આશીષ નેહરાએ 2 એેપ્રિલ, 2009એ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ રૂશ્મા સાથે લગ્ન કર્યા હતા.
ગુજરાતી યુવતીને મેચમાં જોઈને પ્રેમમાં પડ્યા નેહરાજી
15 મિનિટમાં કર્યો લગ્ન કરવાનો નિર્ણય
જાણો આખી લવ સ્ટોરી
ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરા હાલ ચર્ચામાં છે. ચર્ચામાં રહેવાનું કારણ છે 'ગુજરાત ટાઈટન્સ'નું આઈપીએલ ચેમ્પિયન બનવું. હકીકતે નહેરાજી આ ટીમના હેડ કોચ હતા. તેમની દેખરેખમાં જ ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી સીરીઝમાં જ શાનદાર પ્રદર્શન કર્યું અને આઈપીએલની ટ્રોફી જીતી
કેવી છે નેહરાજીની લવસ્ટોરી?
આશીષ નેહરા 'ટીમ ઈન્ડિયા'માં જેની કોચિંગમાં રમ્યા હતા. આઈપીએલમાં તેજ ગૈરી કર્સ્ટનની સાથે નેહરાજી ટીમના હેડ કોચ હતા. આઈપીએલ જ નહીં નહેરાજી હંમેશા પોતાની જબરદસ્ત પર્સનાલિટી માટે જાણીતા છે.
સચિન હોય કે શ્રીનાથ ટીમ ઈન્ડિયાના સૌથી સીનિયર-જુનિયર ખેલાડીઓ સુધી નેહરાજીની યારી રહી છે. હકીકતે નહેરાજીનો સ્વભાવ જ એવો છે કે તેમના તરફ કોઈ પણ આકર્ષિત થઈ જાય છે. પછી તે ખેલાડી હોય કે ટીમના કોચ.
2009માં લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
આશીષ નહેરાની પર્સનાલિટીના પ્રતિ આકર્ષિત થતા લોકોની લિસ્ટ ખૂબ લાંબી છે. પરંતુ આ લિસ્ટમાં એક વ્યક્તિ ખૂબ જ ખાસ છે. તે છે નેહરાજીની પત્ની રૂશ્મા નેહરા. વર્ષ 2009માં પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ રૂશ્મા સાથે તેણે લગ્ન કરી લીધા. જે એક આર્ટિસ્ટ છે. રૂશ્મા ગુજરાતથી છે. નેહરાજી અને રૂશ્માની લવસ્ટોરી પણ ખૂબ જ ખાસ છે.
7 વર્ષ સુધી કર્યું ડેટ
આશીષ નેહરાએ ગૌરવ કપૂરના શો 'બ્રેકફાસ્ટ વિધ ચેમ્પિયન્સ'માં પોતાની લવ સ્ટોરીનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું વર્ષ 2002માં ઈંગ્લેન્ડ પ્રવાસ વખતે ઓવલમાં રૂશ્મા મેચ જોવા પહોંચી હતી. મેચ બાદ મારી રૂશ્મા સાથે મુલાકાત થઈ. ધીરે ધીરે અમારી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. રૂશમાને 7 વર્ષ સુધી ચોરી છુપે ડેટ કર્યા બાદ મેં મારા પરિવારને આ વાત જણાવી.
મજાક મજાકમાં કરી લીધા હતી લગ્ન
23 માર્ચ 2009એ નેહરાજી પોતાના મિત્રોની સાથે બેઠા હતા ત્યારે જ તેમને લગ્ન કરવાનો વિચાર આવ્યો. ત્યાર બાદ તેમણે આ વાત રૂશમાને જણાવી તો તેને લાગ્યું કે નેહરાજી મજાક કરી રહ્યા છે અને તેમણે કોઈ જવાબ ના આપ્યો. પરંતુ જ્યારે નહેરાજીએ ફરી આ સવાલ કર્યો તો રૂશ્માને વિશ્વાસ ન આવ્યો અને તેમણે લગ્ન માટે તરત જ હામી ભરી.
2 એપ્રિલ 2009એ કર્યા લગ્ન
2 એપ્રિલ 2009ના રોજ આશિષ અને રૂશ્મા લગ્નના બંધનમાં બંધાયા. આ રીતે લગ્નનો પ્લાન માત્ર 15 મિનિટમાં જ બની ગયો અને એક અઠવાડિયામાં જ બંનેએ લગ્ન કરી લીધા. લગ્નના બરાબર 2 વર્ષ બાદ વર્ષ 2011માં ભારત 'વર્લ્ડ કપ' ચેમ્પિયન બન્યું હતું. ત્યારે આશિષ નેહરા ટીમ ઈન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર હતા. આશિષ નેહરા અને રૂશ્મા નેહરાને 2 બાળકો છે. પુત્રીનું નામ આરિયાના નેહરા અને પુત્રનું નામ આરુષ નેહરા છે.
ક્રિકેટ કારકિર્દીની શરૂઆત
આશિષ નેહરાએ વર્ષ 1999માં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ODI ડેબ્યૂ વર્ષ 2001માં ઝિમ્બાબ્વે સામે થયું હતું જ્યારે T20 ડેબ્યૂ 2009માં શ્રીલંકા સામે થયું હતું. ડાબોડી ફાસ્ટ બોલર આશિષ નેહરાએ ભારત માટે 17 ટેસ્ટમાં 44 વિકેટ, 120 વન-ડેમાં 157 વિકેટ અને 27 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 34 વિકેટ ઝડપી છે.