બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / aryan khan cut father shah rukh khan role in his web series stardam

મનોરંજન / Aryan Khan એ 120 કરોડની ઑફરને મારી લાત: શાહરુખ ખાનને પણ રોલ આપવાનો કર્યો ઈનકાર, જાણો વિગતવાર

Arohi

Last Updated: 11:25 AM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aryan Khan: આર્યન ખાન ડાયરેક્ટર તરીકે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે હાલ સ્ટારડમ નામની સીરિઝને બનાવી રહ્યા છે. આ સીરિઝમાં શાહરૂખ ખાને પોતે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ આર્યને પિતા શાહરૂખને તેમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો.

  • ડાયરેક્ટર તરીકે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે આર્યન 
  • સ્ટારડમ નામની સીરિઝ બનાવી રહ્યો છે આર્યન 
  • પિતા શાહરૂખ ખાન તેમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ...

આર્યન ખાનની બોલિવુડમાં એન્ટ્રી કરવાની ખૂબ લાંબા સમયથી વાત ચાલી રહી છે. આ વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે તે વેબ સીરિઝ સ્ટારડમમાં કામ કરવા જઈ રહ્યા છે. આ સીરિઝથી શાહરૂખ ખાનનો દિકરો બોલિવુડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આર્યન એક્ટર તરીકે નહીં પરંતુ એક ડાયરેક્ટર તરીકે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aryan Khan (@___aryan___)

જ્યારે પાછલા થોડા સમયમથી સીરિઝને લઈને ઘણા પ્રકારની અફવાહો ફેલાઈ રહી છે. એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખ ખાનને દિકરા આર્યનના ડાયરેક્શનમાં બનવા જઈ રહેલી સીરિઝ માટે ઓફર આપવામાં આવી હતી. પરંતુ આર્યને શાહરૂખને તેમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો. 

120 કરોડની ઓફર 
આ ઉપરાંત રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આર્યન ખાનના ડાયરેક્શનમાં બનવા જઈ રહેલી સીરિઝ સ્ટારડમના સ્ટ્રીમિંગ રાઈટ્સ માટે તેમને 120 કરોડ રૂપિયાની ઓફર મળી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

સૂત્રોના હવાલે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખ ખાન આ સીરિઝમાં કેમિયો કરવા માટે તૈયાર થઈ ગયા હતા. જ્યારે આર્યને પોતે શાહરૂખને તેમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો. 

આર્યન નથી ઈચ્છતો પ્રીવલેજ 
આર્યન ખાન નથી ઈચ્છતો કે લોકો એવું બોલે કે સ્ટાર કિડ હોવાના કારણે શાહરૂખ ખાનના સીરિઝમાં હોવાવા કારણે તેને પ્રીવિલેજ મળ્યો છે. રિપોર્ટ્સ અનુસાર જ્યારથી આર્યન ખાને એક્ટિંગને નહીં પરંતુ ડાયરેક્શનને પોતાનું પ્રોફેશન પસંદ કર્યું છે શાહરૂખે એ ક્લિયર કરી દીધુ છે કે તે આર્યનની વેબસીરિઝનો ભાગ બનવા માંગે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aryan Khan (@___aryan___)

આર્યને શાહરૂખને કાસ્ટ કરવાનો કર્યો ઈનકાર 
સૂત્રોએ આગળ કહ્યું, "પરંતુ આર્યન પોતાના કરિયરની શરૂઆતમાં સ્ટાર-કિડ્સ અને પ્રિવલેજ વાળા કમેન્ટ્સથી બચવા માંગે છે. માટે તેમણે શાહરૂખને આ સીરિઝમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો. કદાચ જ શાહરૂખ આ સીરિઝમાં કામ કરે." આ વચ્ચે એવી પણ અફવાહ છે કે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પહેલાથી જ આર્યનની સીરિઝને બોર્ડ પર લાવવા માટે એક્સાઈટેડ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ