બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Arshdeep Singh broke the stump, Punjab Kings filed a complaint, Mumbai Police responded like this

IPL 2023 / 'કાર્યવાહી કાયદો તોડવા માટે થાય..' અર્શદીપ સિંહે સ્ટમ્પ તોડી તો પંજાબ કિંગ્સે કરી ફરિયાદ, મુંબઈ પોલીસે આ રીતે આપ્યો જવાબ

Megha

Last Updated: 04:00 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અર્શદીપની શાનદાર બોલિંગે બે વખત સ્ટમ્પ તોડી તો પંજાબ કિંગ્સે અને મુંબઈ ઈન્ડિયન્સે બંને એ મુંબઈ પોલીસને ટેગ કરીને રમૂજી અંદાજમાં ફરિયાદ નોંધાવી છે

  • અર્શદીપની શાનદાર બોલિંગે ચાહકોના દિલ જીતી લીધા હતા
  • પંજાબ કિંગ્સે આ ઘટનાની ફરિયાદ રમૂજી અંદાજમાં મુંબઈ પોલીસને કરી
  • તેના પર મુંબઈ પોલીસે પણ જવાબ આપ્યો છે 
  • આ વિશે મુંબઈ ઈન્ડિયન્સે પણ મુંબઈ પોલીસને ટેગ કરીને ફરિયાદ નોંધાવી છે

પંજાબ કિંગ્સના બોલર અર્શદીપ સિંહે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચની છેલ્લી ઓવરમાં સતત 2 બોલ પર 2 બેટ્સમેનને બોલ્ડ કરવામાં સફળતા મેળવી હતી અને બંને વખત સ્ટમ્પ તોડવા માટે પણ અજાયબીઓ કરી હતી. અર્શદીપની શાનદાર બોલિંગે ચાહકોના દિલ જીતી લીધા હતા અને એ જ સમયે સોશિયલ મીડિયા પર મીમ્સ બનવા લાગ્યા. આ સાથે જ હવે પંજાબ કિંગ્સે આ ઘટનાની ફરિયાદ રમૂજી અંદાજમાં મુંબઈ પોલીસને કરી છે અને ટ્વીટમાં મુંબઈ પોલીસને ટેગ કરીને લખ્યું છે, 'મુંબઈ પોલીસ, અમે ક્રાઈમ રિપોર્ટ લખવા માંગીએ છીએ..', જો કે તેના પર મુંબઈ પોલીસે પણ જવાબ આપ્યો.મુંબઈ પોલીસ વતી એક ટ્વિટ કરવામાં આવ્યું હતું અને તેના જવાબમાં લખવામાં આવ્યું હતું કે, 'કાર્યવાહી કાયદો તોડવા માટે થાય છે સ્ટમ્પ તોડવા માટે નહીં.'

મુંબઈ પોલીસે આપેલા આ ફની જવાબે ચાહકોનું દિલ જીતી લીધું. તે જ સમયે, મુંબઈ ઈન્ડિયન્સે પણ મુંબઈ પોલીસને ટેગ કરીને ફરિયાદ નોંધાવી છે અને ટ્વીટમાં લખ્યું છે, 'મુંબઈ પોલીસ અમે એક ગુમ થવાની રિપોર્ટ નોંધાવવા માંગીએ છીએ, પંજાબ કિંગ્સ 15 વર્ષથી IPL ટ્રોફી શોધી રહી છે..' 

જો કે મુંબઈ ઈન્ડિયન્સનું આ ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે અર્શદીપે છેલ્લી ઓવરમાં શાદરને બોલ્ડ કરીને પંજાબ કિંગ્સને જીત અપાવી હતી. 

મેચની વાત કરીએ તો પંજાબ કિંગ્સના સેમ કુરાનની અડધી સદીની ઇનિંગ અને હરપ્રીત ભાટિયાની પાંચમી વિકેટ માટે 50 બોલમાં 92 રનની ભાગીદારી વચ્ચે અર્શદીપ સિંહ એ શાનદાર બોલિંગ કરી હતી.પોતાના જ દમ પર પંજાબ કિંગ્સે શનિવારે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગ T20 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 13 રને હરાવ્યું હતું. મુંબઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી પરંતુ અર્શદીપ સિંહે તિલક વર્મા અને નેહલ વાઢેરાને સળંગ માત્ર બે રન આપીને બોલ્ડ કર્યા હતા. આ પહેલા તેણે ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવની વિકેટ પણ લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ