બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / auspicious plants for bring good luck wealth prosperity this new year

જ્યોતિષ શાસ્ત્ર / ન્યુ યર શરૂ થતા જ ઘરમાં ઉગાડી દો આ 6 શુભ છોડ, વધશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ, થશે ધનનો ઢગલો

Manisha Jogi

Last Updated: 03:19 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા દિવસ પછી નવા વર્ષ 2024ની શરૂઆત થશે. નવા વર્ષમાં આ પ્લાન્ટ જરૂરથી લગાવવા જોઈએ. ફેંગશુઈ અને જ્યોતિષ શાસ્ત્રમાં આ છોડને સુખ અને સમૃદ્ધિના કારક માનવામાં આવે છે.

  • થોડા દિવસ પછી નવા વર્ષ 2024ની શરૂઆત થશે
  • નવા વર્ષમાં આ પ્લાન્ટ જરૂરથી લગાવવા જોઈએ
  • આ છોડથી સુખ અને સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

થોડા દિવસ પછી નવા વર્ષ 2024ની શરૂઆત થશે. નવું વર્ષ સુખ અને સમૃદ્ધિથી ભરપૂર, આર્થિક રૂપે મજબૂત અને સારું પસાર થાય તે માટે નવા વર્ષમાં આ પ્લાન્ટ જરૂરથી લગાવવા જોઈએ. ફેંગશુઈ અને જ્યોતિષ શાસ્ત્રમાં આ છોડને સુખ અને સમૃદ્ધિના કારક માનવામાં આવે છે. નવા વર્ષમાં કયા છોડ લગાવવા જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ગુલદાઉદી (chrysanthemum)- નવા વર્ષમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય તે માટે ઘરમાં ગુલદાઉદીનો છોડ જરૂરથી લગાવવો જોઈએ. જેથી ઘરમાં તાજગી રહે છે અને ઘરમાં સુગંધિત વાતાવરણ રહે છે. આ છોડ બાલ્કની, લિવિંગ રૂમ તથા તડકો હોય ત્યાં રાખવો. આ છોડના ફૂલ ગુલાબી, નારંગી, જાંબલી, પીળા અને સફેદ રંગના હોય છે. આ છોડ લાંબી ઉંમરનું પ્રતીક છે, જેથી ઘરમાં ધનનું આગમન થાય છે. 

જેડ પ્લાન્ટ (Jade plant)- જેડ પ્લાન્ટ ખૂબ જ સુંદર અને નાના પાંદડાવાળો છોડ છે. માનવામાં આવે છે કે, ઘરમાં જેડ પ્લાન્ટ રાખવાથી સુખ, સૌભાગ્ય, ધન અને સમૃદ્ધિની કમી થતી નથી. નવા વર્ષમાં આ છોડ ઘરમાં જરૂર લગાવવો જોઈએ. આ છોડને વારંવાર પાણી આપવાની જરૂર નથી, આ છોડના પાંદડા ઘણા દિવસો સુધી પાણી શોષી રાખે છે. 

બોનસાઈનો છોડ (Bonsai Tree)- આ છોડ બૌને પ્રજાતિનો છો અને આ છોડની ડાળી જાડી હોય છે. આ છોડનો વિકાસ થાય તે માટે યોગ્ય સૂર્યપ્રકાશની જરૂર હોય છે, જેથી આ છોડ બાલ્કની અથવા સૂર્યના કિરણો પહોંચે ત્યાં રાખવો. આ છોડને અઠવાડિયામાં બે વાર પાણી આપો તો પણ સુકાતો નથી. નવા વર્ષે ઘરમાં બોનસાઈનો છોડ લગાવવાથી તમામ સમસ્યાઓ દૂર રહેશે.

પીસ લિલી (Peace Lily)- પીસ લીલી એક ખૂબ જ સુંદર ફૂલ છે. આ ફૂલનો રંગ સફેદ છે અને આ રંગ શાંતિનું પ્રતિક છે. નવાવર્ષ 2024માં ઘરમાં શાંતિ અને સુખ જાળવી રાખવા માંગો છો, તો આ છોડ ચોક્કસપણે લગાવવો જોઈએ. પીસ લીલીના છોડ માટે વધુ પાણીની જરૂર રહેતી નથી અને ઓછા સૂર્યપ્રકાશમાં પણ સારી રીતે ઉગે છે.

મની ટ્રી (Money tree)- મની ટ્રી નાણાંકીય લાભ પ્રદાન કરે છે અને આર્થિક સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. નવા વર્ષ 2024માં તેને આ છોડ તમારા ઘરમાં લગાવવો જોઈએ. જેથી 12 મહિના સુધી તમારા ઘરની સુંદરતા અને વૈભવ જળવાઈ રહેશે તથા સુખ, સમૃદ્ધિ અને સંપત્તિમાં પણ વૃદ્ધિ થશે. 

વાંસ (Bamboo Plant)- મોટાભાગના લોકો ઓફિસ ડેસ્ક, હોમ ડ્રોઇંગ, ડાઇનિંગ અથવા સ્ટડી ટેબલ પર વાંસનો છોડ રાખે છે. ફેંગશુઈમાં વાંસના છોડને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રદાન કરનાર માનવામાં આવે છે. જો તમે નવા વર્ષમાં તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ, પ્રગતિ અને શાંતિ લાવવા માંગો છો તો તમારે ઘરમાં વાંસનો છોડ જરૂરથી રાખવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ