બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Ashapuri Mataji temple is situated in Anandana Piplava

દેવ દર્શન / ગુજરાતનું એવું મંદિર જ્યાં પાંડવોએ રાખી હતી અજ્ઞાતવાસની માનતા, 400 વર્ષથી અખંડ જ્યોત યથાવત

Dinesh

Last Updated: 07:25 AM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: મહાભારત યુગ બાદ વિસરાઈ ગયેલા આશાપુરીમાંના સ્થાને પેશવાયુગમાં ખોદકામ કરાયું ત્યારે ભાદરવા સુદ આઠમના દિવસે મહાભારતયુગની બે મૂર્તિ મળી આવી હતી

આણંદ જિલ્લામાં આવેલ પીપળાવ સ્થિત આશાપુરી માતાજીના મંદિર સાથે જોડાયેલી છે મહાભારતના અજ્ઞાતવાસની ગાથા, કહેવાય છે કે પ્રાચીનકાળમાં હેડંબા વન તરીકે જાણીતી  જગ્યાએથી પાંડવોએ પોતાના વનવાસની શરુઆત કરેલી અને તે સમયે  કુંતા માતા અને દ્રોપદી આશા મા ની આરાધના કરતા હતા, અજ્ઞાતવાસના અંતે આ સ્થાનકે મૂર્તિ રૂપે માતાની સ્થાપના કરી હતી જેથી આ સ્થાનનુ નામ આશાપુરી પડ્યું અને ત્યારથી લઇને હાલ સુધી સૌ માઇ ભક્તોની આસ્થાનુ કેન્દ્ર બન્યું છે. 

400 વર્ષ પૌરાણિક મંદિર
ભક્તોની સુરક્ષા કરતી, શ્રદ્ધાળુઓના મનોરથ પુર્ણ કરતી માં આશાપુરી શક્તિ એક એવુ રુપ છે જે મમતામયી છે, રૌદ્ર છે, સૌમ્ય છે અને આનંદમયી પણ છે. કલ્યાણકારી સ્વરુપ આદ્યશક્તિ અને ભક્તોની મનોકામના પુર્ણ કરનારુ અલૌકિક સ્વરુપ એટલે પીપળાવમાં બિરાજમાન આશાપુરી માતાજી. અંદાજીત 400 વર્ષ પૌરાણિક માં આશાપુરીનુ મંદિર આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલું છે. 

કલ્યાણકારી સ્વરુપ માતાજી
મહાભારત યુગ બાદ વિસરાઈ ગયેલા આશાપુરીમાંના સ્થાને પેશવાયુગમાં ખોદકામ કરાયું ત્યારે ભાદરવા સુદ આઠમના દિવસે મહાભારતયુગની બે મૂર્તિ મળી આવી હતી. અને પેશવા રાજાએ આશાપુરી માતાજીનું સ્થાપન કરી આ જગ્યા પર મંદિરનુ નિર્માણ કરાવ્યુ. માતાજીના સ્થાપન સમયે પેશવા રાજાએ અખંડ દીવા પ્રગટાવીને ધર્મ કાર્ય કર્યું હતું. એ દીવાની અખંડ જ્યોત હજુ પણ યથાવત છે. આશાપુરી માતાજી જેમની કુળદેવી છે તેઓ નવદંપતિના છેડાછેડી છોડવા મંદિરે આવી નવયુગલના ભવિષ્ય માટે માતાજીના આશીર્વાદ મેળવે છે અને  જ્યારે સંતાન પ્રાપ્તિ થાય એટલે આશાપુરી માતાજીના મંદિરે આવેલ તળાવ પાસે ચોલક્રિયા કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે.

મહાભારતયુગની બે મૂર્તિ મળી આવી 
માતાજીના મંદિરે પ્રસંગોપાત લોકો પગપાળા પણ આવતા હોય છે. શ્રદ્ધાળુઓ પોતાના જીવનની સમ્રુધ્ધિ માટે માતાજીને પ્રાર્થના કરે છે. ભક્તોના દુખ હરનારી અને કષ્ટ નિવારનારી માં ના દર્શને આવતા ભક્તો પોતાના સઘળા કષ્ટો ભુલી ભક્તિમય વાતાવરણમાં તલ્લીન થઇ જતા હોય છે. મંગળવાર, ગુરુવાર, રવિવાર અને નવરાત્રીના સમયે મોટી સંખ્યામાં માઈભક્તોની ભીડ ઉમટી પડે છે તો દેશવિદેશથી પણ માઈભક્તો દર્શને આવી ધન્ય થાય છે. કહેવાય છે કે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન હેડંબાવન તરીકે ઓળખાતા આ વિસ્તારમાં  આશરો લીધો હતો, અજ્ઞાતવાસનુ એક વર્ષ હેમખેમ પૂરુ થતા પાંડવોએ માનેલી માનતા પરિપૂર્ણ થવાથી આશાપુરી માતાજીની આરાધના કરી સ્થાપના કરી હતી.

પેશવાયુગમાં ખોદકામ કરાયું
વર્ષો બાદ જંગલમાં ફેરવાઈ ગયેલા આ સ્થાન પર ગાયો ચરાવતા રબારીઓની ગાયનું દૂધ આપો આપ જરી પડતા તે જગ્યાએ ખોદકામ કરતા સ્વયંભૂ માં આશાપુરી અને ગણેશજીની મૂર્તિ મળી આવતા મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના ચાલુ કરવામાં આવી હતી. સંવત 1622માં પેશવા રાજા દ્વારા ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું જે આજે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, ભાદરવા સુદ આઠમ અને નોમના દિવસે મંદિરે ભવ્ય મેળો ભરાય છે. સંતાનપ્રાપ્તિ માટે લોકો શ્રદ્ધા પૂર્વક માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ થતાં અહીં સંતાન ભારોભાર પ્રસાદ જોખી પોતાની આસ્થાનો સંતોષ માને છે. આસો નવરાત્રી દરમિયાન જવારાની સ્થાપના કરવામાં આવે છે અને આઠમના દિવસે ભવ્ય હવનનો લ્હાવો લેવા દૂર દૂરથી ભક્તો આસ્થા અને શ્રદ્ધા સાથે પધારે છે. મંદિરના ભોજનાલયમાં ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, માત્ર 30 રૂપિયામાં સાત્વિક પ્રસાદ સ્વરૂપે ભોજન પીરસવામાં આવે છે અને દૂરથી આવતા ભાવિકો માટે રહેવાની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

વાંચવા જેવું: ગુજરાતમાં આવેલું છે રાંદલ માતાજીનું માતૃ મંદિર, વ્યથિત ભકતજનો આશીર્વાદ મળતા હસતા મોંઢે ઘરે ફરે છે પરત

માં આશાપુરીના ધામમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવાના દ્રઢ વિશ્વાસ સાથે માતાના ચરણોમાં આવી માતાના આશીર્વાદ લઈ હર્ષોઉલ્લાસ સાથે પાછા ફરે છે. લગ્ન પહેલા અહીં કેટલાય પરિવારો પહેલામાં આશાપુરીને આમંત્રિત કરવા લગ્નપત્રિકા લઈ આવે છે અને હેમખેમ લગ્ન પૂર્ણ થયા બાદ અહીં છેડા છોડી પોતાની માનતા પૂર્ણ કરે છે. લાખો ભક્તોની આસ્થાના સ્થાન પીપળાવ ખાતેના આશાપુરી માતાજીના મંદિરે શ્રદ્ધા પૂર્વક લાખો લોકો શીશ નમાવી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે, વર્ષ દરમિયાન 3 લાખથી પણ વધુ લોકો માતાજીની પ્રસાદી લઈ નવી શક્તિના સંચાર સાથે પરત ફરતા હોય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ