બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદ / Amliwali Mataji is located in Ahmedabad giving darshan in the form of Nagani, Mahima is 100 years old.

દેવ દર્શન / અમદાવાદમાં આવેલા છે આમલીવાળી માતાજી, નાગણી સ્વરૂપે આપતા દર્શન, મહિમા 100 વર્ષ જૂનો

Vishal Khamar

Last Updated: 02:24 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના મેમ્કો સૈજપુર રોડ પર સૈજપુરમાં ખોડીયાર માતાજીનુ મંદિર આવેલુ છે. માતાજીનુ મંદિર આમલીવાળી ખોડિયારના નામથી પ્રચલિત છે. બહારથી સામાન્ય દેખાવ ધરાવતા આ મંદિરનો મહિમા 100 વર્ષ જૂનો છે. અન્ય મંદિરો કરતા અલગ પડતા ખોડિયાર માતાજીના મંદિરે રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. કેમ માતાજીના મંદિરનુ નામ આમલીવાળી ખોડિયાર પડ્યુ અને શુ છે મંદિરનો મહિમા.

અમદાવાદના સૈજપુરમાં બહારથી સામાન્ય દેખાતુ નાનું મંદિર આવેલુ છે. મંદિર નાનુ છે પણ તેનો મહિમા અલગ છે. કેમ કે આ મંદિર એક બે કે 10 વર્ષ નહિ પણ 100 વર્ષ જૂનુ હોવાનું સ્થાનિકોનું માનવું છે. અને આ મંદિર એટલે ખોડિયાર માતાનું મંદિર. ખોડિયાર માતાજીનુ મંદિર આમલીવાળી ખોડિયાર મંદિર તરીકે ઓળખાય છે. મંદિરમાં સૈજપુર ગામ સહિત ઘણા ભાવિકો દૂરદૂરથી દર્શન કરવા આવે છે. ભક્તો માતાજી પાસે માનતા માને છે અને તે આમલીવાળી ખોડિયાર અવશ્ય પૂર્ણ પણ કરે છે. તેવી આસ્થા લોકો સાથે જોડાયેલી છે. 

લોકવાયકા પ્રમાણે આ સ્થળ પર 100 વર્ષ પહેલા આંબલીના ઝાડની નીચે એક ખાખી બાપુનો ધુણો હતો. અને ત્યાં જ ખાખી બાપુ બેઠક હતી. જ્યાં માતાજી નાગણી સ્વરૂપે આવતા હતા. ખાખી બાપુએ માતાને પ્રાર્થના કરતા ખોડિયાર માતાજી ઝાડના ગોંખમાં સ્થાયી થયા. જેમાં હાલ ખોડિયાર માતાની મૂર્તિ છે.  ખોડિયાર મંદિરમાં ગણપતિજી અને હનુમાનજી અને મંદિર બહાર કાળભેરવ પણ બિરાજમાન છે.  સૈજપુરમાં રહેતા લોકો નાનપણથી જ માતાજીના દર્શન કરવા મંદિરે નિયમિત જાય છે. અને તેમની સવાર સૌ પ્રથમ માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ જ થાય છે.

માતાજીની દિવ્ય મૂર્તિ અનેરું આકર્ષણ ઉભું કરે છે. પહેલા ઝાડ પાસે માતાજીનું ચાર છ ઇટોનું મંદિર હતું. જે મંદિરે ત્યારના વડવાઓ ભવાઈઓ કરી તેમાંથી મળતા રૂપિયામાંથી મંદિરનો વિકાસ કરતા સમય જતા ત્યાં નાટકો રમાતા એ નાટકોમાંથી જે કંઈ ભંડોળ આવતુ તેનો ઉપયોગ મંદિર માટે કરાતો અને પહેલા મંદિરને કાચના દેખાવવાળુ જ્યારે હાલમાં રાજસ્થાનના પથ્થરોમાંથી મંદિર ઉભુ કરવામાં આવ્યુ છે.  ખોડિયાર માતાજીના મંદિરે જે કોઈ ભાવિક ભક્તો આવે છે. જે કોઈ માતાજીની આસ્થા મૂકે છે. માનતાઓ માને છે. માતાજી એની મનોકામના પૂર્ણ કરે છે. કોઈને પણ નિસંતાન દંપતિ માતાજીના શરણે આવે છે તેમના ઘરે માતાજીના આશીર્વાદથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે. માતાજીના મંદિર સાથે આવી ઘણી પરંપરાઓ જોડાયેલી છે માતાજીની લીલા અનેરી છે.

એક સમયે મંદિરનું નવીનીકરણ કરી મંદિરમાંથી માતાજી ઉપર લઈ ગયા પણ ભક્તોના ભાવ પ્રમાણે અનુકૂળ ન આવતા માતાજીની રજા લઈને પાછા માતાજીને ઝાડ પાસે નીચે તેમની જગ્યા ઉપર પરત લાવ્યા. અને વિધિસર માતાજીની સ્થાપના કરવામાં આવી. મંદિરે રવિવારે અને  મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. ઘણા ભાવિકો તેમના જીવનમાં આવેલા પરિવર્તનને માતાજીના આશીર્વાદ માને છે.  રક્ષાબંધનના દિવસે માતાજીના મંદિરે ફાડા લાપસીનો પ્રસાદ કરવામાં આવે છે. સવાર થી સાંજ સુધી મંદિરે આવતા ભાવિકો માતાજીના ફાડાની લાપસીના પ્રસાદનો લાભ લેવા અને માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ચોક્કસથી મંદિરે આવે છે. નવરાત્રીમાં નવ દિવસ માતાજીના મંદિરો ગરબાનુ સુંદર આયોજન થાય છે. ગરબામાં દૂરદૂરથી મોટી સંખ્યામાં લોકો આવે છે. માતાજીની આસ્થા સાથે લોકો જોડાઈ રહે છે.  

રામનવમીના દિવસે માતાજીનો વાર્ષિક દિવસ હોય છે. મંદિરે આખો દિવસ બુંદી ગાંઠિયાનો પ્રસાદ ભાવિકોને આપવામાં આવે છે. માતાજીનો રથ ગામમાં ફરે છે. માતાજીના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટે છે. ખોડિયાર માતાજીના મંદિરે અનેક ભક્તોની માનતા પૂર્ણ થઈ છે. અને માટે જ અહીં લોકોની આસ્થા હજુ પણ મંદિર અને માતા સાથે જોડાયેલી છે. અને એટલે જ આમલીવાડી ખોડિયાર માતા મંદિર ખૂબ પ્રસિદ્ધ બન્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ