બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / anantnag encounter indian army officer terrorist killed jammu kashmir police

Anantnag Encounter / અનંતનાગમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત: વધુ એક જવાન શહીદ, આતંકીઓ પર ડ્રોન કેમેરાની બાજ નજર

Manisha Jogi

Last Updated: 08:35 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંતનાગમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત છે. અનંતનાગમાં લાપતા જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

  • અનંતનાગમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત
  • લાપતા જવાનનો મૃતદેહ મળી આવ્યો
  • અથડામણમાં ચાર જવાન શહીદ

અનંતનાગમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત છે અને આતંકીઓ પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક જવાન શહીદ થતા ભારતના કુલ ચાર જવાન શહીદ થયા છે. અનંતનાગમાં લાપતા જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અનંતનાગમાં બુધવારે આતંકીઓ અને સુરક્ષાબળો અથડામણ શરૂ થઈ હતી, જેમાં ભારતીય સેનાના 2 જવાન અને જમ્મુ કાશ્મીર પોલીસના એક ઓફિસર શહીદ થયા હતા. ગુરુવારના રોજ બે જવાન ગંભીર રીતે ધાયલ થતા ભારતીય સેનાના કુલ 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. 

આતંકીઓની ઓળખ
જમ્મુ કાશ્મીર પોલીસે અથડામણવાળા વિસ્તારમાં એક સ્થાનિક આતંકી ઉજૈર ખાન અને એક વિદેશી આતંકી હોવાની પુષ્ટી કરી છે. સુરક્ષાબળોએ એક આતંકી ઠાર કર્યો છે તથા અન્ય આતંકીનો શોધખોળ કરવામાં આવી રહી છે. 

પોલીસનો સૂત્રધાર આતંકીઓનો એજન્ટ નીકળ્યો
પોલીસનો સૂત્રધાર આતંકીઓનો એજન્ટ નીકળ્યો છે. આ સૂત્રધારે આતંકીઓને આર્મી અને પોલીસના આવવાની સૂચના આપી હતી. સેના અને આર્મીની ટીમ કેટલી સંખ્યામાં અને કેવી રીતે આવી રહી છે, તે તમામ બાબતોની જાણકારી આતંકવાદીઓને આપી હતી. 

ચાર જવાન શહીદ
શહીદ કર્નલ મનપ્રીત સિંહ

શહીદ કર્નલ મનપ્રીત સિંહ છેલ્લા ચાર વર્ષથી અનંતનાગમાં પોસ્ટેડ હતા અને તેમને તેમની વીરતા માટે અનેક વાર મેડલથી સમ્માનિત પણ કરવામાં આવ્યા છે. 41 વર્ષીય કર્નલ મનપ્રીત સિંહ પંજાબના મોહાલીમાં રહેતા હતા. તેમના પરિવારમાં તેમની માતા, ભાઈ, પત્ની અને 6 વર્ષની દીકરી છે. કર્નલ મનપ્રીત સિંહ બે દિવસ પછી દીકરીના જન્મદિવસ માટે ઘરે આવવાના હતા.

શહીદ મેજર આશીષ ધૌનેક
શહીદ મેજર આશીષ ધૌનેકનો પરિવાર સાથે હરિયાણાના પાણીપત સેક્ટર-7માં રહે છે. 36 વર્ષીય શહીદ મેજર આશીષ ધૌનેકના પાર્થિવ શરીરના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

શહીદ હુમાયૂં મુજમ્મિલ ભટ
અનંતનાગમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે થયેલ અથડામણમાં જમ્મુ કાશ્મીર પોલીસ DSP હુમાયૂં મુજમ્મિલ ભટ શહીદ થયા છે. બુધવારે બડગામમાં 29 વર્ષીય શહીદ હુમાયૂં મુજમ્મિલ ભટના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ