બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / અજબ ગજબ / Andhra man injects wife with HIV blood to find excuse for divorce

OMG / ભાઈ પડ્યાં બીજીના પ્રેમમાં, સાથે રહેવા ગર્ભવતી ઘરવાળીને કરી HIV પોઝિટીવ, ગજબનું દિમાગ વાપર્યું

Hiralal

Last Updated: 03:48 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક શખ્સને પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે તેની પત્નીને એચઆઈવી પોઝિટીવનું ઈન્જેક્શન આપી દીધું હતું.

  • આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક શખ્સની કરતૂત
  • પત્ની સાથે છુટાછેડા લેવા પત્નીએ આચર્યું ખૌફનાક કામ 
  • ગર્ભવતી પત્નીને એચઆઈવી પોઝિટીવનું ઈન્જેક્શન અપાવી દીધું 
  • તલાક લઈને પ્રેમિકા સાથે રહેવા માગતો હતો પતિ 

આંધ્રપ્રદેશમાં એક વ્યક્તિએ પોતાની પત્નીથી છૂટાછેડા લેવા માટે ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી. પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે આ વ્યક્તિએ એવી રીતે ષડયંત્ર રચ્યું કે પત્નીની જિંદગી બરબાદ થઈ ગઈ. આરોપીએ ડોક્ટર સાથે મળીને પત્નીને એચઆઇવી સંક્રમિત લોહીનું ઇન્જેક્શન આપ્યું હતું. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલા તબીબી તપાસ માટે હોસ્પિટલ પહોંચી હતી. રિપોર્ટ આવ્યો તો તે સ્તબ્ધ થઈ ગઈ.

મેડિકલ રિપોર્ટ કરવા માટે ગઈ ત્યારે ખબર પડી 
પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે જ્યારે મેડિકલ રિપોર્ટમાં તે એચઆઈવી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ પ્લાન પતિનો છે. પતિ તેને સુધારી લેશે તેમ કહીને તેને ક્વેક ડોક્ટર પાસે લઈ ગયો હતો. ડોક્ટરે એચઆઈવી સંક્રમિત વ્યક્તિના લોહીને ઈન્જેક્શનમાં ઈન્જેક્ટ કર્યું.
આ કપલને એક પુત્રી છે. પોલીસને આપેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ થોડા વર્ષો સુધી તેમના સારા સંબંધો રહ્યા હતા. હવે તેનો પતિ તેને દહેજ માટે હેરાન કરી રહ્યો છે. વર્ષ 2018થી પુત્ર ન હોવાને કારણે પતિ સતત મહિલાને ગાળો આપી રહ્યો છે.

ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા પત્નીને આપ્યું HIVનું ઇન્જેક્શન 
પીડિતાએ પોલીસ ફરિયાદમાં એવું પણ કહ્યું કે તેના પતિનું વિશાખાપટ્ટનમમાં રહેતી 21 વર્ષીય યુવતી સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે. ગર્લફ્રેન્ડે દબાણ બનાવવાનું શરૂ કર્યું, જે બાદ આ ઘટના બની છે. પતિએ છૂટાછેડા લેવાનું ષડયંત્ર રચ્યું હતું. તેને ઝોલાછાપ દ્વારા એચઆઈવી સંક્રમિત લોહીનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. હાલમાં જ જ્યારે પીડિતા મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ ગઇ તો તેને ખબર પડી કે તે એચઆઇવી પૉઝિટિવ છે. પતિએ જણાવ્યું કે, પ્રેગ્નેન્સી દરમિયાન તેને ઇન્જેક્શન આપવામાં આવ્યું હશે, જે બાદ તેને એચઆઇવીનો ચેપ લાગ્યો હોઇ શકે છે. પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે. 

પતિ છૂટાછેડા લેવા માગતો હતો
પતિ તેની પત્ની પાસેથી છૂટાછેડા લઈને તેની પ્રેમિકા સાથે લગ્ન કરીને રહેવા માગતો હતો આથી તેણે ઘણી વાર પત્નીને તલાકને વાત કરી હતી જોકે પત્ની ન માનતા તેણે આવી રીતે તેનો કાંટો કાઢવાનું નક્કી કર્યું અને ખાનગીમાં ઝોલાછાપ ડોક્ટરને ત્યાં પત્નીને લઈ જઈને એચઆઈવી પોઝિટીવ લોહીવાળું ઈન્જેક્શન અપાવી દીધું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ