ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Announcement of Gaurav Award by Gujarat Sahitya Akademi
Last Updated: 10:53 PM, 13 December 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. પ્રસિદ્ધ વાર્તાકાર મોહન પરમારને સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો છે તેમજ યુવા રામ મોરીને યુવા ગૌરવ પુરસ્કારની જાહેરાત કરાઈ છે.

ADVERTISEMENT
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કારની જાહેરાત
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષ આપવામાં આવતા ગુજરાતી ભાષાનાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. ભાગ્યેશ જ્હા અધ્યક્ષ, ગુજરાતી સાહિત્ય અકાદમીની અધ્યક્ષતામાં મળેલી કાર્યવાહક સમિતિની બેઠકમાં પુરસ્કાર અંગે નિર્ણય લેવાયો છે અને જેમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર વર્ષ-2021 મોહન પરમાર પ્રસિદ્ધ વાર્તાકાર મળ્યો છે જ્યારે યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ-2021 રામ મોરી મળ્યો છે.
મોહન પરમાર જાણીતા કૃત્તિઓ
વાર્તાસંગ્રહ: કોલાહલ, નકલંક, કુમ્ભી, પોઠ
નવલકથા:ભેખડ, વિક્રીયા, કાળગ્રસ્ત, પ્રાપ્તિ, નેળિયું, પ્રિયતમા, અષ્ટફળ, દયા પશાની વાડી, લુપ્તવેધ
નાટક:બહિષ્કાર
આ સિવાય પણ તેમની ઘણી કૃત્તિઓ પ્રખ્યાયત છે
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.