બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / As the price of gold fell price of 10 grams of 24 carat gold

ઘટાડો / સોના-ચાંદીની ખરીદી કરવી હોય તો ગોલ્ડન કાળ, આજે પણ ભાવ ગગડ્યા, જાણો લેટેસ્ટ રેટ

Kishor

Last Updated: 05:36 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવ ઘટાડાને પગલે આજે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત કિંમત 59, 251 રૂપિયા રહી હતી. જ્યારે શુદ્ધની ચાંદી કિલો દીઠ કિંમત 71,173 રૂપિયા રહી હતી.

  • આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો
  • સોનાની તોલા દીઠ કિંમત 59,000 રૂપિયા રહી
  • ચાંદી કિલો દીઠ કિંમત 71,173 રૂપિયા

છેલ્લા કેટલાય સમયથી સોનાના ભાવમાં આગ ઝરતી તેજી વચ્ચે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સોનાની તોલા દીઠ કિંમત 59,000 રૂપિયાથી સુધી રહેવા પામી હતી. તો ચાંદીની કિંમત 1 કિલો દીઠ 71 હજાર રૂપિયા રહી હતી. રાષ્ટ્રીય સ્તરે શુદ્ધ સોનું એટલે કે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત કિંમત 59, 251 રૂપિયા રહી હતી. જ્યારે શુદ્ધની ચાંદી કિલો દીઠ કિંમત 71,173 રૂપિયા રહી હતી.

સોનું ખરીદવાનો વિચાર હોય તો આજે ગોલ્ડન ચાન્સ, અચાનક કિંમતમાં આવ્યો મોટો  કડાકો | If you are thinking of buying gold, today is a golden chance,  suddenly there is a big crash



સોના ચાંદીના ભાવ આજે ઘટયા

ઇન્ડિયા બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના આંકડા મુજબ શુક્રવારે સાંજે 24 કેરેટ સોનાની કિંમત 59, 751 રૂપિયા તોલા દીઠ જોવા મળી હતી. જેમાં આજે ઘટાડો નોંધાયો હતો અને આજે સવારે આ ભાવ 59251 રૂપિયા પર સ્થિર થયા હતા. બીજી બાજુ ચાંદી પણ સસ્તી થઈ હતી. પરિણામે સોના ચાંદી ખરીદવા માંગતા લોકો માટે હાલની સ્થિતિએ આ ગોલ્ડન કાળ હોય તેવું લાગી રહ્યું છે.

Topic | VTV Gujarati

સોનું તોલા દીઠ 54274 રૂપિયાએ પહોચ્યું

સોના ચાંદીનાં ભાવ અંગે સત્તાવાર વેબસાઇટ ibjarates.com માં જણાવ્યા અનુસાર 995 શુદ્ધતાના 10 ગ્રામ એટલે કે એક તોલા સોનાની કિંમત 59,014 રૂપિયા સુધી સ્થિર થઈ હતી. તે જ રીતે, 916 શુદ્ધતાનું સોનું તોલા દીઠ 54274 રૂપિયાએ પહોચ્યું હતું. આ સિવાય 750 શુદ્ધતાના સોનાનો ભાવ ઘટીને 44, 438 થઈ ગયો છે અને 585 શુદ્ધતા ધરાવતું સોનું રૂ.34,662  સુધી પહોચી ગયું હતું. બીજી બાજુ આ ઉપરાંત 999 શુદ્ધતાની એક કિલો ચાંદીનો ભાવ આજે 71173 રૂપિયા નોંધાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ