બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / atal pension yojana apy government scheme know benefits

યોજના / પતિ-પત્નીના ખાતામાં મહિને જમા થશે રુ.10 હાજર, મોદી સરકારની આ યોજનાનાથી ટેક્સમાં પણ મળશે રાહત

Khyati

Last Updated: 06:21 PM, 8 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારની અટલ પેન્શન યોજના થકી મહિને મેળવો રુ.10 હજારનું પેન્શન, પતિ પત્ની ખોલાવી લો બે અલગ અલગ ખાતા, સરકાર જમા કરશે પેન્શન

  • 30 વર્ષથી ઓછી ઉંમરના પરિણીત યુગલોને થશે ફાયદો
  • અટલ પેન્શન યોજનામાં 2 અલગ અલગ ખાતા બનાવો
  • દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો

દરેક વ્યક્તિને ભવિષ્યની ચિંતા તો હોય જ. વ્યક્તિ કમાતો હશે તો થોડી બચત કરતો હશે પરંતુ જે લોકોને કોઇ ચોક્કસ આવક નથી તેવા લોકો પોતાના ભવિષ્યને સિક્યોર કરવા કંઇકને કંઇ તો વિચારતા જ હોય છે. ત્યારે વાત કરીએ એવી જ એક યોજનાની, જે તમને તમારી નિવૃત્તિ પછી પૈસા આપશે.અને તે છે સરકારની અટલ પેન્શન યોજના. મોદી સરકારની આ યોજનાનો લાભ લઇને તમે તમારુ ભવિષ્ય ઉજળુ કરી શકો છે. નિવૃત્તિ પછી તમારે કોઇની સામે હાથ લાંબો નહી કરવો પડે. ત્યારે આવો જાણીએ રુ. 10 મહિને પેન્શન મેળવવા શું કરશો.

ટેક્સ બચાવવામાં મળશે મદદ

અટલ પેન્શન યોજનામાં સુરક્ષાની સાથે રોકાણકારોને સારું વળતર મળે છે. યોજના હેઠળ, પતિ અને પત્ની 2 અલગ ખાતા ખોલીને 10,000 રૂપિયાનું માસિક પેન્શન મેળવી શકે છે. એટલું જ નહીં મોદી સરકારની આ યોજનાનો એક ફાયદો એ છે કે તે રોકાણકારોને ટેક્સ બચાવવામાં પણ મદદ કરે છે.

મહિને 5000 પેન્શન મેળવવા કેટલું રોકાણ કરશો ?

 મોદી સરકારની આ યોજના હેઠળ તમે રૂ. 1,000 અથવા રૂ. 2,000 અથવા રૂ. 3,000 અથવા રૂ. 4,000 અથવા વધુમાં વધુ રૂ. 5,000 નું રોકાણ કરી શકો છે.  જો કોઇ વ્યક્તિ 5,000 રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માંગે છે, તો તેણે 18 વર્ષની ઉંમરથી દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે.

માસિક રુ.10,000 પેન્શન કેવી રીતે મળશે ?

જો કોઈ પરિણીત યુગલ દર મહિને 10,000 રૂપિયા પેન્શન મેળવવા માંગે  તો તેઓ આ યોજના હેઠળ અલગથી તેમનું ખાતું ખોલાવી શકે છે. આમ કરવાથી તેમને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન મળશે. જો પતિ-પત્નીની ઉંમર 30 વર્ષ કે તેથી ઓછી હોય, તો તેઓએ તેમના અટલ પેન્શન યોજના ખાતામાં દર મહિને 577 રૂપિયાનું યોગદાન આપવું પડશે.

શું છે અટલ પેન્શન યોજના ? 

કેન્દ્ર સરકાર દ્વારા 1 જૂન,2015થી અટલ પેન્શન યોજના શરુ કરી છે. આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને બેંક-પોસ્ટના ખાતામાં પ્રીમિયમ જમા કરાવવાનું હોય છે. જેના માટે લાભાર્થીની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઇએ. નિયમિત પ્રિમીયમ ભર્યા બાદ 60 વર્ષની ઉંમરે 1 હજારથી 5 હજાર સુધીનું પેન્શન મળવાનું ચાલુ રહેશે.

APY ખાતું કઈ રીતે ખોલાવી શકાય ?

  • જે બેંકમાં બચત ખાતું ધરાવતા હોય તે બેંક બ્રાન્યનો સપર્ક કરવો.
  • APY નોંધણી ફોર્મ ભરવું.
  • આધાર / મોબાઇલ નંબર આપવો.
  • માસિક ફાળાના ટ્રાન્સફર માટે બેંક બચત ખાતામાં જરૂરી રકમ જમા હોય તેની ખાતરી રાખવી.

સંકળાયેલા મુદ્દાઓ

000 Atal Pension Yojna ખાતુ ખોલાવો પરિણીત યુગલ પેન્શન ભવિષ્ય મહિને 10 Central Government
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ