બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / As many as 5 slabs of an under-construction bridge collapsed in Palanpur

BREAKING NEWS / બનાસકાંઠામાં નિર્માણાધિન બ્રિજના 5 સ્લેબ ધરાશાયી: નીચે રીક્ષા દટાયાની આશંકા, ઘટનાસ્થળે ઉચ્ચ અધિકારીઓનો કાફલો હાજર

Malay

Last Updated: 04:28 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ 5 જેટલા સ્લેબ તૂટી પડ્યા, ધારાસભ્યએ કહ્યું કે બ્રિજ દોઢ વર્ષથી નિર્માણ પામી રહ્યો હતો, જાન્યુઆરીમાં બ્રિજનું લોકાર્પણ થવાનું હતું

  • નિર્માણાધિન બ્રિજનો સ્લેબ ધરાશાયી
  • બ્રિજના 5 જેટલા સ્લેબ તૂટી પડ્યા
  • સ્લેબ નીચે રિક્ષા દબાઈ હોવાની શક્યતા
  • પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં નિર્માણધિન બ્રિજના સ્લેબ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પાલનપુરના RTO સર્કલ પાસે નિર્માણાધિન બ્રિજના 5 જેટલા સ્લેબ તૂટી પડતા અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. તો સ્થાનિકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા છે. નિર્માણાધિન બ્રિજના સ્લેબ નીચે રિક્ષા અને ટ્રેક્ટર દબાયા હોવાની આશંકા છે. જોકે, કોઈ મોટી જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. 

નિર્માણાધિન બ્રિજના 5 સ્લેબ તૂટ્યા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના RTO સર્કલ પાસે છેલ્લા દોઢ વર્ષથી બની રહેલા બ્રિજના 5 જેટલા સ્લેબ તૂટી પડ્યા છે. ચાલુ કામ દરમિયાન બ્રિજના સ્લેબ ધરાશાઇ થતા નીચે ઉભેલ ટ્રેક્ટર અને રિક્ષા દટાઈ હોવાની આશંકા છે. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. જાન્યુઆરી મહિનામાં આ બ્રિજનું લોકાર્પણ થાય એ પહેલા જ બ્રિજના 5 સ્લેબ ધરાશાયી થતાં બ્રિજની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો લોકાર્પણ પહેલા જ બ્રિજના સ્લેબ ધરાશાયી થતાં અનેક સવાલો ઉભા થયા છે. 

જાન્યુઆરીમાં થવાનું હતું લોકાર્પણઃ MLA અનિકેત ઠાકર
બ્રિજના સ્લેબ ધરાશાયી થવાના મામલે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરનું નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આ બ્રિજ જાન્યુઆરીમાં ચાલું થવાનો હતો એ પહેલા જ પાંચ જેટલા સ્લેબ ધરાશાયી થયા છે.  આ બ્રિજની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી હતી. હાઈવે પર નિર્માણાધિન બ્રિજના સ્લેબ ધરાશાયી થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે, હું પાલનપુર જઈ રહ્યો છું. 

તાપીમાં મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી
ગત જૂન મહિનામાં તાપીના મીંઢોળા નદી પર બનાવવામાં આવી રહેલો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી થયો હતો. તાપીના મીઢોંળા નદી પર વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ લોકાર્પણ પહેલા જ ધરાશાયી થયો હતો. આજે વહેલી સવારે માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ તૂટી પડ્યો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી. લોકાર્પણ પહેલા પૂલ ધડામ દઈને તૂટી પડતા લોકોમાં પુલની ગુણવત્તાને લઈને ચર્ચા જાગી હતી. 

સળગતા સવાલ
- કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી થશે?
- ભ્રષ્ટાચારીઓને કાયદાનો ભય કેમ નથી?
- કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપર્યું?
- પુલ તૂટવા મુદ્દે થશે કાયદેસરની તપાસ? 
- પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો?
- કોન્ટ્રાક્ટર સાથે મોટા નેતાઓની સાંઠગાંઠ છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ