બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / બોલિવૂડ / amid controversies over ranbir kapoor animal anurag kashyap statement went viral

મનોરંજન / 'ફિલ્મના કારણે લોકો...', રણબીર કપૂરની 'Animal'ના વિવાદ વચ્ચે અનુરાગ કશ્યપનું નિવેદન વાયરલ

Arohi

Last Updated: 02:02 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anurag Kashyap Statement Went Viral: રણબીર કપૂરની એનિમલ હાલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ત્યાં જ બીજી બાજુ ફિલ્મને મહિલા વિરોધી જણાવવામાં આવી રહી છે. હવે તેના પર અનુરાગ કશ્યપે પોતાની પ્રતિક્રિયા આપી છે.

  • ફિલ્મ એનિમલ હાલ ખૂબ જ ચર્ચામાં
  • ફિલ્મે બોક્સ ઓફિસ કર્યું શાનદાર પ્રદર્શન 
  • ફિલ્મે 400 કરોડથી વધારેની કરી કમાણી 

બોલિવુડ એક્ટર રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ એનિમલ હાલ ચર્ચામાં છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મને સિનેમાઘરોમાં 10 દિવસ થઈ ચુક્યા છે અને ફિલ્મે અત્યાર સુધી 400 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. 

સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની એક તરફ જ્યાં સરાહના કરવામાં આવી રહી છે ત્યાં જ બીજી તરફ ઘણા લોકો તેની આલોચના પણ કરી રહ્યા છે. ફિલ્મમાં મહિલાઓને લઈને કંઈ પણ દર્શાવવામાં આવી રહ્યું છે તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

સોશિયલ મીડિયા પર વિરોધ 
સોશિયલ મીડિયા પર અમુક લોકો કહી રહ્યા છે કે આ ફિલ્મ મહિલા વિરોધી છે અને ફિલ્મમાં ટોક્સિક પુરૂષવાદી વિચાર જણાવ્યા છે. આ વચ્ચે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યમનું નિવેદન ખૂબ જ ચર્ચામાં આવી ગયું છે. ફિલ્મમેકર તેના પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ફિલ્મના બહાને કમસેકમ કંઈક સારૂ થઈ રહ્યું છે અને ફેમિનિઝમ પર વાત થઈ રહી છે. 

અનુરાગ કશ્યપે કહી આ વાત 
હકીકતે હાલમાં જ કલકતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અનુરાગે જણાવ્યું કે, "તમે કોઈ પર જવાબદારી ન થોપી શકો. લોકો પોતાની જાતે જ પોતાના પર જવાબદારી લે છે કે નથી લેતા. કયા લોકોએ તે ફિલ્મને જઈને જોઈ જેને તે ફેમિનિસ્ટ માનતા હતા. ફક્ત થોડા જ લોકો તેમને જુએ છે અને તે પણ નથી ખબર પડી કે બીજી નારીવાદી ફિલ્મની તુલનામાં વધારે નારીવાદીઓને પ્રેરિત કરી છે. આ ફિલ્મે કોઈ પણ બીજી ફિલ્મની તુલનામાં મહિલા વિરોધને લઈને ચર્ચા પેદા કરી છે તો આ સારૂ છે. કોઈ સમાજમાં લોકોને સમજાવવા માટે તમારે એક પ્રોવોકેટરની જરૂર હોય છે. "

આપણે ભણેલા-ગણેલા સમજદાર લોકો 
ફિલ્મમેકરે આગળ કહ્યું કે "રણબીર કપૂરની ફિલ્મના કારણે ઘણા લોકો ફેમિનિઝમ સીખી રહ્યા છે. લોકોની સમજણ સુધી વાત પહોંચાડવા માટે તમારે કોઈને ઉકસાવવાની જરૂર હોય છે. એનિમલ અને તેના પર ચાલી રહેલી ડિસ્કશનને વધારે લોકોએ ફેમિનિઝ્મ સીખવાડી દીધુ છે. તમે ઉકસાવે તેનાથી કેમ ડરો છો? આપણે ભણેલા ગણેલા સમજદાર છીએ. જ્યારે મેં અગ્લી ફિલ્મ બનાવી હતી તો મારી ઈચ્છા હતી કે લોકો ફિલ્મ જોઈને આવે તો આખી રાક સુઈ ન શકે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ