બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anand Lok Sabha seat Election battle between BJP's Mitesh Patel and Congress's Amit Chavda

જનમત / આણંદ બેઠક પર ફરી મિતેષ પટેલ કે પરિવર્તનમાં અમિત ચાવડા, જાણો જ્ઞાતિનું અટપટુ ગણિત

Dinesh

Last Updated: 08:01 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: આણંદ લોકસભા બેઠક પર ઠાકોર,ક્ષત્રિય,પરમાર,રાઠોડનું વર્ચસ્વ છે. ઠાકોર,ક્ષત્રિય,પરમાર,રાઠોડના 49 ટકા મતદારો છે.

લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચુક્યુ છે ત્યારે મધ્ય ગુજરાતની મહત્વપૂર્ણ  બેઠક તેવી આણંદ લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે અહીં બીજી વખત મિતેષ પટેલ ઉપર ભરોસો મુક્યો છે તો કોંગ્રેસે અમીત ચાવડાને મેદાને ઉતાર્યા છે. બંને પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી ચુક્યા છે. ભાજપ પાસે આણંદના વિકાસના કાર્યોની ગણતરી છે તો કોંગ્રેસ દાવો કરે છે આણંદની વાસ્તવિક વરવી સ્થિતિનો અને એ જ સ્થિતિને બદલવા માટે કોંગ્રેસ પોતાને તક આપવાનું પણ કહે છે. 

આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર 
મિતેષ પટેલ - ભાજપ
અમિત ચાવડા - કોંગ્રેસ

2019નું પરિણામ શું?
મિતેષ પટેલ -ભાજપ - જીત 
ભરતસિંહ સોલંકી - કોંગ્રેસ - પરિણામ હાર 

કોણ છે મિતેષ પટેલ?
મિતેષ પટેલે વર્ષ 2019માં આણંદ બેઠક પરથી ચૂંટાઇ આવ્યા છે.  પક્ષે બીજી વખત ટિકિટ આપી છે. ભાજપના યુવા ચહેરા તરીકેની ઓળખ છે. સંગઠન ક્ષેત્રે પણ સારી કામગીરી છે. વ્યવસાયે બિઝનેસમેન છે મિતેષ પટેલ. 

કોણ છે અમિત ચાવડા?
અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે.  OBC સમાજનો અગ્રણી ચહેરો છે.  સ્થાનિક સ્તરે એકંદરે સ્વીકૃત ચેહરો છે. નિર્વાદિત છબી અને મધ્ય ગુજરાતમાં પીઢ કોંગ્રેસીઓ સાથે નિકટતા છે. ઇશ્વર ચાવડાના પૌત્ર અને ભરતસિંહના પિતરાઇ ભાઇ છે. 

જ્ઞાતિનું ગણિત શું?
આણંદ લોકસભા બેઠક પર ઠાકોર,ક્ષત્રિય,પરમાર,રાઠોડનું વર્ચસ્વ છે. ઠાકોર,ક્ષત્રિય,પરમાર,રાઠોડના 49 ટકા મતદારો છે. પાટીદારોનું વર્ચસ્વ 24 ટકા મતદારો સાથે બીજા ક્રમાંકે છે.  લઘુમતિ સમાજ 21 ટકા તેમજ દલિત અને અન્યના 6 ટકા મતદારો છે. 

વાંચવા જેવું: છોટાઉદેપુરમાં ભાજપ થશે રિપીટ કે કોંગ્રેસ ગઢ પરત છીનવશે? જ્ઞાતિ સમીકરણે બાજી ફેરવી

આણંદ લોકસભામાં વિધાનસભા બેઠકો કેટલી?
ખંભાત 
બોરસદ 
આંકલાવ
ઉમરેઠ
આણંદ
પેટલાદ 
સોજીત્રા 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ