બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / antim has became first indian woman to become champion in under 20 world championship

ગૌરવ / વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતની દીકરીનો દબદબો, ચોથી દીકરી હોવાથી મળ્યું હતુ 'અંતિમ' નામ

Khevna

Last Updated: 10:13 AM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાની અંતિમ અંડર 20 વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતની પહેલી મહિલા રહી છે. પહેલવાનીમાં કમાલ કરનાર અંતિમનું નામ ચોથી દીકરી હોવાથી અંતિમ રાખવામાં આવ્યું હતું.

  • ભારતીય ખેલાડી અંતિમ બની અંડર 20 વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતની પહેલી મહિલા 
  • ચોથી દીકરી હોવાથી માતા-પિતા નામ રાખ્યું હતું અંતિમ 
  • દીકરી માટે પિતાએ છોડ્યું હતું ગામ

ભારતીય ખેલાડી અંતિમ બની અંડર 20 વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતની પહેલી મહિલા

વાત 2004ની છે, જ્યારે રામનિવાસ પંઘાલ અને કૃષ્ણા કુમારી ચોથી વખત દીકરીનાં માતા પિતા બન્યા અને તેમણે પોતાની દીકરીનું નામ રાખ્યું અંતિમ. એટલે કે ફાઇનલ, પરંતુ અંતિમને અંતિમ નહોતું બનવું. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેણે કમાલ કરી બતાવી અને અંડર 20 વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતની પહેલી મહિલા પહેલવાન બની ગઈ. 17 વર્ષ પહેલા રામનિવાસે પોતાની ચોથી દીકરીનાં નામ વિશે વધારે વિચાર્યું ન હતું, પરંતુ હવે દીકરીએ આ નામને ઇતિહાસમાં સ્થાન અપાવ્યું છે. 

અંતિમનો દબદબો 
અંતિમે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં માત્ર ગોલ્ડ નથી જીત્યો, પણ મહિલા 53 કિલોગ્રામમાં તે બધા પર ભારે પડી. તેણે યૂરોપિયન ચેમ્પિયન ઓલિવિયા એન્ડરિચ પર ટેક્નિકલ સુપેરીયોરિટીથી જીત મેળવી. ત્યાર બાદ એક મિનિટની અંદર જાપાનની અયાકા કિમુરાને પણ હરાવી. યૂક્રેનની નતાલી ક્લિવચુત્સકા જ એવી પહેલવાન રહી, જે અંતિમનો 6 મિનિટ સુધી સામનો કરી શકી. પરંતુ ભારતીય પહેવાને અહીં પણ જીત મેળવી અને પછી મુકાબલામાં કઝાકિસ્તાનની અલ્ટિન શગાયેવાને 8-0થી હરાવીને ઇતિહાસ રચ્યો. 

3 દીકરીઓ બાદ પિતાને હતી પુત્રની ઈચ્છા 
અંતિમના પિતા 3 દીકરીઓ બાદ પુત્ર ઇચ્છતા હતા. તેમણે આ વાતને સ્વીકાર પણ કરી છે. હરિયાણાનાં હિસાર જિલ્લાનાં ભાગના ગામમાં એવી પ્રથા છે કે જો તમારી ઘણી દીકરીઓ છે, તો તેમનું નામ અંતિમ અથવા એવું કંઇક રાખો, તો ફરી દીકરી નહીં થાય. રામનિવાસે કહ્યું કે તેમણે નામ વિશે વધારે વિચાર્યું ન હતું. તેમણે કહ્યું કે જો તમારી ઘણી દીકરીઓ છે, તો સામાન્ય રીતે મેનેજ કારવું ઘણું મુશ્કેલ બની જાય છે. ખાસકરીને જો તમે જ્યારે સારી સ્થિતિમાં ન હોવ ત્યારે. લાલનપાલનને લઈને પણ ડર હતો. તેમના લગ્નને લઈને પણ ડર હતો. જોકે, શ્રીનિવાસ ક્યારેય પણ પોતાની દીકરીઓનાં સપનાંની રાહમાં આવ્યા નથી. તેમણે પોતાની દીકરીઓને પૂરો સપોર્ટ કર્યો છે. 

દીકરી માટે પિતાએ છોડ્યું ગામ 
અંતિમને ખેલાડી બનવાનું સપનું રામનિવાસે જ બતાવ્યું હતું. તેમની મોટી દીકરી નેશનલ લેવલ કબડ્ડી પ્લેયર હતી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સમાં ડિપ્લોમા કોર્સ કર્યા બાદ તે બેંગલોરમાં સાઈમાં જોબ કરવાનું શરૂ કરશે. અંતિમ જ્યારે 10 વર્ષની હતી, ત્યારે રામનિવાસ તેને કબડ્ડી પ્લેયર બનાવવા માંગતા હતા, પરંતુ સરિતા(બહેન) તેને પહેલવાન બનતા જોવા માંગતી હતી અને તે અંતિમને સ્ટેડિયમ લઈ ગઈ. અહીંથી જ યુવા પહેલવાનની સફર શરૂ થઈ. અંતિમની કરિયર માટે રામનિવાસ પરિવાર સહિત ભાગનાથી હિસાર શિફ્ટ થઈ ગયા. ત્યાર બાદ તેમણે દીકરીનાં ડાયેટ સાથે પણ કોઈ સમાધાન ન કર્યું. તેમણે શહેરમાં મળતા દૂધ પર પણ વિશ્વાસ મૂક્યો નહીં. એટલા માટે હિસાર બહાર જ ઘર બનાવવાનો નિર્ણય લીધો, જ્યાં તે પોતાની ભેંસોને પાળી શકે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ