બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / Australia in tension with tomorrow's T20 World Cup final, a spectacular performance of these five Indian players

સ્પોર્ટ્સ / આવતી કાલે ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ, ભારતની આ પાંચ ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી ટેન્શનમાં ઑસ્ટ્રેલિયા

Intern

Last Updated: 04:51 PM, 7 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં સ્થાન મેળવીને ઇતિહાસ રચી દીધો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 11 વર્ષમાં પહેલી વાર ફાઇનલમાં પહોંચી છે. ઈંગ્લેન્ડ સામેનો ભારતનો સેમિફાઇનલ મુકાબલો વરસાદને કારણે રદ થઈ ગયો. ત્યાર બાદ ગ્રૂપ સ્ટેજના શાનદાર પ્રદર્શનના આધાર પર ભારતીય ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો. ભારતીય ટીમ ગ્રૂપ સ્ટેજમાં પોતાની બધી જ મેચ જીતી લઈને અજેય રહી છે.

Source: Instagram

ફાઇનલ મુકાબલો ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ સામે આવતી કાલે ભારતીય સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે અહીંના એમસીજી ખાતે રમાશે. મહિલા ટી-વર્લ્ડકપમાં ભારતના આ ઐતિહાસિક પ્રદર્શનનો શ્રેય એમ તો આખી ટીમને જાય છે, પરંતુ કેટલીક ખેલાડીઓએ તો ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ચાહકોનાં દિલ જીતી લીધાં છે. આજે એવી પાંચ મહિલા ખેલાડીઓ પર નજર કરીએ, જેમના પ્રદર્શનને કારણે ટીમ ઇન્ડિયા મહિલા ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે.

Source: Instagram

શેફાલી વર્માએ દુનિયાને ચોંકાવીઃ

16 વર્ષીય શેફાલી વર્મા દુનિયા માટે ભારતીય ટીમનું સરપ્રાઇઝ પેકેજ સાબિત થઈ. તેણે ચાર મેચમાં 161 રન ફટકાર્યા છે. શેફાલીની વિશેષતા એ છે કે તે ઝડપથી રન બનાવે છે. શેફાલીએ 161.00ના સ્ટ્રાઇક રેટથી આ વર્લ્ડકપમાં રન બનાવ્યા. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારી ભારતીય છે. તેણે આ વર્લ્ડકપમાં સૌથી વધુ 9 છગ્ગા પણ ફટકાર્યા છે.

Source: Instagram

પૂનમનાં ખતરનાક હથિયાર- ફ્લાઇટ અને ગૂગલીઃ

28 વર્ષની પૂનમ યાદવની બોલિંગે ભારતની દરેક જીતમાં શાનદાર ભૂમિકા ભજવી છે. ભારતની આ લેગ સ્પિનરે ચાર મેચમાં નવ વિકેટ ઝડપી છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારી બોલર છે. ફ્લાઇટ અને ગૂગલી પૂનમનાં બે ખતરનાક હથિયાર છે.

શિખા બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી રહી છેઃ

30 વર્ષીય શિખા પાંડે ભારતની બીજી સૌથી સફળ બોલર રહી છે. આ ભારતીય ફાસ્ટ બોલરે અત્યાર સુધી ચાર મેચમાં સાત વિકેટ ઝડપી છે. તેણે ચાર વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયન ટીમની ત્રણ વિકેટ માત્ર 14 રન આપીને ઝડપી હતી. શિખાની આ બોલિંગે જ ભારતની જીતની મંજિલ તૈયાર કરી હતી.

Source: Instagram

ઓલરાઉન્ડર દીપ્તિ શર્માઃ 

ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. 22 વર્ષીય દીપ્તિએ ચાર મેચમાં 83 રન બનાવ્યા છે. તેની રમતની એક વિશેષતા એ રહી છે કે તે ચાર ઇનિંગ્સમાંથી ફક્ત બે વાર જ આઉટ થઈ છે. આ ઉપરાંત તેણે બે વિકેટ પણ ઝડપી છે.

Source: Instagram

બેટિંગનો મોરચો જેમિમાહે સંભાળ્યોઃ 

19 વર્ષની સ્ટાઇલિશ ઓલરાઉન્ડર જેમિમાહ રોડ્રિગ્ઝે પણ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ચાર મેચમાં એક વાર અણનમ રહીને 85 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન જેમિમાહનો સ્ટ્રાઇક રેટ 90.00 કરતાં ઉપર રહ્યો છે. જેમિમાહ ત્રીજા ક્રમે બેટિંગ કરે છે અને ઓપનર સ્મૃતિ મંધાના ફોર્મમાં નથી. આથી જેમિમાહને મેચમાં બહુ જલદી બેટિંગમાં આવવું પડે છે. તે એક છેડો સાચવીને બેટિંગ કરતી હોવાથી સામેના છડે શેફાલીને પોતાની આક્રમક શૈલીથી બેટિંગ કરવાની તક મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ