બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ananya Panday broke silence on the news of dating Aditya Roy Kapur, said- let people guess

મનોરંજન / જેને જે વિચારવું હોય એ વિચારે...: 13 વર્ષ મોટા આ સ્ટાર એક્ટરના પ્રેમમાં પડી અનન્યા પાંડે, ઘણા સમયથી ચાલી રહી હતી વાતો

Megha

Last Updated: 11:36 AM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે અનન્યા પાંડે આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. આ વિશે અભિનેત્રીએ કહ્યું, કે લોકોએ અનુમાન લગાવતા રહેવું જોઈએ કે હું કોને ડેટ કરી રહી છું.'

  • અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર ડેટ કરી રહ્યા છે આ ચર્ચાઓ
  • બંને ઘણી વખત એકસાથે સ્પોટ પણ થયા છે
  • આદિત્ય સાથેની ડેટિંગની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે બોલી અનન્યા 

અભિનેત્રી અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર ડેટ કરી રહ્યા છે આ ચર્ચાઓ બોલિવૂડમાં લાંબા સમયથી ચાલી રહી છે. બંને ઘણી વખત એકસાથે સ્પોટ પણ થયા છે, જે બાદ દરેક વ્યક્તિ અનુમાન લગાવી રહી છે કે આદિત્ય અને અનન્યા રિલેશનશિપમાં છે. જો કે, આજ સુધી બંનેમાંથી કોઈએ પણ અફવાઓ પર પ્રતિક્રિયા આપી નથી પણ આ સાથેજ કોઈએ તેનો ઇનકાર પણ કર્યો નથી. આવી સ્થિતિમાં હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન અનન્યાએ તેની ડેટિંગ લાઈફ વિશે કંઈક એવું કહ્યું, જેનાથી તે ફરી ચર્ચામાં આવી ગઈ.

છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે અનન્યા પાંડે આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે કરણ જોહરે તેના શો 'કોફી વિથ કરણ'માં કહ્યું કે અનન્યા અને આદિત્ય તેની પાર્ટીમાં એક ખૂણામાં બેસીને વાત કરી રહ્યા હતા. આ પછી તેઓ ઘણી બી-ટાઉન પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા હતા, જેમાં તેમની કેમેસ્ટ્રી દેખાઈ આવી હતી. 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી ડેબ્યૂ કરનાર અનન્યા પાંડે હંમેશા તેની ડેટિંગ લાઇફ વિશે ચૂપ રહે છે પણ તાજેતરની વાતચીતમાં તેણે તેની ડેટિંગ લાઈફ સાથે જોડાયેલા સવાલોના જવાબો ખૂબ જ મજેદાર રીતે આપ્યા હતા. 

જ્યારે અનન્યાને આદિત્ય સાથેની ડેટિંગની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ચૂપ રહેવું વધુ સારું માન્યું. પણ અનન્યા પાંડેએ ચાહકોની ઉત્સુકતા વિશે કંઈક કહ્યું, જે ખૂબ જ રમુજી હતું. અભિનેત્રીએ કહ્યું, 'ઉત્સુક હોવું સારી વાત છે, લોકોએ અનુમાન લગાવતા રહેવું જોઈએ કે હું કોને ડેટ કરી રહી છું.' જો કે, અભિનેત્રીને આ સમયે તેના ડેટિંગ જીવન કરતાં તેના પ્રોફેશનલ જીવન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય લાગે છે. પાછલા વર્ષોમાં તેણીની ફિલ્મો સતત ફ્લોપ રહી છે જે અનન્યા માટે આગળ જતા મુશ્કેલીમાં મૂકી શકે છે.

અનન્યા પાંડેની છેલ્લી ફિલ્મ 'લાઈગર' બોક્સ-ઓફિસ પર કમાણી કરવામાં નિષ્ફળ રહી પણ અનન્યાને આ વાતનો કોઈ અફસોસ નથી. તેણે સ્વીકાર્યું કે આ વાત ભલે ઘીસી-પીટી લાગે પણ આ મારી જર્ની વિશે છે મારી મંઝિલ વિશે નહીં. અનન્યાએ કહ્યું કે કોઈપણ ફિલ્મમાં કામ કરતા લોકો જાણે છે કે ફિલ્મ કે શો બનાવવો કેટલો મુશ્કેલ હોય છે અને તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ આપે છે. કેટલીકવાર જો વસ્તુઓ કામ ન કરે તો વ્યક્તિએ નિરાશ થવું જોઈએ નહીં. તેણીએ કહ્યું, આ વિચાર નિષ્ફળતામાંથી શીખવાનો અને આગામી પ્રોજેક્ટમાં તેનો ઉપયોગ કરવાનો છે.

અનન્યાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી આગામી 'ડ્રીમ ગર્લ 2'માં જોવા મળશે. 'ડ્રીમ ગર્લ 2'માં તેની સાથે આયુષ્માન ખુરાના લીડ રોલમાં છે. આ સાથે અનન્યા પાસે 'ખો ગયે હમ કહાં' પણ છે, જેમાં તે સિદ્ધાંત ચતુર્વેદી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ