બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / As many as 14 mamaldars were transferred in the state

BIG NEWS / મામલતદાર વર્ગ 2 કક્ષાના 14 અધિકારીઓની બદલી,, મહેસુલ વિભાગે કર્યા ટ્રાન્સફરના આદેશ, જુઓ લિસ્ટ

Kishor

Last Updated: 12:00 AM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસુલ વિભાગ દ્વારા વર્ગ-૨ કક્ષાના અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. અધિકારીઓમાં વધુ એક વખત બદલીનો ઘાણવો કાઢી નવા સ્થળે ફરજ સોંપવામાં આવી છે.

  • મામલતદાર વર્ગ 2 કક્ષાના અધિકારીઓની બદલી
  • 14 જેટલા મામાલદારની કરાય બદલી
  • મહેસુલ વિભાગે કર્યા બદલીના આદેશ

ભુપેન્દ્ર પટેલ સરકારે રાજ્યના અધિકારીઓમાં વધુ એક વખત બદલીનો ગંજીફો ચિપ્યો છે અને આ વખતે વધુ 14 મામલતદાર સહિતના અધિકારીની સાગમટે બદલી કરી દેવામાં આવી છે. મહેસુલ વિભાગ દ્વારા વર્ગ-૨ કક્ષાના અધિકારીઓને બદલીના ઉચ્ચકક્ષાએથી બદલીના આદેશ છોડવામાં આવ્યા હતા. જેને લઈને અધિકારીઓને નવા સ્થળે ફરજ સોંપવામાં આવી છે.


કલેક્ટર હેતલ વસૈયાને અમરેલી મામલતદાર તરીકે બદલી

જેમાં ભરૂચ ખાતે ફરજ બજાવતા ડી.એ. સોલંકીને વડોદરા જિલ્લામાં મામલતદાર તરીકે ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત દાહોદના ધનપુરમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા જી જી. કાપડિયાને આણંદ જિલ્લામાં મામલતદાર તરીકેની ફરજ સોંપાઈ છે. સાથે સાથે અમરેલી જિલ્લામાં એડિશનલ કલેક્ટર હેતલ વસૈયાને અમરેલી મામલતદાર તરીકે બદલી કરવામા આવી છે. 

નવા સ્થળે ફરજ સોંપવામાં આવી
આ ઉપરાંત પંચમહાલના મામલતદાર એમ. કે. ખાંટને નર્મદા મામલતદાર તરીકે મુકાયા છે. તો મહેસાણાના કડીના મામલતદાર જે.એ. ચૌહાણને દાહોદ મામલતદાર તરીકે ફરજ સોંપવામાં આવી છે. બીજી બાજુ અમરેલીના લાઠી ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા જી.સી.પટેલની ગાંધીનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે. પી.આર.પટેલ જે અગાઉ ભરૂચમાં પબ્લિક રિલેશન ઓફિસર હતા તેઓને ભરૂચમાં જ મામલતદાર તરીકેની ફરજ સોંપાઈ છે. એમ કુલ 14 અધિકારીની ફરજ બદલાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ