બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:42 AM, 27 February 2024
ADVERTISEMENT
ચાર દિવસમાં 'આર્ટિકલ 370'નો બિઝનેસ સ્થાનિક બોક્સ ઓફિસ પર 25 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. આ ફિલ્મ વિશ્વભરમાં સારી કમાણી કરી રહી છે.
ADVERTISEMENT
સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'આર્ટિકલ 370'એ પહેલા દિવસે 5.9 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. બીજા દિવસે ફિલ્મે 7.4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને ત્રીજા દિવસે ફિલ્મનું કલેક્શન 9.6 કરોડ રૂપિયા હતું. હવે ચોથા દિવસના પ્રારંભિક આંકડા સામે આવ્યા છે, જે મુજબ ફિલ્મે અત્યાર સુધીમાં 3.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મનું કલેક્શન 26.15 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
'આર્ટિકલ 370' 'ક્રેક'ને પાછળ છોડી
'આર્ટિકલ 370' સાથે વિદ્યુત જામવાલની સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ 'ક્રેક' થિયેટરોમાં રિલીઝ થઈ હતી. જો કે, ક્લેશને કારણે બંને ફિલ્મો વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જામી હતી. આખરે આ સ્પર્ધામાં યામી ગૌતમની 'આર્ટિકલ 370' જીતી ગઈ છે અને 'ક્રેક'થી ઘણી આગળ નીકળી ગઈ છે. 'આર્ટિકલ 370'નું ચાર દિવસનું કલેક્શન 26.15 કરોડ રૂપિયા છે, જ્યારે 'ક્રેક'એ માત્ર 9.70 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
વિશ્વભરમાં વખણાઇ ફિલ્મ
યામી ગૌતમની 'આર્ટિકલ 370' માત્ર સ્થાનિક બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ વિશ્વભરમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં વિશ્વભરમાં 34 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.
શું છે ફિલ્મની વાર્તા?
ફિલ્મ 'આર્ટિકલ 370' જમ્મુ અને કાશ્મીરમાં 2015ના અલગાવવાદી વિદ્રોહથી શરૂ થાય છે અને ઓગસ્ટ 2019માં રાજ્યમાંથી કલમ 370 હટાવવાની ઝાંખી દર્શાવે છે. ફિલ્મમાં યામી ગૌતમ એક્શન અવતારમાં જોવા મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.