બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / As the wedding season begins gold prices have taken everyone by surprise

Gold Price / સોનાના ભાવે તોડી નાખ્યા તમામ રેકૉર્ડ, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ, 70 હજારને પાર જાય તેવી શક્યતા

Malay

Last Updated: 10:38 AM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Prices Update: લગ્નની સિઝન શરૂ થતાં જ સોનાના ભાવે બધાને ચોંકાવી દીધા છે. સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 10 ગ્રામ 999 ટચ સોનાનો ભાવ 63,750 રૂપિયાએ પહોંચ્યો છે.

  • આજે પણ વધ્યા સોનાના ભાવ
  • સતત બીજા દિવસે ભાવ વધારો
  • સોનાનો ભાવ 63 હજાર 715ને પાર 

આજે પણ સોનાના ભાવમાં તોફાની તેજી યથાવત છે. સતત બીજા દિવસે સોનાનો ભાવ ઓલ ટાઇમ હાઈ પર પહોંચ્યો છે. આજે 10 ગ્રામ સોનાનો ભાવ 63 હજાર 715ને પાર થયો છે. 10 ગ્રામ 999 ટચ સોનાનો ભાવ 63,750એ પહોંચ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા જ દિવસોમાં સોનાનો ભાવ 70 હજારને પાર કરી શકે છે. જ્યારે ચાંદીના ભાવ રૂ.85 હજાર થઈ શકે છે. 

સોના- ચાંદીની કિંમતમાં આવ્યો ઉછાળો, સોનાના ભાવમાં 100 રુપિયાનો વધારો, જાણો  આજની કિંમત | gold price today rises 100 rupees per 10 gram silver also jump  check today price

સોના અને ચાંદીના ભાવમાં વધારો
સોનાના ભાવમાં તોફાની તેજી વચ્ચે ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. આજે 10 ગ્રામ 999 ટચ સોનાનો ભાવ 63,750 રૂપિયાએ પહોંચ્યો છે. બીજી તરફ ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે અને ચાંદી 79,500 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે. આંતરરાષ્ટ્રીય બજારની ભારતીય બજાર પર અસર થઈ છે. 

જાણો અમદાવાદમાં આજનો ભાવ
અમદાવાદની વાત કરીએ તો આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ 5,725 ચાલી રહ્યો છે. જ્યારે 10 ગ્રામનો ભાવ 57,250 રૂપિયા છે. ગઈકાલે 22 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 57,050 રૂપિયા હતી. 24 કેરેટની વાત કરીએ તો અમદાવાદમાં આજે 24 કેરેટનો ભાવ 6,245 રૂપિયા પ્રતિ ગ્રામ બોલાઈ રહ્યો છે. તો 10 ગ્રામનો ભાવ 62,450 રૂપિયા છે. 

હજી ક્યાં સુધી રાહ જોશો? સસ્તામાં સોનું ખરીદવાની સોનેરી તક, ભાવમાં મોટો  કડાકો, જાણો લેટેસ્ટ રેટ | gold and silver price reduce latest rate off gold

70 હજારને પાર કરી શકે છે સોનું
એટલું જ નહીં વિશ્વબજારનો માહોલ જોતાં આગામી સમયમાં પણ સોનાના ભાવ હજુ વધારો યથાવાત રહે તેવું જાણવા મળી રહ્યું છે. દિવાળી સુધીમાં સોનાના ભાવ રૂ.70 હજાર થાય તેવુ નિષ્ણાંતો માની રહ્યા છે. જ્યારે ચાંદીનો ભાવ રૂ.85 હજાર થવાના ભણકારા વાગી રહ્યા છે. 

બે દિવસના ઘટાડા બાદ ફરી સોનાના ભાવમાં આવી તેજી, જાણો કેટલો થયો વધારો | gold  silver price today rises gold rate crossed 47k check latest rate in delhi  mumbai

રોકાણનો બેસ્ટ વિકલ્પ છે સોનું
ઉલ્લેખનીય છે કે, મોટાભાગના દાગીના 22 કેરેટ ગોલ્ડમાં કરાવવામાં આવતા હોય છે ત્યારે 22 કેરેટ સોનાનો ભાવ 58,000ની આસપાસ જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં નોંધાતા વધારા વચ્ચે આજના ભાવ આસમાનને આંબી જતા રોકાણકારો મૂંઝાયા છે. સાથે રેગ્યુલર ખરીદી કરતાં લોકોએ પણ સોનું ખરીદવાનું માંડી વાળ્યું છે! હાલની સ્થિતિએ વિશ્વ બજારમાં ચાલતા સખળડખડ વચ્ચે સોનાને રોકાણ માટે સૌથી બેસ્ટ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. જેને લઈને રોકાણકારો સોના તરફ વળ્યા છે આથી સોનાના ભાવમાં વધારો નોંધાઇ રહ્યો છે.

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ