ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / anant ambani radhika merchant pre wedding celebration dhirubhai ambani jamnagar

Anant Radhika Wedding / 'અનંતમાં મને મારા પિતા દેખાય છે', એવું શું થયું કે મુકેશ અંબાણીએ પોતાના પિતા ધીરૂભાઇને કર્યા યાદ

Published By: Arohi

Last Updated: 08:49 AM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anant Ambani Radhika Merchant Wedding: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતીય પરંપરામાં અમે મહેમાનોને અતિથિ કહીને સંબોધિત કરીએ છીએ. આપણે અતિથિ દેવો ભવઃ કહીએ છીએ. જેનો મતલબ થાય છે કે અતિથિ ભગવાનની જેમ હોય છે. તમે બધાએ આ લગ્નના માહોલને મંગળમળ બનાવી દીધો છે.

ADVERTISEMENT

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકારનું પ્રી વેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આ સેલિબ્રેશનની શરૂઆત કરતા મુકેશ અંબાણીએ કહ્યું જ્યારે પણ હું અનંતને જોવું છું તો મને તેમાં પોતાના પિતા ધીરૂભાઈ દેખાય છે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતીય પરંપરામાં અમે મહેમાનોને અતિથિ કહીને સંબોધિત કરીએ છીએ. આપણે અતિથિ દેવો ભવઃ કહીએ છીએ. જેનો મતલબ થાય છે કે અતિથિ ભગવાનની જેમ હોય છે. તમે બધાએ આ લગ્નના માહોલને મંગળમળ બનાવી દીધો છે. 

તેમણે કહ્યું કે આજે અનંત અને રાધિકા જીવનભરની ભાગીદારીની યાત્રાની શરૂઆત કરી રહ્યા છે. આજે મારા પિતા ઘીરૂભાઈ સ્વર્ગથી અમને આશીર્વાદ આપી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આજે તે ખૂબ જ ખુશ હશે કારણ કે અમે તેમના પૌત્ર અનંતના જીવનની સૌથી સ્પેશિયલ ક્ષણોનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ. 

મુકેશ અંબાણીએ કહ્યું કે જામનગર મારા પિતા અને મારી કર્મભૂમિ રહી છે. એક એવી જગ્યા જ્યાં અમને અમારૂ મિશન, જુનૂન અને ઉદ્દેશ્ય મળ્યો. આજથી ત્રણ વર્ષ પહેલા જામનગર બિલકુલ બંજર જમીન હતી પરંતુ આજે તમે અહીં જે જોઈ રહ્યા છો તો ધીરૂભાઈનું સપનું સાકાર થયું છે. 

"મને અનંતમાં અનંત શક્તિ દેખાય છે"
મુકેશ અંબાણીએ કહ્યું કે સંસ્કૃતમાં અનંતનો મતબલ છે જેનો કોઈ અંત ન હોય. મને અનંતમાં અનંત શક્તિ દેખાય છે. જ્યારે પણ હું અનંતને જોવું છું તો મને તેમાં મારા પિતા ધીરૂભાઈ દેખાય છે. અનંતનું વર્તન પણ મારા પિતાના જેવું જ છે. કંઈ પણ અસંભવ નથી. 

વધુ વાંચો: પંડ્યા બ્રધર્સ, ત્રણેય ખાન, અક્ષય કુમારથી લઈને આનંદ મહિન્દ્રા સુધી...: જુઓ કયા સેલિબ્રિટિઝ પહોંચ્યા જામનગર

જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું ત્રણ દિવસનું પ્રી વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં થઈ રહ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Anant Ambani Pre Wedding Radhika Merchant dhirubhai ambani jamnagar અનંત રાધિકા પ્રે વેડિંગ Anant Radhika Wedding

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ