બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / animal actor bobby deol viral video crying in front of paparazzi due to movie success

VIDEO / એનિમલ પ્રત્યે લોકોનો પ્રેમ જોઈ ભાવુક થયો બોબી દેઓલ, છલકી પડ્યા આંસુ, વિડીયો થયો વાયરલ

Manisha Jogi

Last Updated: 01:57 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ‘એનિમલ’એ 130 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એક ઈવેન્ટ દરમિયાન બોબી દેઓલ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા.

  • ફિલ્મ ‘એનિમલ’એ 130 કરોડ રૂપિયાની કમાણી કરી
  • દર્શકોને દેઓલની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી
  • ઈવેન્ટમાં બોબી દેઓલ થયા ભાવુક, છલકી પડ્યા આંસૂ

દર્શકોને ફિલ્મ ‘એનિમલ’માં બોબી દેઓલની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી રહી છે. દર્શકો બોબી દેઓલની વાહવાહી કરી રહ્યા છે. ફિલ્મ ‘એનિમલ’એ 130 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એક ઈવેન્ટ દરમિયાન બોબી દેઓલ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. 

બોબી દેઓલનો વિડીયો
એક ઈવેન્ટ દરમિયાન બોબી દેઓલની એક્ટિંગના વખાણ કરવામાં આવી રહ્યા હતા, તે સમયે બોલીવુડ અભિનેતા બોબી દેઓલ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. વિડીયોમાં જોવા મલી રહ્યું છે કે, બોબી દેઓલ પોઝ આપી રહ્યા છે અને વાત કરી રહ્યા છે. ત્યારપછી બોબી દેઓલ થેન્ક યૂ કહે છે. વિડીયોમાં વધુમાં જોવા મળી રહ્યું છે કે, બોબી દેઓલ ભાવુક થઈને રડી રહ્યા છે અને કારમાં બેસીને પણ રડી રહ્યા છે. બોબીએ જણાવ્યું કે, ‘ફિલ્મને આટલી હદે પસંદ કરવામાં આવી રહી છે, જે એક સપના જેવું લાગી રહ્યું છે.’

ફિલ્મ ‘એનિમલ’ બોક્સઓફિસ કલેક્શન
ફિલ્મ ‘એનિમલ’એ બોક્સઓફિસ પર બીજા દિવસે પણ ધાંસૂ કમાણી કરી છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ ‘એનિમલ’એ પહેલા દિવસે 63.8 કરોડનું કલેક્શન કર્યું હતું અને બીજા દિવસે 66 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કુલ બંને દિવસોમાં આ ફિલ્મે કુલ 129.80 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ ‘એનિમલ’એ હિંદી વર્ઝનમાં પહેલા દિવસે 54.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 

બોબી દેઓલની એક્ટિંગ પર ફિદા થયા ફેન્સ
સોશિયલ મીડિયા પર અનેક વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે. રણબીર કપૂરની ચર્ચા કરવામાં આવી રહી છે અને બીજી તરફ બોબી દેઓલના પણ ભરપૂર વખાણ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મ ‘એનિમલ’માં બોબી દેઓલનો રોલ ખૂબ જ ઓછો છે, ફેન્સ જણાવી રહ્યા છે કે, બોબી દેઓલનો સ્ક્રીન ટાઈમ વધુ હોવો જોઈએ. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ