બ્રેકિંગ ન્યુઝ
દેશના પ્રમુખ ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંજ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ વખતે પણ આનંદ મહિન્દ્રાએ સોશિયલ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ઓછી જગ્યામાં પોતાની કાર પાર્ક કરે છે. વીડિયોમાં એક વ્યક્તિ પોતાની મારૂતિ કાર ઝેનને સીડીઓના નીચેના ભાગમાં પાર્ક કરી રહ્યો છે. કારને પાર્ક કરવા માટે એમને એક સ્ટેન્ડ પર પહેલા કારને ચઢાવી ત્યારબાદ એને ખૂબ જ સરળતાથી કોઇની મદદ વગર ધક્કો મારીને અંદર કરી દીધી. આ સ્ટેન્ડમાં વ્હીલ લાગેલા છે જેના કારણે કોઇ સમસ્યા વગર અંદર ચાલી ગઇ.
ADVERTISEMENT
આનંદ મહિન્દ્રાએ આ વ્યક્તિના વખાણ કરતાં પોસ્ટમાં લખ્યું છે કે થોડાક દિવસો પહેલા પંજાબમાં પણ એક આવા જ ડિવાઇસનો વીડિયો જોયો હતો. પરંતુ આ એનાથી પણ એક સ્ટેપ આગળ છે.
એમને કહ્યું કે હું દાવો કરું છું કે આ ડિવાઇસને બનાવનાર વ્યક્તિ સારા આઇડિયાથી અમારા ફેક્ટરી લે આઉટને વધારે ઉપયોગી બનાવી શકે છે.
ADVERTISEMENT
Saw a video of a similar device in Punjab some time ago. But this is one step ahead. I love the ‘geometrical’ elegance of the solution! I bet the person who designed this would be able to give us some real out-of-the-box ideas for making our factory layouts more efficient! https://t.co/5B76wTMz6q
— anand mahindra (@anandmahindra) May 11, 2020
ADVERTISEMENT
જો કે આ જાણકારી મળી શકી નથી કે આ વીડિયો ક્યાંનો છે. આ વીડિયોને ટ્વિટર પર સ્પેસ સેવર નામથી પોસ્ટ કરવામાં આવ્યો છે.
જેમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ પહેલા પોતાની કારને ઘરની દિવાલની એકદમ બાજુમાં લાવે છે. ત્યારબાદ કારને રિવર્સ કરતાં લોખંડથી બનેલા એક રેક પર ચડાવવામાં આવે છે. જ્યારે કારને રેક પર ચડાવી દેવામાં આવે છે ત્યારબાદ વ્યક્તિ કારની બહાર આવે છે.
ADVERTISEMENT
કારને રેક સહિત ધક્કા આપતાં સીડીથી નીચે સરકારવી દે છે. રેકમાં બિયરિંગ લાગેલા હોય છે એટલા માટે ખૂબ સરળતાથી કારને સીડીની નીચે સરકાવવામાં આવે છે.
આ વીડિયોને જોઇને લાગે છે કે આ પ્રકારના પાર્કિંગ માટે ખાસ હુનર અને અનુભવની જરૂર છે. કારણ કે જે પ્રકારે કારને યોગ્ય જગ્યાએ પાર્ક કરવી અને રેક પર ઉચિત ઊંચાઇ સુધી લઇ જવી એ સરળ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.