બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An incident with a female police officer in Kutch

હડકંપ / અસલામત ગુજરાત? કચ્છમાં મહિલા પોલીસકર્મી સાથે બની એવી ઘટના કે પોલીસ બેડામાં મચ્યો હડકંપ

Kiran

Last Updated: 01:50 PM, 9 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં મહિલા પોલીસકર્મી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી જેને લઈ પોલીસ બેડામાં જ હડકંપ મચી ગયો છે, મહિલાએ ભુજ એ ડિવિઝનમાં નોંધાવી ફરિયાદ

  • મહિલા પોલીસકર્મી સાથે દુષ્કર્મની ઘટના
  • અન્ય પોલીસકર્મીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
  • ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

કચ્છમાં પોલીસકર્મી મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેને લઈ પોલીસ બેડામાં જ હડકંપ મચી ગયો છે. મહિલા પોલીસ કર્મચારીએ ભૂજ એ ડિવિઝનમાં પોલીસકર્મીએ જ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. પોલીસકર્મીએ લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.  

મહિલા પોલીસકર્મી સાથે દુષ્કર્મની ઘટના

ભૂજ એ ડિવિઝન પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ કરતા જણાવ્યું કે અન્ય પોલીસ કર્મચારીએ લગ્નની લાલચ આપીને વિવિધ જગ્યાએ લઈ જઈને તેના પર દુષ્કર્મ ગુજારાર્યું હતું જે બાદ પોલીસ કર્મીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો જે બાદ આજે મહિલાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

રાજ્યમાં દુષ્કર્મના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું 

રાજ્યમાં દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, અપહણર, ચોરી, લૂંટફાટ, હત્યા, દુષ્કર્મ જેવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે કચ્છમાં પોલીસમાં ફરજ બજાવતી મહિલા સાથે પણ દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી ગયો છે. રાજ્યમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સરકાર અને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા કરી દીધા છે. 

રાજકોટમાં પણ મહિલા સાથે 8 જેટલા શખ્સોએ આચર્યું દુષ્કર્મ

આજે રાજકોટમાં પણ મહિસા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે મહિલાને પૈસા આપવાની લાલચ આપી પરિચિત શખ્સ મહિલાને કારમાં લઈ ગયો હતો જે બાદ મહિલાને માર મારી તેની સાથે દુષ્કર્મ કરવા આવ્યું હોય તેવું સામે આવ્યું છે, મહિલા પર  8 જેટલા શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે જ્યારે મહિલાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.  
 

ગોંડલ નજીક મહિલા સાથે દુષ્કર્મની ઘટના

મહત્વનું છે કે રાજ્યમાં દિવસે દિવસે ગુનાખોરીના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, અપહણર, ચોરી, લૂંટફાટ, હત્યા, દુષ્કર્મ જેવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે રાજકોટમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાએ ફરી રાજ્ય સરકાર અને પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી દીધા છે, રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવે છે વારંવાર બનતી દુષ્કર્મની ઘટના મહિલા સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ