બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / ચૂંટણી 2019 / Assembly Election 2019 Vote Counting For Maharashtra and Haryana Polls Results
ADVERTISEMENT
ભાજપ સંસદીય બોર્ડની બેઠક પૂર્ણ
ભાજપ સંસદીય બોર્ડની બેઠક પૂર્ણ થઇ ચૂકી છે. બેઠકમાં મહારાષ્ટ્ર અને હરિયાણાના ચૂંટણી પરિણામો પર ચર્ચા થઇ હતી. બન્ને રાજ્યોમાં સરકારના ગઠનને લઇને જે પણ નિર્ણય લેવાય તેના માટે અધ્યક્ષ અમિત શાહને પાર્લામેન્ટ્રી બોર્ડે અધિકૃત કર્યા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જાણકારી મળી રહી છે ભાજપ અહીં જેજેપીના સમર્થનથી સરકાર બનાવી શકે છે. આ વચ્ચે ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે મનોહરલાલ ખટ્ટર અને દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે.
પીએમ મોદીએ જનતાનો આભાર વ્યક્ત કર્યો
દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ અને જેપી નડ્ડા ઉપસ્થિત રહ્યા. જ્યાંથી પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા.
પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્ર અને હરિયાણાની જનતાએ ભાજપ પ્રત્યે જે વિશ્વાસ રાખ્યો છે તેના માટે હું આભાર વ્યક્ત કરું છું. પીએમ મોદીએ કહ્યું કે દિવાળી પહેલા જનતાએ આશીર્વાદ આપ્યા. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ મહારાષ્ટ્ર એકમ અને ભાજપ હરિયાણા એકમના તમામ પદાધિકારી, તમામ કાર્યકર્તા, તેમણે પણ જનતાનો વિશ્વાસ જીતવામાં અથાગ પ્રયાસ કર્યા, લોકોના આશીર્વાદ મેળવ્યા, તેમનો પણ ખુબ ખુબ આભાર માનું છું.
ADVERTISEMENT
Prime Minister Narendra Modi: The political pundits who are analysing today's election results, Haryana in itself is an exceptional win since these days there have been less instances of winning again after completing a 5 year term. pic.twitter.com/RrcvftZpPE
— ANI (@ANI) October 24, 2019
ADVERTISEMENT
અમિત શાહે કાર્યકર્તાનો માન્યો આભાર
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે કાર્યકર્તાને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે બંને રાજ્યોમાં ભાજપની જીતને લઈને દેવેન્દ્ર ફડણવીસ અને મનોહરલાલ ખટ્ટરની કામગીરીના વખાણ કર્યા હતા. સાથે બંને રાજ્યોમાં 5 વર્ષના શાસન દરમિયાન સરકારની કામગીરી પણ ગણાવી હતી.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ટ્વિટ કર્યું. જનતા અને કાર્યકર્તાઓનો આભાર માન્યો.
I thank the people of Haryana for blessing us. We will continue to work with the same zeal and dedication for the state’s progress. I laud the efforts of hardworking @BJP4Haryana Karyakartas who toiled extensively and went among the people to elaborate on our development agenda.
— Narendra Modi (@narendramodi) October 24, 2019
ADVERTISEMENT
ચૂંટણી પરિણામો પર ભાજપનું મંથન
મહારાષ્ટ્ર અને હરિયાણાના ચૂંટણી પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધન સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમત મળતા દેખાઇ રહ્યા છે, જ્યારે હરિયાણામાં તેઓ જાદુઇ નંબરથી દૂર રહી ગઇ છે. ચૂંટણી પરિણામો પર મંથન માટે ભાજપના સંસદીય બોર્ડની બેઠક બોલાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ બેઠક મળી છે. આ બેઠક દિલ્હીમાં પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે યોજવામાં આવી છે.
અમિત શાહે જીતની આપી શુભેચ્છા
હરિયાણાના પરિણામો પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાને શુભેચ્છા આપી છે. શાહે ટ્વીટમાં લખ્યું છે કે ગત 5 વર્ષોમાં મોદીના કેન્દ્રીય નેતૃત્વમાં ખટ્ટર સરકારને હરિયાણાની જનતાને હરિયાણાની જનતાએ કલ્યાણ માટ તમામ સંભવ પ્રયાસ કર્યા. ભાજપને સૌથી મોટી પાર્ટી બનાવીને ફરી સેવા આપવાનો મોકો આપવા માટે જનતાનો આભાર વ્યક્ત કરું છું. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, સુભાષ બરાલા અને તમામ કાર્યકર્તાઓનો આભાર, આ સિવાય શાહે મહારાષ્ટ્રની જીત પર મુખ્યમંત્રી ફડણવીસને પણ શુભેચ્છા પાઠવી છે.
હરિયાણામાં ખટ્ટર દાવો રજૂ કરી શકે છે
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સરકાર બનાવવા માટે દાવો રજૂ કરી શકે છે. ખટ્ટરે હરિયાણાના રાજ્યપાલ સત્યવ્રત નારાયણ આર્યએ સાંજ 6 વાગ્યે મળવાનો સમય માંગ્યો છે.
ભાજપને સમર્થન આપશે JJP: સૂત્ર
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી હરિયાણામાં સરકાર બનાવવા માટે ભાજપને સમર્થન આપશે. જોકે, આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે જેજેપી કોંગ્રેસને સમર્થન આપવા માટે મુખ્યમંત્રી પદની શરત રાખી હતી પરંતુ હવે જે જાણકારી મળી રહી છે તે સમીકરણ બદલનારી છે. હરિયાણામાં જેજેપી ભાજપને ટેકો આપી શકે છે.
મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ પર ફડણવીસનું નિવેદન
ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના મળીને સરકાર બનાવશે. ભાજપના 70 ટકા ઉમેદવારો જીત્યા છે. જીત અપાવવા માટે મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો છે. બળવાખોરોને કારણે પક્ષને નુકશાન થયું છે. પંકજા મુંડેની હારનું દુઃખ છે. મંત્રીઓની હાર પર ભાજપ મનોમંથન કરશે.
ADVERTISEMENT
Maharashtra CM Devendra Fadnavis: We are going to go ahead according to what has been decided between Shiv Sena and us (BJP). What has been decided is something which you will get to know when the time is right. #MaharashtraAssemblyPolls pic.twitter.com/hKBAXes6cE
— ANI (@ANI) October 24, 2019
મંત્રીમંડળમાં 50-50 ટકાનો ફોર્મુલા અપનાવવો પડશેઃ ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્ર ચૂંટણી પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાનો આભાર. રાષ્ટ્રીય પક્ષોની આંખ ઉઘાડનારો જનાદેશ છે. આગામી 5 વર્ષ જવાબદારીથી કામ કરવુ પડશે. ઉદ્ધવ ઠાકરેએ ભાજપને સમજૂતિ યાદ કરાવી હતી. તેમણે કહ્યું કે, મંત્રીમંડળમાં 50-50 ટકાનો ફોર્મુલા અપનાવવો પડશે. CM કોણ હશે તે મહત્વનો સવાલ છે. શિવસેનાના ધારાસભ્યએ આદિત્ય ઠાકરેને CM પદની માગ કરી છે. ચૂંટણી પરિણામો સ્પષ્ટ થયા બાદ BJP સાથે ચર્ચા છે. મહારાષ્ટ્રની જનતાએ જાગૃત થઈને મતદાન કર્યુ છે. આદિત્ય પર ગર્વ છે.
Shiv Sena chief Uddhav Thackeray: The 50-50 formula was decided. Discussions should be held and then it should be decided that who would be the Chief Minister (of Maharashtra). pic.twitter.com/YuSvKDZfhe
— ANI (@ANI) October 24, 2019
વરલી વિધાનસભા બેઠકથી જીત્યા આદિત્ય ઠાકરે
આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ઠાકરે પરિવાર માટે ઐતિહાસિક રહી છે. પ્રથમ વખત પરિવારનો કોઇ સભ્ય ચૂંટણી મેદાનમાં ઉતર્યો છે. તેની સાથે જ ઠાકરે પરિવારનો પ્રથમ સભ્ય ધારાસભ્ય પણ બની ગયો છે. વરલી બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે ચૂંટણી જીતી ગયા છે. જણાવી દઇએ કે મુંબઇની આ બેઠક શિવસેના માટે ગઢ માનવામાં આવે છે.
Mumbai: Shiv Sena's Aditya Thackeray collects his winning certificate. He has won from Worli Assembly constituency. #MaharashtraAssemblyPolls pic.twitter.com/e6OjlaTfmT
— ANI (@ANI) October 24, 2019
મહારાષ્ટ્રઃ આદિત્યને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે માટે પોતાની વિધાનસભા બેઠક વરલી છોડનારા શિવસેના ધારાસભ્ય સુશીલ શિંદેએ ચૂંટણી પરિણામો વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. સુશીલ શિંદે તરફથી માંગ કરવામાં આવી છે કે આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવામાં આવે, કારણ કે તેવી જનતાની ઇચ્છા છે. જણાવી દઇએ કે ચૂંટણી પહેલા પણ શિવસેના તરફથી મુખ્ય પદની માંગ ઉઠતી રહી છે.
મહારાષ્ટ્રઃ પંકજા મુંડેની હાર
બીડના પરલી વિધાનસભા બેઠકના ઉમેદવાર પંકજા ગોપીનાથ મુંડે ચૂંટણી હારી ગયા છે. મહત્વનું છે કે તેમના પિતરાઇ ભાઇ અને એનસીપી ઉમેદવાર ધનન્જય મુંડેએ હરાવ્યા છે. ધનન્જયએ 30768 મતોથી પંકજાને હરાવ્યા છે. પંકજા ભાજપના સ્વર્ગીય નેતા ગોપીનાથ મુંડેની દીકરી છે.
હરિયાણાઃ હુડ્ડાની અપીલ, સૌ સાથે આવે
હરિયાણા કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પરિણામોને જોતાં પ્રેસ કોન્ફરન્સની અને બીજેપીની વિરુદ્ધમાં અન્ય દળોનું સમર્થન માંગ્યું છે. હુડ્ડાએ કહ્યું કે બીજેપી સરકારની વિરુદ્ધમાં મત છે. દરેક દળ મળીને સરકાર બનાવશે અને સારી સરકાર બનશે. તેઓએ કહ્યું કે જેજેપી, નિર્દલીય વિધાયક અને ઇન્ડિયન નેશનલ લોકદળ મળીને સરકાર બનાવે.
#WATCH DS Hooda,Congress: BJP is trying to pressurize independent candidates as most of them want to join us. It can't be accepted in democracy.Independent candidates should be able to freely choose the party whom they wish to support.I want to appeal to EC about it through media pic.twitter.com/8qn3A1flJ1
— ANI (@ANI) October 24, 2019
હરિયાણામાં હાર્યા આ દિગ્ગજ
હરિયાણામાં અનેક દિગ્ગજોને હારનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રિય મીડિયા પર્સન રણદીપ સિંહ સુરજેવાલા કૈથલ સીટથી ચૂંટણી હાર્યા છે. સુરજેવાલા બીજેપીના લીલા રામથી 567 મતથી હાર્યા છે. અન્ય તરફ હરિયાણાના નાણામંત્રી અને કદાવર નેતા કેપ્ટન અભિમન્યુ નારનોંદથી ચૂંટણી હાર્યા છે. કેપ્ટન સિવાય હરિયાણા બીજેપીના અધ્યક્ષ સુભાષ બરાલા પણ ચૂંટણી હાર્યા છે.
હરિયાણાઃ દુષ્યંત બોલ્યા કોઈની સાથે વાત થઈ નથી
જેજેપીના નેતા દુષ્યન્ત ચૌટાલાએ કહ્યું કે તેમનો ફોન ગાડીમાં છે. તેમની કોઈની સાથે વાત થઈ નથી. દિલ્હીમાં પાર્ટીની આવતીકાલે બેઠક છે, ત્યારબાદ કંઈ નક્કી કરવામાં આવશે. 75 પારની વાત કરનારા હરિયાણાની જનતાએ નકારી દીધું છું કે કોંગ્રેસને તેમના ઓવર કોન્ફિડન્સનો જવાબ મળ્યો છે.
મહારાષ્ટ્રમાં 162 સુધી પહોંચ્યું બીજેપી- શિવસેનાનું ગઠબંધન
મહારાષ્ટ્રની 288 વિધાનસભાની સીટના વલણ આવી ચૂક્યા છે. 162 સીટ પર બીજેપી અને શિવસેનાના ગઠબંધન આગળ ચાલી રહ્યા છે. તેમાં બીજેપી 100 અને શિવસેના 62 સીટ પર લીડ મેળવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ 39 અને એનસીપી 54 સીટથી આગળ ચાલી રહ્યું છે. 3 સીટ પર AIMIM અને 1 સીટ પર રાજ ઠાકરેની MNS આગળ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં પરલી બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા પંકજા મુંડેની હાર થઈ ચૂકી છે.
શાહે આપ્યો ઠપકો, હરિયાણા બીજેપી અધ્યક્ષ બરાલાનું રાજીનામું
હરિયાણામાં બીજેપીને પૂર્ણ બહુમતી ન મળવાના કારણે પાર્ટીના અનેક દિગ્ગજ નેતા પણ હાર સ્વીકારતા જોવા મળી રહ્યા છે. આ સમયે હરિયાણા બીજેપીના અધ્યક્ષ સુભાષ બરાલાએ રાજીનામું આપ્યું છે. બરાલા પોતે ટોહાના સીટથી ચૂંટણી હાર્યા છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહે સુભાષ બરાલાને પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે ઠપકો આપ્યો છે.
હરિયાણામાં કોંગ્રેસ અલર્ટ
હરિયાણામાં કોઈ પાર્ટીને બહુમત ન મળવાની સ્થિતિમાં જોડતોડની ચર્ચા થવા લાગી છે. આ સમયે કોંગ્રેસ એલર્ટ જોવા મળી રહી છે. સૂત્રોના આધારે મશતી માહિતિ અનુસાર જીતનારા દરેક ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
BJPએ દિલ્હીમાં બોલાવી બેઠક
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં બીજેપી-શિવસેનાને બહુમત મળતો જોવા મળ્યો છે. પરંતુ હરિયાણાએ બીજેપીની ચિંતા વધારી છે. આ વચ્ચે દિલ્હીમાં બીજેપી મુખ્યાલયમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ બેઠક બોલાવી છે. આ બેઠકમાં હરિયાણાના પ્રભારી અનિલ જૈન પણ સામેલ રહેશે.
જેજેપીએ આવતીકાલે બોલાવી પાર્ટીની બેઠક
હરિયાણા ચૂંટણીના પરિણામોને લઈને કિંગમેકરની ભૂમિકામાં રહેલા જેજેપીના નેતા દુષ્યંત ચૌટાલાએ આવતીકાલે દિલ્હીમાં પાર્ટીની બેઠક બોલાવી છે. હરિયાણામાં બીજેપી કે કોંગ્રેસમાં કોને સમર્થન આપવું તેની પર પાર્ટી બેઠકમાં વાત કરવામાં આવશે. દુષ્યંત ચૌટાલા સીએમ પદની માગ પર અડગ છે. ચૌટાલાએ કોંગ્રેસની ઓફર ફગાવી છે.
મુંબઈની ઘાટકોપર બેઠક પર ભાજપના પરાગ શાહની જીત થઈ છે.
હરિયાણામાં વલણના પરિણામો વચ્ચે હુડ્ડાનો હુંકાર
હરિયાણામાં કોંગ્રેસ સરકાર બનાવશે. હરિયાણામાં કોંગ્રેસને બહુમત મળશે: હુડ્ડા
હરિયાણામાં કોંગ્રેસની તાકાત સતત વધતી જોવા મળી રહી છે. હાલ સુધી જે રુઝાન જોવા મળી રહ્યા છે તેમાં કોંગ્રેસ બીજેપીની નજીક આવી રહી છે.
Haryana CM Manohar Lal Khattar contesting from Karnal assembly seat leading with 4588 votes after first round of counting. #HaryanaAssemblyPolls (file pic) pic.twitter.com/VdYr8KQAl6
— ANI (@ANI) October 24, 2019
ભાજપના કાર્યકરોમાં આનંદનો માહોલ
મહારાષ્ટ્ર અને હરિયાણામાં જીત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે બંને રાજ્યોમાં ભાજપના કાર્યકર્તાઓ ખુશ છે. મહારાષ્ટ્રમાં ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી છે.
#UPDATE As per official trends from Election Commission, BJP leading in 10 constituencies, Shiv Sena leading in 5 constituencies, Congress leading in 3 constituencies and NCP leading in 2 constituencies https://t.co/nfQRFoB10q
— ANI (@ANI) October 24, 2019
બબીતા ફોગાટે કહ્યું આવું
પહેલવાન અને હરિયાણાના દાદરી બેઠકથી બબિતા ફોગાટે મતગણતરી શરૂ થતાં પહેલાં કહ્યું કે તેમને જનતાનું સમર્થન મળ્યું છે. તેમને વિશ્વાસ છે કે જનતા તેમની દીકરીને આર્શિવાદ આપશે.
Wrestler Babita Phogat, BJP's candidate for Dadri assembly constituency: People have given me love and support, that is my strength, & what keeps me going. I have faith in public and myself, people will give blessings to their daughter. #HaryanaAssemblyPolls pic.twitter.com/y3DMGvJGbD
— ANI (@ANI) October 24, 2019
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.