બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / વિશ્વ / Australia canceled Quad meeting because of America

નિર્ણય / અમેરિકાને કારણે ઓસ્ટ્રેલિયાએ રદ્દ કરી Quad મિટિંગ, PM મોદી થવાના હતા સામેલ, જાણો કારણ

Priyakant

Last Updated: 02:00 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Quad Summit Cancel News: અમેરિકામાં પણ દેવું સંકટ અને ડિફોલ્ટના જોખમને લઈ રાષ્ટ્રપતિ જો બિડેન ક્વાડ સમિટમાં ભાગ નહીં લેવાના નિર્ણય બાદ ઓસ્ટ્રેલિયાએ Quad Summit રદ કરી

  • સિડનીમાં આગામી દિવસોએ યોજાનાર ક્વોડ મીટિંગ રદ્દ 
  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ક્વાડ સમિટમાં ભાગ નહીં લેવાનો નિર્ણય
  • ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં યોજાનારી ક્વોડ મીટિંગ રદ કરી દીધી

સિડનીમાં આગામી દિવસોએ યોજાનાર ક્વોડ મીટિંગ ( Quad Summit ) ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં યોજાનારી ક્વોડ મીટિંગ રદ કરી દીધી છે. વાત જાણે એમ છે કે, અમેરિકા હાલ રાજકીય અને આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકામાં પણ દેવું સંકટ વધી રહ્યું છે અને તેના પર ડિફોલ્ટનું જોખમ તોળાઈ રહ્યું છે. જેને લઈ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ક્વાડ સમિટમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં યોજાનારી ક્વોડ મીટિંગ રદ કરી દીધી છે. 

સિડનીમાં આગામી દિવસોએ યોજાનાર ક્વોડ મીટિંગમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા ભાગ લેવાના હતા. આ તરફ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેને કહ્યું છે કે, તે જાપાનમાં યોજાનારી G-7 સમિટમાં ભાગ લેશે. આ પછી તેઓ Quad Summitની બેઠકમાં ભાગ લેવા જશે નહીં. તેના બદલે તે વોશિંગ્ટન પરત ફરશે. બિડેને પાપુઆ ન્યુ ગિનીનો પ્રવાસ પણ રદ કર્યો છે. જો તે પાપુઆ ગયા હોત તો તે ટાપુ રાષ્ટ્રની મુલાકાત લેનારા પ્રથમ યુએસ પ્રમુખ હોત. 

Quad Summit ખૂબ જ મહત્વપૂર્ણ
ક્વાડ મીટિંગને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ મીટિંગમાં એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ચીન સાથે વ્યવહાર કરવાની રણનીતિ બનાવવામાં આવે છે. વ્હાઇટ હાઉસમાં એક કાર્યક્રમમાં બોલતા બિડેને સૌથી પહેલા તેમની જાપાન મુલાકાત વિશે વાત કરી હતી. આ પછી તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ તરીકે એક સાથે અનેક મુદ્દાઓ જોવાના હોય છે. મને વિશ્વાસ છે કે, અમે ડિફોલ્ટથી બચીશું અને વિશ્વ પ્રત્યે અમેરિકાની જવાબદારીઓ નિભાવીશું. તેણે વધુમાં જણાવ્યું કે, તે પોતાનો પ્રવાસ ટૂંકો કરી રહ્યો છે. તે ઓસ્ટ્રેલિયા અને પાપુઆ ન્યુ ગિની નથી જઈ રહ્યો, જેથી તે દેશમાં પરત ફરીને નેતાઓ સાથે વાત કરી શકે.

સિડનીમાં PM મોદી સાથે મુલાકાત થશે
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે બુધવારે કહ્યું હતું કે, યુએસ પ્રમુખ જો બિડેન વિના સિડનીમાં ક્વોડ મીટિંગ શક્ય નથી. તેમણે કહ્યું કે, આ અઠવાડિયે ક્વોડ (Quad Summit) ને બદલે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારત અને જાપાનના નેતાઓ જી-7 બેઠકમાં મળશે.
 
શું કહ્યું ઓસ્ટ્રેલિયાના PMએ ? 
ઓસ્ટ્રેલિયાના PMએ કહ્યું, આવતા અઠવાડિયે સિડનીમાં યોજાનારી ક્વોડ લીડર્સની કોઈ બેઠક નહીં થાય. જોકે અમે જાપાનમાં Quad  નેતાઓ સાથે ચોક્કસપણે ચર્ચા કરીશું. તેમણે એમ પણ કહ્યું કે, સિડનીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચોક્કસપણે દ્વિપક્ષીય વાતચીત થશે. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સિડની આવશે કે નહીં તે અંગે અલ્બેનીઝે જણાવ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ