બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Another employee of Angadia firm was robbed in Ahmedabad

શહેર વચ્ચે પોલીસને 'તમાચો' / અમદાવાદમાં વધુ એક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, એક રાઉન્ડ ફાયરિંગ બાદમાં 46 લાખ લઈ ફરાર, પોલીસ દોડતી

Kishor

Last Updated: 12:05 AM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના યોગેશ્વર સોસાયટીમાં પાર્કિંગમાં વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 46 લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ હોવાની ઘટના સામેં આવી છે.

  • અમદાવાદમાં વધુ એક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
  • વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટ
  • 46 લાખ રૂપિયા લઇ અજાણ્યા શખ્સો ફરાર

અમદાવાદમાં વધુ એક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસના ગાલે તમાચારૂપ આ ઘટના અમદાવાદ શહેરના યોગેશ્વર સોસાયટીમાં પાર્કિંગમાં કાકડીયા હોસ્પિટલ પાસે બની હતી. જેમા વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારી પર લૂંટારૂઓએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદમાં 46 લાખ રૂપિયા ઝુંટી લઇ અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

નેહરુ બ્રિજ વિસ્તારમાં સમી સાંજે 50 લાખની લૂંટ,એક્ટિવા પર 3 લોકો આવી બાઇક  પર રહેલા આંગડીયા કર્મીનો થેલો ઝુંટવી ફરાર | 50 lakh robbery in Nehru Bridge  area

બાપુનગરમાં હથિયારની અણી એ લૂંટ
બાપુનગરમાં આવેલ ડાયમન્ડ માર્કેટ વિષ્ણુકાંતિ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટયો હતો. શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લૂંટારુંઓએ ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીના મેનેજરને લૂંટી ૪૬ લાખ લઈ ત્રણ શખ્સો હવામાં ઓગળી ગયા હતા.હથિયાર સાથે બાઇક પર આવેલા 3 શખ્સોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. બાદમા પોલીસને જાણ કરતા શહેર કોટડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

જામનગર ચકચારી લૂંટનો ભેદ ઉકેલાયો

જામનગરમાં પણ લૂંટનો બનાવ સામે આવ્યો હતો. જેમાં લાલપુર તાલુકાના રંગપુર ગામે 2 દિવસ અગાઉ 20 લાખની રકમની લૂંટ થયાની રાવ ઉઠી હતી. બાદમાં આ લૂંટની ઘટનનાઓ પડદો ઉંચકાવી નાખવામાં પોલીસને સફળતા સાંપડી છે અને વેપારીના રૂપિયા ચાઉ કરી જવાના ઇરાદે ભેજાબાજ આરોપીએ જ આ પ્રકારનું લૂંટનું તરખત રચ્યુ હોવાનું સામે આવ્યું છે. ભેજાબાજ ફરિયાદીએ અવેશ ખીરાએ એવું રટણ રટ્યું હતું કે તેમની આંખમાં મરચાની ભૂકી છાટી અને રૂપિયા ભરેલ બેંગ આચકી લેવામાં આવ્યું હતું. પોલીસને સહેજ પણ શક ન જાય તે માટે ફરિયાદી અવેશે વ્યવસ્થિત લૂંટનું તરખટ રચ્યું હતું. એક તો સીસીટીવી ન હોય તેવી અવાવરું જગ્યાએ આ સમગ્ર પ્રકરણને અંજામ આપવામાં આવ્યો હતો. બાદમાં જેમાં આરોપીએ પોતાના હાથે જ રૂપિયા ભરેલ બેગ તોડી નાખ્યું હતું. જોકે ચોરથી ચાર કદમ આગળ પોલીસે એફએસએલની મદદ લઇ ફરિયાદીની આંખોની જીજી હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી.  જેમાં આંખમા મરચાંની ભૂંકીની ગેરહાજરી જોવા મળી હતી. આ ઉપરાંત બનાવ સ્થળે પણ મરચાની ભૂકી સહિતના નમુના લેવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે ફરિયાદી અવેશના ઘરની અને બનાવ સ્થળની મરચાની ભૂંકી એક જ નીકળતા પોલીસને સફળતા મળી હતી. 

.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ