બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Arrest of the person who made the false message of recruitment of Safai Sevak viral: Said, I have...

ધરપકડ / સફાઇ સેવકની ભરતીનો ખોટો મેસેજ વાયરલ કરનારની ધરપકડ: કહ્યું, અમારા સમાજના લોકોને નોકરી મળે એ હેતુથી મેં...

Vishal Khamar

Last Updated: 11:07 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ સેવકની ભરતીનો ખોટો મેસેજ વાયરલ થયો હતો. જે બાદ કોર્પોરેશનનાં સત્તાધીશો દ્વારા આ બાબતે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ દ્વારા આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરતા ખોટો મેસેજ વાયરલ કરનારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • વડોદરામાં VMCમાં સફાઈ સેવક ભરતીનો ખોટો મેસેજ વાયરલ કરનાર ઝડપાયો
  • ભરતીનો ખોટો મેસેજ વાયરલ કરનારને પોલીસે ઝડપી પાડ્યો
  • આરોપીએ પોતાના સમાજના લોકોને નોકરી મળે તે હેતુથી મેસેજ કર્યો વાયરલ

 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ સેવકની ભરતીનો ખોટો મેસેજ વાયરલ થયા બાદ કોર્પોરેશનનાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ત્યારે સફાઈ સેવકની ભરતીનો ખોટો મેસેજ વાયરલ કરનારને પોલીસે ઝડપી પાડ્યો હતો. વડોદરાનાં નાગરવાડા વિસ્તાર પાસેથી આરોપી નરેશ સોલંકીને પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે ખુલાસો કર્યો હતો કે પોતાનાં સમાજનાં લોકોને નોકરી મળે તે હેતુથી મેસેજ વાયરલ કર્યો હતો.

ખોટો મેસેજ હોવાની ખબર પડતા અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો
ગત રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ સેવકની ભરતી માટેની ભરતીનો મેસેજ ફરતો થતા લોકો સફાઈ સેવક બનવા દોડતા થયા હતા. જે બાદ મહાનગર પાલિકાનાં જનસેવા કેન્દ્ર ખાતે લોકો ઉમટી પડ્યા હતા. 300 અરજી સ્વીકાર્યા બાદ ખબર પડી કે સફાઈ સેવકની આવી કોઈ જ ભરતી ન હોવાની જાણ થતા અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેમજ સોશિયલ મીડિયામાં ફરતો મેસેજ ફેક હોવાનું સામે આવ્યું હતું.  

કોર્પોરેશન દ્વારા બોર્ડ લગાવી લોકોને ફેક મેસેજ હોવાનું જણાવ્યું હતું. 
વડોદરા મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારીની ભરતીનો ફેક મેસેજ ફરતો થયા બાદ હજારો લોકો મહાનગર પાલિકાનાં જનસેવા કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. જે બાદ અધિકારીઓ બોર્ડ લગાવ્યુ હતું કે આવી કોઈ ભરતી નથી. તેમજ આ મેસેજ ખોટો હોવાનું માલુમ પડતા અધિકારીઓ દ્વારા આ બાબતે લોકોને જાણ કરતા લોકોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.  

કોર્પોરેશનનાં વહીવટી ઓફીસરે સફાઈ સેવકની ભરતી બાબતે સ્પષ્ટતા કરી હતી
વડોદરા સફાઈ સેવકની ભરતી માટેનાં ફોર્મ મામલે વહીવટી ઓફીસર તરૂણ શાહે નિવેદન આપ્યું છે કે, આવી કોઈ ભરતી કોર્પોરેશને હાથ ધરી જ નથી. કોઈએ લોકોને ગેરમાર્ગે દોર્યા છે. તેમજ કોર્પોરેશને આવી કોઈ જાહેરાત કે ફોર્મ બહાર પાડ્યા જ નથી.  તેમજ અરજીનાં સ્વરૂપે લોકો આપી રહ્યા છે તે સુવિધા કેન્દ્રમાં સ્વીકારીએ છીએ. અત્યાર સુધીમાં 700 જેટલી અરજી આવી છે. આવી કોઈ પ્રક્રિયા જ નથી માટે સૂચનાઓ લખવામાં આવી છે. લોકોએ ગેરમાર્ગે ના દોરાવવું જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ