બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ananya panday ishaan khatter breakup

બ્રેકઅપ / બૉલિવુડ લવબર્ડ્સનું 3 વર્ષના રિલેશન બાદ થયું બ્રેકઅપ, જાણો કોણ છે આ સ્ટાર્સ

Premal

Last Updated: 07:16 PM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરના પ્રશંસકો માટે શોકિંગ ન્યૂઝ છે. શોકિંગથી વધુ દિલને દુ:ખ પહોંચાડે તેવા સમાચાર છે.

  • અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરનું થયુ બ્રેકઅપ
  • ખાલી પીલીની શૂટિંગ દરમ્યાન બંને એકબીજાની નજીક આવ્યાં
  • બંનેના વિચારો મેચ ના થતાં અલગ થવુ યોગ્ય માન્યું

અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરનુ બ્રેકઅપ

છેલ્લાં કેટલાંક સમયથીઅનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર  અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર ઘણી જગ્યાએ એકસાથે દેખાયા હતા. યંગ કપલે એકસાથે ઘણી ટ્રીપ પણ કરી છે. પરંતુ હવે લાગે છે કે નસીબમાં તેમનો સાથ અહીં સુધી જ હતો. તેથી બંનેએ જાતે અલગ થવાનુ નક્કી કર્યુ છે. પિન્કવિલાની રિપોર્ટ મુજબ, ઈશાન અને અનન્યા ખાલી પીલીની શૂટિંગ દરમ્યાન એકબીજાની નજીક આવ્યાં હતા. ત્રણ વર્ષ સુધી સાથે રહ્યાં બાદ કપલે તેની રિલેશનશિપ પર પૂર્ણવિરામ લગાવી દીધુ છે. અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર બંને બોલીવુડના એવા યંગ અને ટેલેન્ટેડ સ્ટાર્સમાંથી એક છે, જેણે ઓછા સમયમાં પ્રસિદ્ધી મેળવી છે. તેમનો ચાહકવર્ગ બંનેને એકસાથે જોતા ખુશ થતો હતો. ઈશાન અને અનન્યાને ઘણા મુદ્દે એવુ લાગે છે કે બંનેના વિચાર મેચ થતા નથી. તેથી તેમણે અલગ થવુ યોગ્ય માન્યુ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ishaan (@ishaankhatter)

બ્રેકઅપ ભલે થયુ પરંતુ ચાહકોને આપશે મનોરંજન

સારી વાત એ છે કે આટલી નાની ઉંમરમાં બંનેએ ખૂબ જ સમજદારીપૂર્વક કામ કર્યુ છે. અનન્યા અને ઈશાને સંબંધ ભલે તોડી નાખ્યો છે. પરંતુ તેમની પ્રોફેશનલ વાતો આગળ પણ યથાવત રહેશે. આગળ ચાલીને જો તેમની પાસે કોઈ ફિલ્મ અથવા સીરીઝની ઑફર આવે છે તો તેઓ એકસાથે કામ પણ કરશે. એટલેકે બંને આગળ મોટા પડદે પ્રશંસકોને મનોરંજન આપવાનુ નહીં છોડે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ