બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Atiq Murder Case-Before the murder, Atiq Ahmed had admitted his connection with Pakistan

નિવેદન / ISI અને LET સાથે મારા સીધા સંબંધ, પાકિસ્તાનથી...: મરતા પહેલા પોલીસને શું બતાવીને ગયો અતિક અહેમદ

Priyakant

Last Updated: 10:39 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Atiq Murder Case: પોલીસ FIRમાં આપવામાં આવેલ માહિતી મુજબ અતીક અહેમદે પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) અને આતંકવાદી સંગઠન લશ્કર- એ-તૈયબા સાથે સંબંધો હોવાનું કબૂલ્યું હતું

  • અતીક-અશરફ હત્યાકાંડમાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ
  • હત્યા પહેલા અતિકે કબૂલ્યું હતું તેનું પાકિસ્તાન સાથેનું કનેક્શન 
  • FIR મુજબ અતિકે ISI અને લશ્કર-એ-તૈયબા સાથે સંબંધો કબૂલ્યા હતા 

માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદની શનિવારે રાત્રે UPના પ્રયાગરાજમાં ત્રણ શખ્સો દ્વારા અંધાધૂંધ ગોળીબારમાં મારી હત્યા કરી દેવાઈ હતી. આ પહેલા જ્યારે પોલીસે માફિયા અતીકની પૂછપરછ કરી ત્યારે તેણે પોતાના પાકિસ્તાન કનેક્શનને લઈ અનેક કબૂલાત હતી. વાત જાણે એમ છે કે, અતીકે પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે,  તેની પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) અને આતંકવાદી સંગઠન લશ્કર- એ-તૈયબા સાથે સંબંધો હતા. જોકે આ માહિતી FIRમાં પણ આપવામાં આવી છે. 

અતીક અહેમદે પાકિસ્તાન કનેક્શન કબૂલ્યું 
ઉત્તરપ્રદેશમાં ચાર વખત ધારાસભ્ય અને ભૂતપૂર્વ સાંસદ રહેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની શનિવારે રાત્રે ત્રણ હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ તરફ હવે પ્રયાગરાજના શાહગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં પોલીસે ઉલ્લેખ કર્યો છે કે, કોર્ટના આદેશ પર અતીક અહમદનું નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં તેણે સ્વીકાર્યું હતું કે, તેના પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને આતંકવાદી સંગઠન ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ છે. 

અનેક હથિયારો પાકિસ્તાનથી કરાયા હતા આયાત 
અતીક અહેમદને ટાંકીને એફઆઈઆરમાં નોંધાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનની ISI દ્વારા પંજાબ પ્રાંતમાં ડ્રોન દ્વારા શસ્ત્રો છોડવામાં આવે છે અને પંજાબમાં ISI સાથે સંકળાયેલ એક વ્યક્તિ તે હથિયારો એકઠા કરે છે અને કેટલાક લશ્કર-એ-તૈયબાને મોકલે છે." ખાલિસ્તાની અલગતાવાદી સંગઠનોને કેટલાક હથિયારો આપે છે અને તેમાંથી કેટલાક હથિયારો જેમ કે પોઈન્ટ 45 બોર પિસ્તોલ, એકે 47 રાઈફલ, સ્ટેનગન અને આરડીએક્સ પણ મને આપે છે, જેના માટે હું પૈસા પણ આપું છું.

ISI, લશ્કરના માણસો માંરે ત્યાં આવતા-જતાં હતા: અતીક અહેમદ
અતીકે પોલીસને કહ્યું, આ સંગઠનોના લોકો મારા ઘરે આવતા-જતા હતા અને આ લોકો સાથેની વાતચીત પરથી જાણવા મળ્યું કે, આ લોકો દેશમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માંગે છે. તેણે પોલીસને પણ જાણ કરી. તેણે કહ્યું, તે ISI અને લશ્કર સાથે સંબંધિત કેટલાક લોકોના સરનામાં જાણે છે, જેઓ શસ્ત્રો પૂરા પાડે છે અને કેટલાક તેના ભાઈ અશરફને ખબર છે. અતીકે નિવેદનમાં કબૂલ્યું હતું કે, ઉમેશ પાલ અને ટેની સુરક્ષામાં તૈનાત 2 પોલીસકર્મીની હત્યામાં આ સંગઠન તરફથી લેવામાં આવેલ હથિયારનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે તેણે કહ્યું, અમે બંને હત્યા બાદ ઉપયોગમાં લેવાયેલ હથિયારોનું સરનામું કહી શકીએ છીએ, કારણ કે તે જગ્યાઓનો કોઈ ઘર નંબર નથી, જે જેલમાંથી કહેવું શક્ય નથી. જો તમે (પોલીસ) અમે બંને સાથે જઈએ તો અમે તે જગ્યાઓને ઓળખી શકીશું.

અતીકની હત્યા કરનાર આરોપીઓએ શું કહ્યું ? 
આ તરફ હવે અતીક અને તેના ભાઈ અશરફની હત્યા માટે ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓએ પોલીસને કહ્યું કે, તેઓ ગેંગનો સફાયો કરવા અને પોતાનું નામ બનાવવા માંગતા હતા. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, તેઓ અતીક અને અશરફની ગેંગનો ખાત્મો કરીને રાજ્યમાં પોતાનું નામ અને ઓળખ બનાવવા માંગતા હોઇ હવે ભવિષ્યમાં તેમને ચોક્કસ ફાયદો થશે. 

શું હતો સમગ્ર મામલો ? 
પ્રયાગરાજ શહેરમાં કોલ્વિન હોસ્પિટલ પરિસરમાં શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે પત્રકાર બની આવેલા ત્રણ હુમલાખોરોએ અતીક અને તેના ભાઈને ગોળીઓથી વિખેરી નાખ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે  પોલીસ બંનેને નિયમિત આરોગ્ય તપાસ માટે ત્યાં લાવી હતી. જ્યારે અતીક અને અશરફ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ગોળીબાર સંભળાયો અને કેમેરાની સામે જ બંનેના મોત થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ