બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Amit Shah verbal attack on Megha Patkar entry in Gujarat politics and aap

રાજનીતિ / 'મેઘા પાટકરને પાછલા બારણે ગુજરાતના રાજકારણમાં લાવવા માગે છે', AAP પર અમિત શાહના મોટા પ્રહાર

Vishnu

Last Updated: 10:30 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પહેલા કચ્છના એક કાર્યક્રમમાં મેધા પાટકરને સૌથી મોટા અર્બન નક્સલવાદી કહ્યા હતા.

  • અમદાવાદની મુલાકાત દરમિયાન અમિત શાહે કર્યા AAP પર પ્રહાર 
  • મેઘા પાટકરના નર્મદા પ્રોજેક્ટ વિરોધને લઇ ઝાટકણી કાઢી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ અને આપના નેતાઑ એકબીજા પર શાબ્દિક વાર કરવાનો એક પણ મોકો છોડતા નથી. આજે ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રવાસ દરમિયાન AAP પર આડકતરા પ્રહાર કર્યા હતા. મેઘા પાટકરના નર્મદા પ્રોજેક્ટ વિરોધને લઇ નિવેદન આપતા કહ્યું હતું કે અમુક લોકો નર્મદા યોજનાનો વિરોધ કરતા હતા. મેઘા પાટકરને પાછલા બારણે અમુક લોકો ગુજરાતના રાજકારણમાં લાવવા માગે છે. ગુજરાત આવા લોકોને નહીં સ્વીકારે, ગુજરાત વિરોધીઓને જનતા જાકારો આપશે.

મેધા પાટકર સૌથી મોટા અર્બન નક્સલવાદી: CM ભૂપેન્દ્ર પટેલ
પીએમ મોદીના કચ્છ પ્રવાસ દરમિયાનના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના ભારોભાર વખાણ કર્યા હતા. અને નર્મદા યોજનો વિરોધ કરનારાઓને અર્બન નક્સલવાદી કહી સંબોધ્યા હતા. અને કહ્યું હતું કે 'આજે એ પણ યાદ કરવું પડે કે એવા કોણ લોકો હતા જેમણે 5 5 દાયકા સુધી કચ્છના લોકોને નર્મદાના પાણીથી વંચિત રાખ્યા હતા, કચ્છને તરસ્યું રાખ્યું હતું સૂકું ભઠ્ઠ રાખ્યું હતું. આપણે બધા જાણીએ છીએ કે વિરોધ કરવા વાળા અર્બન નક્સલવાદી કોણ હતા જેમણે સરાજાહેર ગુજરાતનો વિરોધ કર્યો ખાસ કરીને કચ્છનો વિરોધ કર્યો. એ અર્બલ નક્સલવાદીઓ કચ્છ અને ગુજરાતને વિકાસથી વંચિત રાખવાના તમામ પેતરા કર્યા હતા. એ લોકોમાંનું એક નામ છે મેઘા પાટકર, આપણે જાણીએ છીએ કે આ લોકો કઈ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. કોણે તેમણે સાંસદની ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી. ગુજરાતમાં લોકોને ભ્રમિત કરી નક્સલવાદ ફેલાવવાની આવા લોકોની પેરવી હતી. પરંતુ ગુજરાતની શાણી અને સમજુ પ્રજાએ તેમજ કચ્છની ખમીરવંતી પ્રજાએ એમના મનસૂબા પર પાણી ફેરવી દીધું. તેમના મનસૂબા ફાવવા દીધા નથી અને ફાવવા દેવાના પણ નથી'.

મેઘા પાટકરે નર્મદા યોજનાનો કર્યો હતો વિરોધ
સરદાર સરોવર ડેમ દેશનો સોથી મોટો ડેમ હોવાની સાથે સૌથી વિવાદિત ડેમ પણ છે. પર્યાવરણ અને સામાજિક કાર્યકર્તાઓએ 1980ના દશકથી તેની વિરુદ્ધ આંદોલન ચલાવ્યું હતું. આ જ કારણ રહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 1995માં તેના નિર્માણ પર પાબંધી લગાવી હતી. સામાજિક કાર્યકર્તા મેઘા પાટકરે તેની વિરુદ્ધ નર્મદા બચાઓ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. જેનો ઉલ્લેખ કરી આજે જ્યારે કચ્છના છેવાડા સુધી નર્મદાનું પાણી પહોંચ્યું ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે મેઘા પાટકરને અર્બન નક્સલવાદી કહી આકરા પ્રહાર કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ