બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Asphalt melted on the road from Armida to Rajpath in Ahmedabad

કોની બેદરકારી? / અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં જ ડામર પીગળવાનો શરૂ, કોઇ અઘટિત ઘટના ઘટી તો જવાબદાર કોણ?

Dinesh

Last Updated: 07:06 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદમાં અરમીડાથી રાજપથ જતા રસ્તા પર ડામર પીગળતા ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે, હજુ તો ગરમી શરુ થઈ જ નથી તે પહેલા રોડ પીગળવા લાગ્યા છે

અમદાવાદ કોર્પોરેશનનો વધુ એક બેદરકારીનો કિસ્સો પગતળે આવ્યો છે. શહેરમાં અરમીડાથી રાજપથ જતા રસ્તા પર ડામર પીગળતા ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે. હજુ તો ગરમી શરુ થઈ જ નથી તે પહેલા રોડ પીગળવા લાગ્યા છે.  સામાન્ય ગરમીમાં રોડ પર ડામર પીગળવાની શરુઆત થતાં અનેક સવાલો થઈ રહ્યાં છે. રોડ પીગળતા વાહનચાલકોને વાહન સ્લીપ થવાનો ભય સતાવી રહ્યાં છે.

અમદાવાદમાં રોડ પીગળ્યો
અમદાવાદમાં ડામરનો રોડ પીગળતા લોકોએ રસ્તાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ડામર ઓગળી જવાથી રાહદારીઓના પગરખા પણ ડામરમાં ચોટી રહ્યાં છે. તેમજ વાહનોના ટાયરને પણ ડામર ચોટી રહ્યાં છે, જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે

વાહનચાલકોને નવા રોડમાં પણ વાહન ચલાવવામાં મુશ્કેલી
રોડનું બેલ્સિંગ તો ઠીક રોડમાં એવું હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોય તેવા અંદેશો આવી રહ્યો છે કે રોડ ઉનાળાની ગરમી પડે તે પહેલા જ પીગળી રહ્યો છે. આ રોડ કોર્પોરેશનના માનીતા કોન્ટ્રાક્ટરની કંપની બનાવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ડામરનો યોગ્ય ઉપયોગ ન થતા ગરમીમાં રોડ પીગળ્યો છે. થોડા દિવસ અગાઉ જ રોડ પર ડામરની કામગીરી પૂર્ણ થઈ હતી પણ હવે રાહદારીઓ અને વાહનચાલકોને નવા રોડમાં પણ સાધન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ગરમીનો પારો ચડે તેના પહેલા રોડ ઓગળવાનું શરૂ થઈ ગયું છે. કારણ કે આ રોડમાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોય તો જ આ કારનામું શક્ય બને. 

વાંચવા જેવું:  હજી વધી શકે છે ડુંગળીના ભાવ, દેશમાં સર્જાઈ શકે છે મોટી અછત, આ છે કારણ

સળગતા સવાલ

  • આ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે?
  • કોર્પોરેશન કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવા જેવી કામગીરી કરશે?
  • મનાપાના સત્તાધીશોનું ધ્યાન આ રોડ તરફ ક્યારે જશે?
  • આ રોડમાં વાહન સ્લિપ થશે તો જવાબદાર કોણ?
  • અમદાવાદ કોર્પોરેશનની અધિકારી ઘટનાની જવાબદારી લેશે?
  • શું કોઈ અઘટિત ઘટના બનશે તો જ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી થશે?
  • અત્યારે આવી હાલત છે, તો ઉનાળામાં શું સ્થિતિ થશે?
  • શું રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે?
  • રોડમાં ભ્રષ્ટાચાર કરનારા કોન્ટ્રાક્ટરને કાયદાનો પાઠ ભણાવાશે?

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ