બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Apple CEO Tim Cook likely to meet PM Modi, lands in Mumbai ahead of store launch

'પધારો મારે દેશ' / સીધા સ્ટોરમાંથી ખરીદી શકાશે iPhones-iPads, કાલે મુંબઈમાં ખુલશે પહેલો એપલ સ્ટોર, ટીમ કૂક ભારત આવ્યાં

Hiralal

Last Updated: 09:07 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે એટલે કે 18 એપ્રિલે ભારતમાં એપલ કંપનીનો પહેલો સ્ટોર ખુલી રહ્યો છે જેનું ઉદ્ધાટન કરવા માટે CEO ટીમ કૂક ભારત આવ્યાં છે.

  • આવતીકાલે એટલે કે 18 એપ્રિલે મુંબઈમાં ખુલશે ભારતનો પહેલો એપલ સ્ટોર
  • 20 એપ્રિલે દિલ્હીમાં ખુલશે બીજો સ્ટોર 
  • ઉદ્ધાટન માટે મુંબઈ પહોંચ્યાં એપલ સીઈઓ ટીમ કૂક 

ભારતનો પહેલો એપલ સ્ટોર 18 એપ્રિલ, 2023, મંગળવારે મુંબઈમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. અને એપલના સીઈઓ ટિમ કુક આ લોન્ચિંગમાં ભાગ લેવા ભારત આવ્યા છે. આ પ્રવાસની સાથે જ ટીમ કુક બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

ટીમ કૂકે ટ્વીટ કરીને આપી માહિતી 
કંપનીના સીઈઓ ટિમ કૂકે કહ્યું કે, "ભારત પાસે અત્યંત સુંદર સંસ્કૃતિ અને અતુલ્ય ઉર્જા છે. અમે તેના વ્યાપક ઇતિહાસ સાથે વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે, અમારા ગ્રાહકોને ટેકો આપવા, સ્થાનિક સમુદાયોમાં રોકાણ કરવા અને માનવતાની સેવા કરતા નવીનતાઓમાં રોકાણ કરવા માટે સાથે મળીને કામ કરવા માટે ઉત્સાહિત છીએ. દિલ્હીમાં ટિમ કૂક દિલ્હીમાં વડાપ્રધાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખર સાથે મુલાકાત કરશે.

18 એપ્રિલે મુંબઈમાં, 20 એપ્રિલે દિલ્હીમાં ખુલશે સ્ટોર
એપલના જણાવ્યા અનુસાર 18 એપ્રિલે મુંબઈમાં અને 20 એપ્રિલે દિલ્હીમાં એપલનો સ્ટોર શરુ થશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એપલ ભારતમાં 25 વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને આ અઠવાડિયે કંપની દેશમાં પોતાનો પ્રથમ એપલ સ્ટોર શરૂ થવાની સાથે મોટા વિસ્તરણ તરફ આગળ વધી રહી છે." ટિમ કૂકે પોતે ટ્વીટ કર્યું હતું કે તેઓ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં નવા એપલ સ્ટોર પર ગ્રાહકોને આવકારવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ