનીની જોરદાર બેટિંગ જોવા મળી. 

પરંતુ ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની સૌથી અનુભવી બેટ્સમેન બેથ મૂની જે રીતે તે રન આઉટ થઈને પેવેલિયન પરત ફરતી હતી તેનાથી ભારતીય ટીમની સ્થિતિ વધુ મજબૂત બની હતી. મેચના ત્રીજા દિવસે, મૂનીએ ઝડપી બેટિંગ કરી હતી અને ભારતીય બોલરો પર દબાણ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો પણ 12મી ઓવરના પાંચમા બોલ પર રન આઉટ થઇ હતી અને આ સાથે જ ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે.

બીજી તરફ ગુરુવારે ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં ડેબ્યુ કર્યું ત્યારથી, ભારતીય બેટ્સમેન રિચા ઘોષએ એક પણ ભૂલ કરી નથી. પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં શાનદાર અડધી સદી ફટકાર્યા બાદ, તેણે ફિલ્ડિંગમાં પણ પોતાનું ઉત્તમ પ્રદર્શન બતાવ્યું છે.

શનિવારે મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન રિચાએ ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓપનર બેથ મૂનીને શાનદાર થ્રોની મદદથી રનઆઉટ કરી હતી. 12મી ઓવરમાં સ્નેહ રાણાના પાંચમા બોલ પર બેથ મૂનીએ વિચાર્યા વગર આગળ વધીને એક સરળ શોટ રમ્યો. બોલ સીલી પોઈન્ટ પર ઉભેલી રિચાના હાથમાં ગયો.

રિચાએ પહેલા બોલ પકડ્યો અને કેચ માટે અપીલ કરી, પછી જ્યારે તેણે જોયું કે મૂની તેની ક્રિઝ પર પાછી ફરી નથી, તો ભારતીય ક્રિકેટરે તરત જ બોલ વિકેટ પર ફટકાર્યો. મૂની 37 બોલમાં 33 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો અને ઓસ્ટ્રેલિયાએ 49 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ