બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / astrology these planets will angry if bad relation with mother and father not get success in life

જ્યોતિષ શાસ્ત્ર / ભૂલથી પણ માતા-પિતા સાથે આવો વ્યવહાર ન કરતા, નહીં તો આ બે ગ્રહો થઇ જશે નારાજ, જીવનમાં ક્યારેય નહીં થાય પ્રગતિ

Manisha Jogi

Last Updated: 09:50 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રોમાં માતા-પિતાને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ કારણોસર માતા-પિતાનું અપમાન ના કરવું. માતા-પિતાનું અપમાન કરવાને કારણે સંબંધ ખરાબ થવાની સાથે સાથે કુંડળીમાં કેટલાક ગ્રહ પર પણ અસર થાય છે.

  • શાસ્ત્રોમાં માતા-પિતાને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવ્યો છે
  • માતા-પિતાનું અપમાન કરવાથી જીવનમાં અસફળતા મળે છે
  • કુંડળીમાં દોષ લાગી જાય છે અને અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે

માતા-પિતાના આશીર્વાદથી બાળકોને હંમેશા સફળતા મળે છે. જે બાળકો માતા-પિતાનું અપમાન કરે છે, તેઓ ક્યારેય પણ જીવનમાં આગળ વધી શકતા નથી. શાસ્ત્રોમાં માતા-પિતાને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ કારણોસર માતા-પિતાનું અપમાન ના કરવું. માતા-પિતાનું અપમાન કરવાને કારણે સંબંધ ખરાબ થવાની સાથે સાથે કુંડળીમાં કેટલાક ગ્રહ પર પણ અસર થાય છે. જો તમે તમારા માતા-પિતાનું અપમાન કરો છો, તો તમારે પણ આ ગ્રહોના દુષ્પ્રભાવનો સામનો કરવો પડી શકે છે. 

કયા ગ્રહનો પિતા સાથે સંબંધ હોય છે

  • પિતાનો સૂર્ય ગ્રહ સાથે સંબંધ હોય છે. જે બાળકો પિતાનું સમ્માન કરતા નથી અને તેમનાથી દૂર રહે છે, તેમની કુંડળીમાં સૂર્ય નબળો રહે છે. ઉપરાંત અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. 
  • કુંડળીમાં સૂર્ય નબળો હોવાને કારણે શારીરિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આંખો અને હ્રદય સંબંધિત પરેશાની ઊભી થાય છે. મહેનત કરવા છતાં પણ માન સમ્માન તથા સફળતા મળતી નથી. 
  • જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને પિતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શનિદેવ સૂર્યના પુત્ર છે, તેથી પિતા-પુત્રના સંબંધ માટે સૂર્ય અને શનિની પરસ્પર સ્થિતિ જોવામાં આવે છે. પિતા-પુત્રના સંબંધ ખરાબ થાય તો સૂર્ય અને શનિની અશુભ અસરનો સામનો કરવો પડે છે. 

કયા ગ્રહનો માતા સાથે સંબંધ હોય છે

  • માતાનું અપમાન કરવાને કારણે કુંડળીમાં ચંદ્રદોષ લાગે છે અને આ પ્રકારના લોકો જીવનમાં સફળતા મેળવી શકતા. જીવનમાં અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. 
  • જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને માતૃભાવનો ગ્રહ માનવામાં આવે છે. માઁ સાથે સંબંધ ખરાબ થાય તો ચંદ્ર પર અસર થાય છે. આ કારણોસર ચંદ્ર દોષ લાગતા જીવનમાં સુખ અને શાંતિનો નાશ થાય છે. 
  • કુંડળીમાં ચંદ્રદોષ લાગવાને કારણે અનેક બિમારીઓનો ભોગ બની શકો છો, આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આ કારણોસર માતા સાથે સારા સંબંધ રાખવા અને હંમેશા તેમનું સમ્માન કરવું. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ