બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Onion price will hike as production is decreasing

મોંઘવારી / હજી વધી શકે છે ડુંગળીના ભાવ, દેશમાં સર્જાઈ શકે છે મોટી અછત, આ છે કારણ

Dinesh

Last Updated: 06:36 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજી તરફ ભારત સરકારે ડુંગળીની નિકાસ પર લગાવેલા પ્રતિબંધોને હળવા કરવાની શરૂઆત કરી છે. ઘરેલુ માર્કેટમાં ડુંગળીનો સપ્લાય રેગ્યુલર થતા અને ડુંગળીની કિંમતમાં ઘટાડો થતા સરકારે આ નિર્ણય લીધો છે.

આ વર્ષે દેશમાં ડુંગળીની મોટી અછત સર્જાઈ શકે છે, કારણ કે ગત વર્ષ કરતા આ વખતે ડુંગળીના ઉત્પાદનમાં 47 લાખ ટન કરતા વધુનો ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે 2022-23માં બાગાયતી પાક અને ઉત્પાદનના અંતિમ અનુમાનની સાથે જ 2023-24ના આગોતરા અનુમાન પણ જાહેર કર્યા છે. આ રિપોર્ટમાં એ વાતનો ખુલાસો થયો છે કે 2023-24માં ડુંગળીનું ઉત્પાદન ગત વર્ષના લગભગ 302.08 લાખ ટનની સરખામણીએ આગામી વર્ષે 254.73 લાખ ટન રહેવાની શક્યતા છે. તેનું કારણ એ છે કે ડુંગળીનું મુખ્ય ઉત્પાદન કરતા રાજ્યોમાં જ ઉત્પાદન ઘટ્યું છે. મહારાષ્ટ્રમાં 34.31 લાખ ટન, કર્ણાટકમાં 9.95 લાખ ટન, આંધ્રપ્રદેશમાં 3.54 લાખ ટન અને રાજસ્થાનમાં 3.12 લાખ ટન જેટલું ઉત્પાદન ઘટ્યું છે. જેને કારણે ડુંગળી હજી મોંઘી થઈ શકે છે.

ડુંગળી હવે દૂરથી રળિયામણી! લેવાનું વિચારતા જ આંખમાં આવી જશે પાણી, ભાવ તો  જુઓ| Onion now Radhiyamani from a distance! Just thinking about buying it  will make your eyes water, just look

કૃષિ વિભાગે રાજ્યો અને અન્ય સરકારી સ્રોત એજન્સીઓ પાસેથી મેળવેલી માહિતીના આધારે 2022-23ના અંતિમ અનુમાન અને 2023-24ના પહેલા આગોતરા અનુમાન જાહેર કર્યા છે. જે મુજબ બાગાયતી પાક અને ઉત્પાદનમાં વધારો થયો છે. 2021-22માં બાગાયતી પાકનો વિસ્તાર 28.04 મિલિયન હેક્ટર હતો, જે 2023-24ના પહેલા આગોતરા અનુમાનમાં વધીને 28.77 મિલિયન હેક્ટર થયો છે. બાગાયતી પાકનું ઉત્પાદન 2021-22માં 347.18 મિલિયન ટન હતું, જે 2023-24ના પહેલા આગોતરા અનુમાનમાં વધીને 355.25 લાખ ટન થયું છે.

કસ્તુરીએ ખેડૂતોને રોવડાવ્યા, 100 રૂપિયે વેચાતી ડુંગળી બજારમાં 100 રૂપિયે મણ  | Onion prices at the bottom in this season, a farmer had too much loss

બીજી તરફ ભારત સરકારે ડુંગળીની નિકાસ પર લગાવેલા પ્રતિબંધોને હળવા કરવાની શરૂઆત કરી છે. ઘરેલુ માર્કેટમાં ડુંગળીનો સપ્લાય રેગ્યુલર થતા અને ડુંગળીની કિંમતમાં ઘટાડો થતા સરકારે આ નિર્ણય લીધો છે. જેને કારણે પાડોશી દેશોમાં ડુંગળીની કિંમતમાં ઘટાડો થશે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ભૂટાન, બહેરીન અને મોરેશિયસમાં ડુંગળી મોકલવા માટે પરવાનગી આપી છે. વિદેશ વેપાર મહાનિર્દેશાયલે એક નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભૂટાન, મોરેશિયસ અને બહેરીનમાં હવે ડુંગળીની નિકાસ કરી શકાશે. 

વાંચવા જેવું: અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં મહિલા ડૉક્ટરના આપઘાત મામલે PIને બચાવવા પોલીસ મેદાને, કહ્યું 'બંને વચ્ચે મનદુઃખ થતા...'

કેમ લગાવાયો હતો પ્રતિબંધ?
ભારત સરકારે ડુંગળીની નિકાસ પર ગત વર્ષે પ્રતિબંધ મૂક્યો હતો. ડુંગળીની સ્થાનિક માર્કેટમાં અછત સર્જાતા આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ડુંગળીની નિકાસ પર આ પ્રતિબંધ ડિસેમ્બર 2023થી માર્ચ 2024 સુધી લગાવાયો હતો. જેને કારણે ડુંગળીની કિંમતો ઘટાડવામાં મદદ પણ મળી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ