બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / As Rohini descends in the star Gujarat will experience monsoon from June 15

વાતાવરણ / રોહિણી નક્ષત્રમાં ઉતરતા ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું જામશે, વાવાઝોડું આવવાની પણ શક્યતા, જાણો હવામાનની આગાહી

Kishor

Last Updated: 08:35 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આગામી 15 જૂનથી મોંઘેરા મહેમાન વરસાદનું આગમન થાય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.

  • ગુજરાતમાં 15 જૂનથી વરસાદનું આગમન
  • 28-29 જૂન સુધીમાં જામશે ચોમાસું
  • ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા

ઉનાળો હાલ આકરું રૂપ ધારણ કરી રહ્યો છે. તો બીજી બાજુ ચોમાસુ કેવું રહેશે? અને ક્યારથી ચોમાસાનું આગમન થશે? તે મામલે જાણવા લોકો અધિરા બનતા જઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં આગમી 15 જૂનથી ચોમાસું જામે તેવી શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ભારતમાં 1થી 3 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. ઉત્તર ભારતમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં ઉતરતા વરસાદ થશે તો ચોમાસાની ગતિવિધિ નિયમિત થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હવાનું હળવું દબાણ સર્જાઈ શકે છે. તો હવાના દબાણના કારણે વાવાઝોડું આવવાની પણ શક્યતા જોવા મળી રહી છે.

અતિભારે વરસાદની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન... ભારત પર ભયાનક સંકટને  લઈને ઍલર્ટ I sitang cyclone update

'8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે છે'
બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે  22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી  શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડી શકે તવી આગાહી કરી છે, વધુમાં. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના પણ વ્યકત કરી છે. 

ખેડૂતો માટે મુસીબતનો 'વરસાદ': વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આ  વિસ્તારોમાં પડી શકે માવઠું, જાણો નવી આગાહી | Unseasonal rain forecast in  the state

22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે 
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે,  ગુજરાતમાં 15 થી30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે. તેમજ 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ