ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કન્ટેનર સાથે અથડાયા બાદ બસમાં લાગી આગ, બે ચાલકોના મોત; સામે આવ્યો Video

આંધ્રપ્રદેશ / કન્ટેનર સાથે અથડાયા બાદ બસમાં લાગી આગ, બે ચાલકોના મોત; સામે આવ્યો Video

Published By: Vidhata Gothi

Last Updated: 08:56 AM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Andhra Pradesh Road Accident: નાંદિયાલ જિલ્લામાં એક ખાનગી બસનું ટાયર ફાટતાં બસ કન્ટેનર લારી સાથે અથડાઈ ગઈ. ટક્કર પછી તરત બંને વાહનોમાં આગ લાગી ગઈ. દુર્ઘટનામાં બે ચાલકોના મોત થઈ ગયા.

ADVERTISEMENT

આંધ્રપ્રદેશમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. નાંદિયાલ જિલ્લામાં એક ખાનગી બસ અને કન્ટેનર લારી વચ્ચે ભીષણ ટક્કર થઈ. ટક્કર બાદ બસમાં આગ લાગી ગઈ અને આ દુર્ઘટનામાં બે ચાલકોના મોત થઈ ગયા. જોકે, બસમાં સવાર બધા જ મુસાફરોને સમયસર સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા. આ ભયાનક અકસ્માત બાદ સળગતી બસના વીડિયો પણ સામે આવ્યા છે.

આ દુર્ઘટના રાતે લગભગ 1.30 વાગે ઘટી. માહિતી પ્રમાણે, આ એક્સિડેન્ટ નાંદિયાલ જિલ્લાના સિરીવેલ્લા મેટ્ટા નજીક નાંદિયાલ-અલ્લાગડ્ડા રોડ પર થયો. નેલ્લોરથી હૈદરાબાદ જઈ રહેલી એક ખાનગી બસનું જમણું ટાયર અચાનક ફાટી જતાં ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો. જેના લીધે બસ ડિવાઇડર પાર કરી ગઈ અને કન્ટેનર લારી સાથે અથડાઈ ગઈ. આ ટક્કર એટલી ગંભીર હતી કે ટક્કર પછી તરત જ બંને વાહનોમાં આગ લાગી ગઈ. કન્ટેનર લારી મોટરસાઇકલ લઈને જઈ રહેલી હતી.

સ્થાનિક લોકોએ બચાવ્યો મુસાફરોનો જીવ

આગ લાગતાં જ બસમાં અફરાતફરી મચી ગઈ. સ્થાનિક લોકો, બસ ક્લીનર અને કંડક્ટરે તરત જ બારીઓ તોડીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા. બસમાં સવાર તમામ 36 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ચાર મુસાફરોને સામાન્ય ફ્રેક્ચર થયા છે અને તેમને નાંદિયાલ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટનામાં બસ ડ્રાઇવર અને લારી ડ્રાઇવરનું ગંભીર ઇજાઓ અને દાઝી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. આગ એટલી ભીષણ હતી કે આગને કાબુમાં લેવામાં ફાયર ફાઇટર્સને ઘણા કલાકો લાગ્યા. બસ અને લારી બંને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા. અકસ્માતને કારણે હાઇવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.

vtv app promotion

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટાયર ફાટવાને કારણે બસ ચાલકે કાબુ ગુમાવ્યો, જેના કારણે આ ભીષણ અકસ્માત થયો. જે પછી બંને વાહનોમાં આગ લાગી ગઈ.

આ પણ વાંચો: પ્રજાસત્તાક દિવસ પર મોટા આતંકવાદી હુમલાની યોજના! રાજધાની દિલ્હી-રામ મંદિર ટાર્ગેટ, એજન્સીઓ સતર્ક

પહેલા પણ ઘટી હતી આવી દુર્ઘટના

અગાઉ પણ ખાનગી બસમાં અકસ્માત પછી આગ લાગવાની ઘટના બની ચૂકી છે. ઓક્ટોબર 2025માં, આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં એક બસ અકસ્માતમાં આગ લાગવાથી 20 મુસાફરોના મોત થયા હતા. આ તાજેતરની ઘટના ફરી એકવાર રાત્રે લાંબા અંતરની બસ સેવાઓની સલામતી અને વાહનોના ટેકનિકલ નિરીક્ષણ અંગે ગંભીર સવાલો ઉભા કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Andhra Pradesh Road Accident Nandyal Bus Accident Fire Accident video

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ