બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / astrology tips do not keep these 6 things in purse

ધર્મ / પર્સમાં ક્યારેય ભૂલથી પણ ન મુકો આ 6 વસ્તુઓ, ધન ખર્ચ અને આર્થિક તંગીથી વધી જશે મુશ્કેલીઓ

Arohi

Last Updated: 05:50 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astrology Tips: જે પ્રકારે તિજોરીમાં ધન રાખવા માટે અમુક વાતોનું ધ્યાન રાખવામાં આવે છે જેત પ્રકારે પર્સ માટે પણ અમુક નિયમ છે. જો તમે તે વાતોને ધ્યાનમાં નહીં રાખો તો તમારા પર્સમાં રૂપિયા નહીં ટકે.

  • પર્સમાં ક્યારેય ન રાખો આ 6 વસ્તુઓ 
  • નહીં તો માતા લક્ષ્મી થઈ જશે નારાજ 
  • ધન ખર્ચ અને આર્થિક તંગીથી થઈ જશો પરેશાન 

વાસ્તુમાં જે પ્રકારે તિજોરીમાં ધન રાખવા માટે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે તે પ્રકારે પર્સ માટે પણ અમુક નિયમ છે. જો તમે તે વાતોને ધ્યાનમાં નહીં રાખો તો તમારા પર્સમાં રૂપિયા નહીં ટકે. ધન ખર્ચ વધશે જેનાથી તમારી બચત પ્રભાવિત થઈ શકે છે. 

પર્સમાં ન મુકો આ 6 વસ્તુઓ 
ચાવી 

તમારે પોતાના પર્સમાં ચાવી ન રાખવી જોઈએ. એવી માન્યતા છે કે પર્સમાં ચાવી રાખવાથી બિઝનેસ કરનાર લોકોને ધનનું નુકસાન ઉઠાવવું પડી શકે છે. તમારા બિઝનેસ પર નકારાત્મક અસર પડી શકે છે. 
 
યોગ્ય રીતે મુકો નોટ 
તમારા પર્સમાં નોટોને યોગ્ય રીતે મુકો, તેને વાળીને ન મુકો. કપાયેલી નોટોને પર્સમાં રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારી પાસે રૂપિયા નહીં ટકે. માન્યતા છે કે ફાટેલી નોટોને રાખવાથી તમારૂ દુર્ભાગ્ય વધી શકે છે. પર્સમાં રૂપિયા સીધા રાખો અને સિક્કાને સિક્કા વાળા ખિસ્સામાં રાખવા જોઈએ. 

દવાઓ 
પર્સની અંદર દવાઓ, બ્લેડ, ચપ્પુ જેવી વસ્તુઓ ન રાખવી જોઈએ. આ નકારાત્મક પ્રભાવ આપે છે. તેનાથી તમારા ધન પર નકારાત્મક અસર પડી શકે છે. અચાનક ધન ખર્ચ વધી શકે છે. 

બિલ 
પર્સમાં ક્યારેય ન રાખો બિલ. માન્યતા છે કે આમ કરવાથી તમારા પર લોકોનું ઉધાર વધી શકે છે. તમારા પર દેવાદારી વધવાથી ધનનો અભાવ થશે. બચત ઓછી થશે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. બિલ ઉપરાંત નકામા કાગળ, ઉધારના રૂપિયા વગેરે પર્સમાં ન રાખો. 

મૃત વ્યક્તિનો ફોટો 
પર્સમાં મૃત વ્યક્તિનો ફોટો ક્યારેય ન રાખવો જોઈએ. આમ કરવાથી તમારા પર દેવું વધી શકે છે અને તમારી નાણાકીય સ્થિતિ ખરાબ થઈ શકે છે. 

તમારા પર્સમાં દેવી-દેવતાઓનો ફોટો ન રાખવો જોઈએ. તે સ્થાન માતા લક્ષ્મીનું છે. પર્સ ક્યારેય ફાટેલું, જુનુ કે ગંદુ ન હોવું જોઈએ. તેનાથી દુર્ભાગ્ય અને વાસ્તુ દોષ વધે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ