બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / An important decision of the ST department regarding the Holi-Dhuleti festival, benefits to the tourists going home

ફાગણ ફોરમતો આયો ! / હોળી-ધૂળેટીના પર્વને લઈને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય,વતનમાં જતા પ્રવાસીઓને લાભ

Mehul

Last Updated: 04:25 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રથી માંડીને છેક તળ આદિવાસી વિસ્તારનાં દાહોદ-ઝાલોદ જેવા પારંપરિક હોળી ઉજવાતા વિસ્તારો માટે રાજ્યના એસટી વિભાગે એક સપ્તાહ માટે કરી ખાસ વ્યવસ્થા

  • રાજકોટ-દાહોદ-ગોધરા સુધી વધારાની એસટી 
  • હોળી-ધૂળેટીના પર્વ માટે વિભાગનું ખાસ આયોજન 
  • બે વર્ષ પછી કોઈ પણ પ્રતિબંધ વગર પહેલો રંગોત્સવ 


બે વર્ષ જેટલા લાંબા અંતરાલ પછી ગુજરાતના નાગરિકોને કોઈ પણ પાબંદી વગર પહેલી વાર હોળી-ધૂળેટીના રંગોત્સવની મજા માનવાનો અવસર મળ્યો છે. દેશ્ભારમાં  કોરોના હવે ડૂકી ગયો છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી ત્યારે, ગુજરાતમાંથી પણ કોરોનાએ રીતસર ઉચાળા ભરી લીધા છે. એટલે સૌરાષ્ટ્રથી માંડીને છેક તળ આદિવાસી વિસ્તારનાં દાહોદ-ઝાલોદ જેવા પારંપરિક હોળી ઉજવાતા વિસ્તારો માટે રાજ્યના એસટી વિભાગે પણ ખાસ વ્યવસ્થા કરી છે. 

એસટીની ખાસ વ્યવસ્થા 

હોળી-ધૂળેટીના પર્વોને રાજ્યની જનતા મન ભરીને માણી શકે તે હેતુસર રાજકોટ એસ.ટી. દ્વારા વધારાની 300 બસ દોડાવાશે. રાજકોટ એસટી ડેપોએ સતત એક અઠવાડીયા સુધી આ આયોજન કરતા 8 થી 16 માર્ચ દરમિયાન વધારાની બસ દોડશે. જેમાં રાજકોટથી દાહોદ-ગોધરા માટે 200 જેટલી બસ મુકાશે. તહેવારો દરમિયાન નાગરીકો પોતાના વતનમાં જઈ શકે અને આરામ દાયક મુસાફરી રહે તે માટે વધારાની બસ દોડાવવાનો એસટી વિભાગનો આ પ્રયાસ સરાહનીય છે. 

પ્રસિદ્ધ  'ભગૌરિયા' પ્રથા

આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને ગુજરાત અને અન્ય રાજ્યોમાં  હોળીનો ઉત્સવ આદિવાસીઓમાં 'ભગૌરિયા' પ્રથા માટે જાણીતો છે. ભગૌરિયા એટલે કે ભગાડીને લઈ જવું. પ્રાચીન કાળથી રાજા-મહારાજાના સમયમાં સ્વયંવર પ્રથા હતી. તેની જેવી જ આ આદિવાસી પ્રથા છે. સ્વયંવર અને ભગૌરિયા પ્રથામાં મુખ્ય ફરક એ છે કે, સ્વયંવર પ્રથા રાજમહેલમાં યોજાતી હતી. જ્યારે ભગૌરિયા બાંસવાડા, ઉદયપુર (રાજસ્થાન), ડુંગરપુર, પંચમહાલ (ગુજરાત) અને ધાર, ઝાંબુઆ, રતલામ, નિમાડ (મધ્યપ્રદેશ)ના વનપ્રદેશોમાં  હોળી પુર્વે ભરાતી બજારમાં ખુલ્લેઆમ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ