બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / arshad nadeem aim to javelin throw world record break neeraj chopra may in tension

પડકાર / હવે શું કરશે નીરજ ચોપરા? પાકિસ્તાની અરશદ નદીમે કરી દીધું 98 મીટર દૂર ભાલો ફેંકવાનું એલાન, વર્લ્ડ રેકૉર્ડ તોડવાના સપના

Pravin

Last Updated: 05:29 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના જેવલિન થ્રોઅર અરશદ નદીમે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. અને હવે તેને મોટો ટાર્ગેટ આપ્યો છે, જે ભારતના સ્ટાર ખેલાડી કરતા પણ વધારે છે.

  • પાકિસ્તાનના જેવલિન થ્રોઅર અરશદ નદીમે ચેલેન્જ આપી
  • વર્લ્ડ રેકોર્ડ તોડવાનુ ંસપનું હોવાની કહી વાત
  • કોમનવેલ્થમાં જીત્યો છે ગોલ્ડ મેડલ

પાકિસ્તાનના જેવલિન થ્રોઅર અરશદ નદીમે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. અરશદે ભારતીય સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજથી એક ડગલું આગળ નિકળતા 90 મીટરથી લાંબો થ્રો કરીને આ ગોલ્ડ જીત્યો છે. જ્યારે નીરજ 89.94થી દૂર ભાલો ફેંકી શક્યો નહોતો.

અરશદ નદીમ ઈજાગ્રસ્ત હોવા છતાં પણ કોમનવેલ્થમાં 90.18 મીટર દૂર ભાલો ફેંકતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે નીરજનું સપનુ 990 મીટર દૂર ભાલો ફેંકવાનું રહ્યું છે. જો કે, નદીમે એક નિવેદનમાં એવું કહ્યું કે, તેના માટે થોડી મુશ્કેલી ઉભી કરી દેશે. નદીમે એક નિવેદનમાં કહ્યું હતું કે, તે કોમનવેલ્થમાં 95 મીટર દૂર ભાલો ફેંકવા માગે છએ, પણ ઈજાના કારણે તે થઈ શક્યું નહીં.

પણ હવે નદીમનો આ ટાર્ગેટ વર્લ્ડ રેકોર્ડ તોડવાનો છે. આપને જણાવી દઈએ કે, જેવલિનમાં વર્લ્ડ રેકોર્ડ જર્મનીના જાન જેલેઝનીના નામે છએ. તેણે 25 મે 1996ના રોજ 98.48 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. નદીમે કહ્યું કે, આ વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે તે આકરી મહેનત કરશે. તેની આ જાહેરાત બાદ હવે નીરજ ચોપડા માટે થોડુ ટેન્શન આવે તે જરૂરી છે. નીરજને હજૂ પણ ભવિષ્યમાં મોટી ટૂર્નામેન્ટમાં નદીમથી ટક્કર લેવાની છે, તેને તેના માટે ભારે મહેનત કરવી પડશે. 

અરશદ નદીમે જણાવ્યું હતું કે, મને ગોલ્ડની પુરેપુરી આશા હતી અને મેં ગોલ્ડ જીત્યો. ટોક્યો ઓલંપિક બાદ એક વર્ષ બાદ રમી રહ્યો હતો. મારે કોમનવેલ્થમાં સારુ પ્રદર્શન કરવાનું હતું. હું 90 મીટર થ્રો કરવા માગતો હતો અને તે કર્યું. મારા ઘરમાં બધાને લાગી રહ્યું કે, જેમ કે તેઓ કોઈ સપનું જોઈ રહ્યા છે. મને ગોલ્ડ જીતવાની પુરેપુરી આશા હતી. હું પહેલા ક્રિકેટ હતો. બાદમાં મેં ક્રિકેટ છોડી દીધી અને જેવલિનની કેટલીય ટૂર્નામેન્ટમાં ભાગ લીધો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ