બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / ચૂંટણી 2019 / Assembly Election 2019 Voting Starts in Few Minutes, Maharashtra and Haryana Election live updates

વિધાનસભા ચૂંટણી 2019 / મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદારો સુશ્ક, સરેરાશ માત્ર 57 ટકા મતદાન

Bhushita

Last Updated: 06:42 PM, 21 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય ચૂંટણી બાદ દેશની પહેલી મોટી ચૂંટણી માનવામાં આવી રહેલી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું. મહારાષ્ટ્રમાં તમામ 288 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયુ હતું. આ ઉપરાંત દેશના વિભિન્ન રાજ્યોની 51 બેઠકો પર પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાયુ હતું. મહારાષ્ટ્રમાં 55.48 ટકા જ્યારે હરિયાણામાં 61.92 ટકા મતદાન નોંધાયું.

  • સરેરાશ માત્ર 57 ટકા મતદાન નોંધાયું
  • મહારાષ્ટ્રમાં 55.48 ટકા, હરિયાણામાં 61.92 ટકા મતદાન નોંધાયું
  • મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે કુલ 55.48 ટકા વોટિંગ થયું

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કુલ 55.48 ટકા વોટિંગ થયું છે. જ્યારે હરિયાણાની વિધાનસભાની 90 બેઠકો માટેની ચૂંટણીમાં કુલ 61.92 ટકા મતદાન નોંધાયું. મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વમાં એકવાર ફરી વાપસી માટે મેદાન પર છે. સરેરાશ માત્ર 57 ટકા મતદાન નોંધાયું.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે પૂણેના એનસીએલ સ્કૂલ પોલિંગ બુથે મતદાન કર્યું

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે પૂણેના એનસીએલ સ્કૂલના પોલિંગ બૂથ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સાંજે 5 વાગ્યા સુધીમાં 44.05 ટકા વોટિંગ નોંધાયું. જ્યારે બીજી તરફ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી 51.93 ટકા મતદાન નોંધવામાં આવ્યું. 

 

બોલીવુડ એક્ટર સલમાન ખાને વોટિંગ કર્યું

બોલીવુડના લોકપ્રિય એક્ટર સલમાન ખાને મુંબઇના બાંદ્રા (વેસ્ટ)ના એક પોલિંગ બૂથ પર વોટ નાંખ્યો. મહારાષ્ટ્રમાં બપોરે 3 વાગ્યા સુધી 43.78 ટકા વોટિંગ નોંધાયું. જ્યારે હરિયામાં બપોરે 3.30 વાગ્યા સુધીમાં 50.59 ટકા વોટિંગ નોંધાયું. 

 

મહારાષ્ટ્રમાં 3 વાગ્યા સુધી 34 ટકા વોટિંગ નોંધાયું

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને પગલે બપોરે 3 વાગ્યા સુધી 34 ટકા વોટિંગ નોંધવામાં આવ્યું. ત્યારે જાણિતા અભિનેત્રી જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચને મુંબઇના જુહુમાં મતદાન કર્યું. 

હરિયાણામાં 3 વાગ્યા સુધી 43.89 ટકા વોટિંગ

હરિયાણા વિધાનસભા માટે બપોરે 3 વાગ્યા સુધી 43.89 ટકા વોટિંગ થયું. જ્યારે 2 વાગ્યા સુધી 36.24 ટકા વોટિંગ થયું. ફિરોજપુર ઝિરકાના મલહાકા ગામમાં બોગસ વોટિંગ નાંખવા પર બે જુથો વચ્ચે ઘર્ષણ થયું. તથા ફાયરિંગની પણ સુચના મળી છે. જેમા એક મહિલા સહિત 5 ઘાયલ થયા. બનાવને પગલે થોડી વાર માટે વોટિંગ રોકવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ચાલી રહેલા મતદાન દરમિયાન જાવેદ અખ્તરે કર્યું મતદાન. 

શબાના આઝમી, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, ઋતિવક રોશને પણ મુંબઈમાં પોતાના મતનો ઉપયોગ કર્યો અને મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં સવારથી શરૂ થયેલું મતદાન બપોરે 2 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 30.76 ટકા, હરિયાણામાં 37.24 અને સરેરાશ મતદાન 31.81 ટકાને પાર થયું.

સ્મૃતિ ઈરાનીએ આપ્યો મત
વોટિંગ બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મુંબઈ મારી કર્મભૂમિ છે. 93 વર્ષના આ વડીલ જે આર્મીમાં ફરજ બજાવી ચૂક્યા છે તેમના આર્શિવાદ મારી ખ્યાતિ છે. લોકતંત્રના ઉત્સવમાં દરેક વ્યક્તિ અધિકારોનો ઉપયોગ કરી રહ્યા છે તે અમારી તાકાત છે. લોકોને વિનંતી કરી કે વોટિંગ કરો. 

બપોરના 1 વાગ્યે હરિયાણામાં મતદાન 31.70 અને મહારાષ્ટ્રમાં 20.55 પહોંચ્યું, સરેરાશ મતદાન 22.36 ટકા થયું.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાનમાં હાજર રહ્યા આ સ્ટાર્સ

  • ગોવિંદાએ પત્ની સાથે મુંબઇમાં મતદાન કર્યું. મતદાન બાદ ગોવિંદાએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. 
  • મુંબઈમાં સોહેલ ખાને કર્યું મતદાન
  • મુંબઈમાં અભિનેતા પ્રેમ ચોપડાએ કર્યું મતદાન

રામદાસ અઠાવલેએ કર્યું મતદાન
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મુંબઇમાં મતદાન કર્યું હતું. આ દરમિયાન તેઓએ કહ્યું કે મહારાષ્ટ્રમાં અમને ભારે બહુમત મળશે. અને અમે 5 વર્ષમાં જે કામ કર્યા છે અને આગામી સમયમાં જે કામ કરવાના છે. તે અમે જનતાને જણાવ્યા છે. જેથી જનતા અમારી સાથે જ રહેશે.

સચિન તેડુંલકરે કર્યું મતદાન

સચિન તેંડુલકરે પત્ની અંજલી અને તેમના દીકરા અર્જુન સાથે મુંબઈમાં બાંદ્રા વેસ્ટના મતદાન મથકે વોટિંગ કર્યું.

બપોર સુધીમાં હરિયાણાના મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રમાં નિરસ મતદાન જોવા મળ્યું. 4 કલાકમાં સરેરાશ 17.56 % મતદાન થયું. મહારાષ્ટ્રમાં 16.48 ટકા અને હરિયાણામાં 23.12 ટકા મતદાન થયું હતું.

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કર્યું મતદાન

ઉદ્ધવ ઠાકરે પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે લોકોને મત આપવા અપીલ કરી હતી. ઉજવળ મહારાષ્ટ્ર માટે મત જરૂર આપો એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. આ સાથે આદિત્ય ઠાકરેએ કહ્યું કે જનતા મારી જીત માટે પ્રાર્થના કરે.

ભૂપેન્દ્રસિંહ હૂડાના પત્નીનું આ રીતે થયું સ્વાગત

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હૂડાના પત્ની મતદાન પહેલા પોતાના ગામ સાંઘીની મુલાકાતે પહોંચ્યા હતા. રોહતકમાં આવેલા સાંઘી ગામમાં તેઓએ મંદિરમાં પૂજા કરી હતી. તો સાથે જ લોકોએ પારંપરિક રીતે નૃત્ય કરી તેમનું સ્વાગત કર્યું હતું.

આ સેલિબ્રિટીઓએ કર્યું મતદાન

  • એક્ટર આમિર ખાને બાંદ્રા વેસ્ટથી વોટિંગ કર્યું. વોટિંગ સમયે તેઓએ અન્ય લોકોને પણ વોટિંગ કરવા અપીલ કરી હતી.
  • અભિનેત્રી માધુરી દિક્ષિતે પણ બાંદ્રા વેસ્ટ મતદાન મથકે જઈને વોટિંગ કર્યું હતું.
  • એક્ટર રિતેશ દેશમુખે પત્ની અને અભિનેત્રી જેનિલિયા ડિસૂઝા સાથે કર્યું વોટિંગ. વોટિગ સમયે રિતેશે કહ્યું કે મારા બે ભાઈઓ જીતશે તેવો મને વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના બે દિકરા અમિત અને ધીરજ કોંગ્રેસની ટિકિટ પર લડી રહ્યા છે. અમિત લાતૂર શહેરી વિધાનસભાથી અને ધીરજ લાતૂર ગ્રામીણ વિધાનસભાથી લડી રહ્યા છે. 

દેવેન્દ્ર ફડણવીસ પહોંચ્યા મતદાન કરવા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી ચૂક્યા છે. તેઓએ પત્ની સાથે મતદાન કર્યું હતું.

સવારે 11 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 14.34, હરિયાણામાં 21.58 ટકા મતદાન, સરેરાશ મતદાન 15.52 ટકા થયું.

મીણબત્તીના અજવાળામાં કર્યું મતદાન

મહારાષ્ટ્રના પૂણાના શિવાજી નગરમાં અચાનક લાઈટો જતી રહી હતી. મતદાતાઓએ મીણબત્તીના અજવાળામાં મતદાન કર્યું. વીજ વિભાગે ટેકનિકલ ખામી હોવાનું કારણ જણાવ્યું હતું. પરંતુ વીજ પ્રવાહની મતદાન પર કોઈ અસર જોવા મળી નહીં. 

લોકો ભાજપ વિરુદ્ધ મતદાન કરશેઃ પવાર

NCP નેતા શરદ પવારે મુંબઈમાં પોતાના મત વિસ્તારમાં આપ્યો મત. આ સાથે તેઓએ અન્ય સ્થાનિકોને મતદાન કરવાની પણ અપીલ કરી હતી. 

મહેશ ભૂપતિ- લારા દત્તાએ કર્યું મતદાન

પૂર્વ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિએ પત્ની અને અભિનેત્રી લારા લત્તા સાથે મતદાન કર્યું. ભૂપતિ અને લારાએ બાંદ્રા પશ્ચિમમાંથી મતદાન કર્યું છે. 

INLD નેતા અભય ચૌટાલાએ કર્યું મતદાન

INLD નેતા અભય ચૌટાલાએ હરિયાણાના સિરસામાં મતદાન કર્યું. ત્યારે આ દરમિયાન તેઓએ કહ્યું કે, હરિયાણામાં ભાજપ સત્તા બહાર થઇ જશે. અને અમારા સમર્થન વિના હરિયાણામાં સરકાર નહીં બની શકે.

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનું નિવેદન

મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે ''પરિવારની પરિક્રમાનો યુગ હવે ખતમ થઇ ગયો''. ''આ પરિશ્રમ, પ્રદર્શન અને પરિણામનો યુગ છે''. ''એક સારી સરકાર બનાવવા માટે મતદાન કરે''. ''લોકો વધુમાં વધુ મતદાન કરે''.

રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે કર્યું મતદાન

તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે પણ નાગપુરમાં મતદાન કર્યું છે. બનવારીલાલ પુરોહિત પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. સાથે જ તેમણે લોકોને પણ અપીલ કરી કે વધુમાં વધુ મતદાન કરો. સાથે જ યુવાનોને મતદાન કરવા માટે ઘર બહાર નીકળવી અપીલ કરી છે.

હરિયાણાના CMએ કર્યું મતદાન

હરિયાણાના મુખ્યમંત્રી સાયકલ લઈને મતદાન કેન્દ્ર પહોંચ્યા. મનોહરલાલ ખટ્ટરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. 

મહારાષ્ટ્રમાં વરસાદ વચ્ચે મતદાન

મહારાષ્ટ્રના લાતુરમાં વરસાદમાં પણ લોકો મતદાન કરી રહ્યા છે. મુંબઈમાં હાલ સુધીમાં 6 ટકા મતદાન થયું છે. હરિયાણામાં 9.30 સુધીમાં 7.43 ટકાનું મતદાન અને મહારાષ્ટ્રમાં 9.30 સુધીમાં 4.17 ટકાનું મતદાન થયું છે. 

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કર્યું મતદાન

મુંબઈથી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કર્યું મતદાન. આ સાથે તેઓએ લોકોમાં ફરીથી મોદીજી અને ફડણવીસની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સુપ્રિયા સુલેએ કર્યું વોટિંગ

NCP નેતા શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્રમાં વોટિંગ કર્યું.

રવિ કિશને કર્યું વોટિંગ

યૂપીના ગોરખપુરથી સાંસદ અને એક્ટર રવિ કિશને મુંબઈમાં પોતાના વોટનો ઉપયોગ કર્યો. તેઓએ ગોરેગાંવથી વોટિંગ કર્યું જ્યારે અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીએ અંધેરી પશ્ચિમથી વોટિંગ કર્યું.

વોટરોને લઈ જતી બસનો એક્સીડન્ટ, 3ના સ્થળ પર જ થયા મોત, 15 લોકો ઘાયલ

વોટિંગ સમયે પુણાની નજીક એક મોટો એક્સીડન્ટ થયો. મુંબઈ પુના એક્સપ્રેસ વે પર સોમવારે સવારે 4 વાગે એક બસ દુર્ઘટના ગ્રસ્ત થઈ હતી. તેમાં 3 લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 15 લોકો ઘાયલ થયા હતા. આ બસમાં લગભગ 45 લોકો જઈ રહ્યા હતા. આ દરેક મુંબઈના કરાડથી નીકળ્યા હતા. બસ બઉર ગામ પાસેથી પસાર થઈ હતી ત્યારે સડકના કિનારે એક ટ્રક સાથે અથડાઈ અને અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. 

નાગપુરમાં નિતિન ગડકરીએ કર્યું મતદાન

કેન્દ્રીય મંત્રી અને BJPના વરિષ્ઠ નેતા નિતિન ગડકરીએ પોતાના મતનો ઉપયોગ કર્યો. ગડકરીએ પરિવારની સાથે નાગપુરમાં વોટિંગ કર્યું. વોટિંગ બાદ તેઓએ જનતાને વધારે ને વધારે મતદાન કરવાનો આગ્રહ કર્યો. એક વાર ફરી દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી બનાવાનો વિશ્વાસ દેખાડ્યો.

અજીત પવારે કર્યું મતદાન
એનસીપી નેતા અજીત પવારે મતદાન કર્યું છે. પવાર બારામતી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે બીજેપીથી ગોપીચંદ પાડલકર છે. 

ગુરુગ્રામમાં વોટિંગ રોકાયું

હરિયાણામાં ગુરુગ્રામમાં બૂથ નંબર 286 પર મતદાન રોકાઈ ગયું છે. બૂથ પર ઈવીએમએ કામ કરવાનું બંધ કર્યું છે જેના કારણે વોટિંગ રોકાઈ ગયું છે. 

અભિનેત્રી શોભા ખોટેએ કર્યું મતદાન

બોલિવુડની જાણીતી અભિનેત્રી શોભા ખોટેએ પોતાના મતનો ઉપયોગ કર્યો. તેઓએ અંધેરી પશ્વિમ વિધાનસભાની બેઠકમાં વોટિંગ કર્યું.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે કર્યું મતદાન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે સવારમાં જ મતદાન કર્યું હતું. મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું. વોટ કર્યા પછી તેઓએ લોકોને વધુને વધુ પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરી હતી.

PM મોદીએ મતદાતાઓને કરી અપીલ

પીએમ મોદીએ મહારાષ્ટ્ર અને હરિયાણાના મતદાતાઓને વધુ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ મતદાન શરૂ થતાં પહેલાં ટ્વિટ કરી.

મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે વિધાનસભાની ચૂંટણી 2019ને માટે મતદાન થઈ રહ્યું છે. આ સાથે અન્ય 17 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 51 વિધાનસભાની બેઠકો અને 2 લોકસભાની બેઠકોને માટે મતદાન થયું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એક તરફ BJP - શિવસેનાનું ગઠબંધન છે તો અન્ય તરફ કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન છે. આજે હરિયાણાની 90 વિધાનસભાની સીટ માટે મતદાન પણ થયું. અહીં બીજેપી અને કોંગ્રેસની વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. મતદાનને લઈને સુરક્ષા માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. 
 

મહારાષ્ટ્ર અને હરિયાણામાં શરૂ થયું મતદાન

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને માટે મતદાન શરૂ થયું છે. મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 બેઠકો માટે વોટિંગ કરવામાં આવી રહ્યું છે. બંને રાજ્યોના પરિણામ 24 ઓક્ટોબરે આવશે. નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના પ્રમુખ મોહન ભાગવત મતદાન કરવા પહોંચી ચૂક્યા છે. 

આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણીનો જંગ, 378 બેઠકો પર મતદાન

હરિયાણાનો ચૂંટણી જંગ

હરિયાણામાં મતદારોની કુલ સંખ્યા 18,282,570 છે. હરિયાણાની 90 બેઠકો પર કુલ 1169 ઉમેદવારો છે, જેમાંથી 104 મહિલાઓ છે. ભાજપ અને કોંગ્રેસ તમામ 90 બેઠકો પર લડી રહી છે, જ્યારે બસપા 87 અને આઈએનએલડી 81 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. સીપીઆઈ ચાર અને સીપીઆઈ-એમ સાત બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે અપક્ષોની સંખ્યા 434 છે. 21 ઓક્ટોબરે કુલ 19,578 મતદાન મથકો મતદાન કરશે.

મહારાષ્ટ્રમાં આવો છે ચૂંટણીનો જંગ

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે. આ બેઠકો પર કુલ 3,237 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. તેમાંથી 235 મહિલા ઉમેદવારો છે, જ્યારે 3,001 પુરુષ ઉમેદવારો છે. આ સિવાય ત્રીજો લિંગ પણ મેદાનમાં છે. મતદાન માટે 96 હજાર 661 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. કુલ 8 કરોડ 97 લાખ 22 હજાર 19 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીમાં ભાજપ, શિવસેના, કોંગ્રેસ, એનસીપી, બસપા, સીપીઆઈ અને સીપીઆઈએમ સહિત અન્ય રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા કર્યા છે. ભાજપે 164, કોંગ્રેસ 147, શિવસેના 126, એનસીપી 121, મનસે 101 અને બસપા 262 બેઠકો પર ઉમેદવાર ઉભા કર્યા છે.

મુંબઈમાં મતદાન પહેલાની તૈયારીઓ પૂરી કરતા ચૂંટણી આયોગના અધિકારીઓ

કડક સુરક્ષા વચ્ચે યોજાશે મતદાન

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ માટે  મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ચૂંટણીને પગલે સુરક્ષાને માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતદાન મથકોથી લઈને સડકો સુધી મોટી સંખ્યામાં સુરક્ષા દળ ગોઠવવામાં આવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Assembly elections 2019 Haryana Haryana Assembly Polls Haryana Assembly election Live updates Maharashtra Maharashtra assembly election Voting assembly election મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 વોટિંગ હરિયાણા Assembly Election 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ