બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 11:05 AM, 22 December 2023
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાના સ્પેંસર જોનસન ગયા વર્ષ સુધી લેંડસ્કેપ માળીનું કામ કરી રહ્યા હતા. પરંતુ દુબઈમાં આઈપીએલના ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે તેમને 10 કરોડ રૂપિયામાં ખરીદ્યા. જેના કારણે સ્પેંસરની માતાનો હરખ નથી સમાઈ રહ્યો. એવો પણ સમય આવ્યો હતો જ્યારે લાગી રહ્યું હતું કે જોનસનનું ક્રિકેટ કરિયર ખતમ થઈ જશે.
ADVERTISEMENT
જોનસે કહ્યું, "આઠ મહિના પહેલા મારી પાસે સ્ટેટ ક્રિકેટ અથવા તો બિગ બેશ લીગનો કોન્ટ્રાક્ટ પણ ન હતો. હું લેડસ્કેપ પર છોડ લગાવવાનું કામ કરતો હતો. માટે નિશ્ચિત રીતે સ્થિતિ બદલાઈ ગઈ છે."
પરિવાર માટે ખૂબ જ ખુશીની ક્ષણો
સાઉથ ઓસ્ટ્રેલિયા માટે 2017માં ડેબ્યૂ વખતે તેમના પગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું. જેના કારણે તે 3 વર્ષ સુધી ક્રિકેટથી બહાર રહ્યા અને પછી કોન્ટ્રાક્ટ પણ તેમના હાથમાંથી જતો રહ્યો. સર્જરી અને રિહૈબના બાદ 2022માં તેમણે ફરી સાઉથ ઓસ્ટ્રેલિયા સાથે કોન્ટ્રાક્ટ કર્યો અને આ વર્ષે જાન્યુઆરીમાં બ્રિસ્બેન હીટ માટે બિગ બેશ લીગમાં ડેબ્યૂ કર્યું.
છેલ્લા બિગ બેશ લીગ સીઝનમાં આ 28 વર્ષના ફાસ્ટ બોલરે 150 કિમી પ્રતિ કલાકની રફ્તારથી બોલિંગ કરી બધાને ચોંકાવી દીધા. સ્પેંસરે કહ્યું, "એડિલેડમાં પોતાની માતાના ચહેરા પર સ્માઈલ જોવી ખૂબ જ સારો અનુભવ હતો. આ ફક્ત મારા માટે જ નહીં પરંતુ આખા પરિવાર માટે ખુશીની ક્ષણો છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.