બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વડોદરાના સમાચાર / Another variant of Corona appeared in Gujarat
Dinesh
Last Updated: 05:23 PM, 21 December 2022
ADVERTISEMENT
ચીન સહિત દુનિયાના કેટલાક દેશોમાં હવે કોરોનાએ ફરીથી માથુ ઉચક્યું છે ત્યારે હવે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર એક્શનમાં પણ આવી જ ગઈ છે. પરંતુ આ બધાની વચ્ચે ચિંતા પણ સાથો સાથ વધી રહી છે. કોરોનાનો કહેર ફરી શરૂ થઈ ગયો હોય તેવું જણાઈ રહ્યું છે. કોરોનાના વધુ એક વેરિયન્ટે ગુજરાતમાં દેખા દીધી છે. ઓમીક્રોન BF7ના 2 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે.
કોરોનાના વધુ એક વેરિયન્ટે ગુજરાતમાં દેખા દીધી
રાજ્યમાં ફરી એક કોરાના ફફડાટ વધી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. કોરોનાનો વધુ એક વેરિયન્ટે ગુજરાતમાં દેખા દીધી છે. ઓમીક્રોન BF7ના 2 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. શંકાસ્પદ કોરોનાના કેસોને લઈ તંત્ર પણ અલર્ટ થયુ છે. અમદાવાદ અને વડોદરાના શંકાસ્પદ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. વેરિયન્ટની તપાસ માટે સેમ્પલો લેવામાં આવ્યા છે. એરપોર્ટ પર ચીનથી આવતા યાત્રીઓની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
શંકાસ્પદ કોરોનાના કેસોને લઈ તંત્ર થયુ અલર્ટ
શંકાસ્પદ કોરોનાના કેસોને લઈ તંત્ર અલર્ટ થયુ છે. અમેરિકાથી આવેલા 61 વર્ષીય મહિલામાં BF7 વેરિયન્ટ મળ્યો છે. કોરોનાનો વેરિયન્ટ મળતા મહિલાને હોમ આઇસોલેટ કરાઇ છે. મહિલાએ ફાયઝરની રસી લીધી હતી છતા BF7 વેરિયન્ટ મળ્યો છે. સુભાનપુરા વિસ્તારની મહિલા 11 નવેમ્બરે અમેરિકાથી વડોદરા આવી હતી. અમદાવાદ અને વડોદરાના શંકાસ્પદ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. વેરિયન્ટની તપાસ માટે સેમ્પલો લેવામાં આવ્યા છે. એરપોર્ટ પર ચીનથી આવતા યાત્રીઓની સઘન તપાસ શરૂ કરાઈ છે
કોરોનાની વધતી ચિંતાને લઈને ગાંધીનગરમાં મળી બેઠક
કોરોનાની વધતી ચિંતાને લઈને આજે ગાંધીનગરમાં બેઠક મળી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં હાલ કોવિડની સ્થિતિ,વેક્સિનેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારત સરકારે પણ કોરોના અંગે સમીક્ષા બેઠક બોલાવી હતી.
શું કહ્યું આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીએ ?
આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે આજે બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓનુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારાશે. આ સાથે દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોચાડાશે. મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા. કેન્દ્રની અડવાઈઝરીનુ ચુસ્તપણે પાલન કરવા અને તમામ CHC-PHC કેન્દ્ર એક્ટિવ કરવા સૂચના અપાઈ છે. આ સાથે દિલ્લીથી જે સૂચના મળશે તેનુ ચૂસ્તપણે પાલન કરાશે તેવું જણાવ્યું હતું.
રાજ્યમાં કોરોનાના સ્થિતિ
રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા પાપ્ત માહિતી અનુસાર 20 જેટલા કેસ નોંધાયેલા છે. 20 દર્દીઓ સ્ટેબલ માનવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વધુ બે કેસ નોંધાયા છે જે કેસની વાત કરીએ તો અમદાવાદ 1, બનસકાંઠા 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં 20 પોઝિટિવ દર્દીમાંથી એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી વિગતો છે. ગઈ કાલે 3030 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT