બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Anant Chaturdashi 2023 ganesh visarjan date puja vidhi and shubh muhurat

Anant Chaturdashi 2023 / આજે અનંત ચતુર્દશી: વિઘ્નહર્તાની વિદાય પહેલા જાણી લો આ 2 શુભ મૂહુર્ત, સમજો સરળ સ્ટેપ્સમાં વિસર્જન સહિત પૂજાવિધિ

Arohi

Last Updated: 09:07 AM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anant Chaturdashi 2023: આજે અનંત ચતુર્થી છે અને આજના દિવસે ગણેશ વિસર્જન પણ થશે. દિવસભરમાં પ્રતિમા વિસર્જન કરવા અને પૂજા માટે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો. જાણો પૂજા વિધિ અને વિસર્જન વિધિ.

  • આજે છે અનંત ચતુર્થી 
  • આજે ગણેશ વિસર્જન 
  • જાણી લો આ 2 શુભ મૂહુર્ત

ભારતમાં અનંત ચતુર્થીના દિવસે 10 દિવસ સુધી ચાલેલા ગણેશ ઉત્સવનું સમાપન થાય છે. આ દિવસે લોકો ધૂમધામથી ગણપતિ બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરે છે. ગણેશ વિસર્જન પહેલા બાપ્પાની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. 

તેમને ફૂલોથી સજાવવામાં આવે છે. અને બાદમાં શુભ મુહૂર્ત પર ઢોલ નગાડા સાથે વિસર્જન કરવામાં આવે છે અને તેમને બીજા વર્ષે જલ્દી આવવાની પ્રાર્થના કરવામાં આવે છે. જાણો ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ. 

ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત

  • સવારે 6.08થી 7.38 વાગ્યા સુધી 
  • સવારે 10.39થી 3.09 વાગ્યા સુધી 
  • સાંજે 4.39થી 6.09 વાગ્યા સુધી 
  • સાંજે 6.09થી 9.09 વાગ્યા સુધી 
  • રાત્રે 12.09થી 01.39 સુધી 

ગણેશ વિસર્જન 

  • ગણેશ વિસર્જન પહેલા ગણેશજીની વિધિ વિધાન સાથે પૂજા કરો. 
  • ગણપતિ બાપ્પાને મોદક અને ફળનો ભોગ લગાવો.
  • પછી ગણેશજીની આરતી કરો.
  • હવે ગણેશજીને વિદા લેવાની પ્રાર્થના કરો. 
  • પછી પૂજા સ્થળથી ગણપતિજીની પ્રતિમાને ઉઠાવો.
  • પછી એક બાજોટ પર ગુલાબી વસ્ત્ર પાથરો અને ગણેશજીને ત્યાં બીરાજમાન કરો. 
  • ગણેશ ભગવાનની મૂર્તિની સાથે ફળ-ફૂલ, વસ્ત્ર અને મોદકની પોટલી જરૂર મુકો. 
  • સાથે એક પોટલીમાં થોડા ચોખા, ઘઉં, પંચમેવા અને અમુક સિક્કા મુકો. 
  • તે પોટલીને પણ ગણેશજીની પ્રતિમાની સાથે મુકો. 
  • હવે ગણેશજીની મૂર્તિને વહેતા જળમાં વિસર્જિત કરી દો. 
  • ગણપતિ ભગવાનનું વિસર્જન કરવા પહેલા તેમની આરતી કરો. 
  • આરતી બાદ ગણપતિ બાપ્પા પાસે મનોકામનો પૂર્ણ કરવાની પ્રાર્થના કરો. 

ગણેશ વિસર્જનનું મહત્વ 
હિંદૂ પંચાગ અનુસાર ગણેશ ચતુર્થી ઉત્સવનો પર્વ દર વર્ષે ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થીએ શરૂ થાય છે. જેની સમાપ્તિ અનંત ચતુર્થીના દિવસે થશે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતી બાપ્પાની પ્રતિમાને ઘર પર સ્થાપિત કરવામાં આવે છે પછી વિધિ વિધાનથી તે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. 

ભક્ત ગણેશજીને બીજા વર્ષે જલ્દી આવવાની કામના પણ કરે છે. માન્યતા છે કે જે વ્યક્તિ વિધિ વિધાનથી ગણેશ ઉત્સવના પર્વની ઉજવણી કરે છે તેમના જીવનમાં હંમેશા ખુશી અને સમૃદ્ધિ બની રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ