બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2023 Babar Azam's reaction to Pakistan's defeat went viral, people are watching the VIDEO repeatedly

Asia Cup 2023 / પાકિસ્તાનની હાર પર બાબર આઝમની પ્રતિક્રિયા થઈ વાયરલ, લોકો વારંવાર જોઈ રહ્યા છે VIDEO

Megha

Last Updated: 01:17 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાએ છેલ્લા બોલ પર પાકિસ્તાનને બે વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો, ત્યારે શ્રીલંકાની જીતની ઉજવણીના વીડિયોમાં બાબર આઝમની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ રહી છે

  • શ્રીલંકાની જીત પર બાબર આઝમના રિએક્શન વાયરલ 
  • શ્રીલંકાએ પાકિસ્તાન સામે બે વિકેટથી જીત મેળવી 
  • શ્રીલંકાની ટીમ 17 સપ્ટેમ્બરે ભારત સામે ટાઈટલ મેચ રમશે

એશિયા કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ક્યારેય ફાઇનલમાં થઈ નથી અને આ સિલસિલો આ વખતે પણ ચાલુ છે. એશિયા કપ 2023 સુપર-4માં શ્રીલંકાએ છેલ્લા બોલ પર પાકિસ્તાનને બે વિકેટથી હરાવીને એશિયા કપ 2023ની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

સુપર-4માં પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે બાંગ્લાદેશ પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારીને પહેલા જ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું હતું. આવી સ્થિતિમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 14 સપ્ટેમ્બરે રમાયેલી સુપર-4 મેચ સેમી ફાઈનલથી ઓછી નહોતી.પાકિસ્તાને છેલ્લી બે ઓવરમાં જોરદાર વાપસી કરી હતી પરંતુ ચારિત અસલંકાએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને ચાહકો બંનેના દિલ તોડી નાખ્યા હતા. છેલ્લા બોલ પર શ્રીલંકાને જીતવા માટે બે રનની જરૂર હતી અને અસલંકાએ જમાન ખાનના બોલ પર બે રન બનાવી લીધા હતા. 

શ્રીલંકાની જીત પર બાબર આઝમના રિએક્શન વાયરલ 
જો કે આ દરમિયાન પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમના ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો. શ્રીલંકાની જીતની ઉજવણીના વીડિયોમાં બાબર આઝમની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ રહી છે, જેને લોકો વારંવાર જોઈ રહ્યા છે. 

મેચની વાત કરીએ તો પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ  કરી 
એશિયા કપ 2023 ના સુપર-4 ની મહત્વપૂર્ણ મેચમાં, શ્રીલંકાએ પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ડીએલએસના નિયમો અનુસાર આ મેચમાં શ્રીલંકાને 252 રનનો ટાર્ગેટ હતો જે તેણે 42 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ટીમની આ જીતમાં કુસલ મેન્ડિસે બેટથી મહત્વની ભૂમિકા ભજવી હતી અને 91 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે ચરિથ અસલંકાએ પણ 49 અણનમ રન બનાવ્યા હતા. 

શ્રીલંકાની ટીમ 17 સપ્ટેમ્બરે ભારત સામે ટાઈટલ મેચ રમશે
આ મેચમાં શ્રીલંકાની ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 8 રન બનાવવાના હતા, જેમાં પ્રથમ 3 બોલમાં માત્ર 2 રન જ બન્યા હતા. શ્રીલંકાએ ચોથા બોલ પર તેની 8મી વિકેટ ગુમાવી હતી. હવે શ્રીલંકાને જીતવા માટે છેલ્લા 2 બોલમાં 6 રન બનાવવાના હતા. અસલંકાએ પાંચમા બોલ પર ચોગ્ગો માર્યો અને છેલ્લા બોલ પર 2 રન લઈને ટીમને ફાઈનલમાં લઈ ગઈ હતી. હવે શ્રીલંકાની ટીમ 17 સપ્ટેમ્બરે ભારત સામે ટાઈટલ મેચ રમશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ